________________
૧૩૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
વડ-રખહ દાહિણ-દિતિહિં, જાઈ વિદખ્ખહિ મળ્યુ, . વામ-દિસિદ્ધિ પુણ કોસલિહિ, જાહ રુચ્ચઈ તહિં લગ્ન. • વડ(ના) ઝાડની દક્ષિણ દિશામાં જાય (છે) વિદર્ભનો માર્ગ,
વામ દિશામાં પુનઃ કોશલનો (માર્ગ), જ્યાં રુચે ત્યાં લાગ. • જ્યાં ચાહે ત્યાં જા.
(૧૨) કુશલ નામનો વિપ્ર (મહાભારતના નલોપાખ્યાનનો પર્યાદ) ખુદ્દકને (મુદ્રક, મહાભારતનો વિકૃત નલ રૂપે બાહુક) જોઈને નીચેનો દોહો (દુર્ય) ગાય છે ?
નિર્ટુર નિક્કિધુ કાઉંરિસુ, એકૃજિ નવુ ન હુ ભંતિ, મુક્કિય મહસઈ જેણ વણિ, નિસિ સુન્ની દમયંતિ.
• જેણે મહાસતી દમયંતીને રાત્રિએ વનમાં સૂતેલી છોડી દીધી તે નિષ્ફર, નિષ્કપ (કૃપારહિત) કાપુરુષ એક જ નલ એ વાતમાં ભ્રાંતિ નથી જ. •
(૧૩) પરદારગમનના સંબધે ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતની કથા લખી છે, તેમાં પ્રસંગવશાત્ ઉદયન, વત્સરાજ, વાસવદત્તા, યૌગંધરાધરાયણ આદિની કથાઓ પણ આવી છે કે જે બૌદ્ધ જાતકોમાં, બૃહત્કથા (કથાસરિત્સાગર) અને ભાસના નાટક પ્રતિજ્ઞાયૌગંધરાયણની કથાથી કંઈક ફેરવાળી છે. કિંતુ બે શ્લોક તે નાટકમાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે. અસ્તુ. રાજગૃહના રાજા શ્રેણિકના પુત્ર અભયને પ્રદ્યોતે છલથી બાંધી પોતાને ત્યાં રાખેલો હતો. તેણે કંઈ ધ્યાન ખેંચે તેવાં કામ કર્યા. પ્રદ્યોતે તેને વર માગવા કહ્યું ત્યારે તેણે એવો ઉટપટાંગ – ગૂંચવડિયો વર માગ્યો કે જેનો સાર એ હતો કે મને અહીંથી વિદાય કરો. અભય કહે છે કે –
નલગિરિ હત્યિહિ મિંઠિત, સિવદેવિહિ ઉદ્ઘગિ, અગ્મિભીરુ-રાહદારુઈહિ, અગ્નિ દેહિ મહ અંગિ.
• નલગિરિ હાથીમાં (પર) બેઠાં બેઠાં શિવાદેવીના ખોળામાં અગ્નિભીરુ રથનાં લાકડાંઓથી મારા અંગમાં આગ દે. •
પ્રદ્યોતને ત્યાં નલગિરિ નામનો પ્રસિદ્ધ હાથી હતો; શિવાદેવી હતી, અગ્નિભીરુ રથ હતો કે જે આગમાં બળતો નહોતો.
(૧૪) જોતી વખતે અભય બદલો લેવાની નીચેની પ્રતિજ્ઞા કરીને ગયો અને પછીથી આવી પરદારગમનરસિક પ્રદ્યોતને બે સ્ત્રીઓ દ્વારા લલચાવી બાંધી લઈ ગયો :
કરિવિ પઈડુ સહસ્સારુ, નગરી મઝિણ સામિ ! જઈ ન રડતુ તઈ હરઉં, (તઈ) અગ્નિહિં પવિસામિ.
• હે સ્વામી ! સહસ્ત્રકર – સૂર્યને પ્રદીપ કરી અર્થાત્ ધોળે દહાડે નગરીના મધ્યથી તને રડતો જો હું હરી ન જાઉં તો હું અગ્નિમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org