________________
૧૭૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
લેવાત. જેવી રીતે રીતે શોકમાં ભૂષણ ઉતારી નાખવામાં આવે છે તેમ. [રાજસ્થાનમાં આ દુહો આમ મળે છે –
ગોઝારા ગરનાર ! વળામણ વેરીને કિયો,
મરતાં રા' ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો !] (૨૩) જેસલ મોડિ મ બાંહ, વલિ વલિ વિરૂએ ભાવિયાં,
નઈ જિમ નવા પ્રવાહ, નવઘણ વિણ આવઈ નહીં.
• જેસલ(જયસિંહ), [ફરી ફરીને હાથ મોડ – મરડ નહીં. એ વિરૂપ જણાય છે. જેમ નદીમાં નવો પ્રવાહ નવઘન (નવો મેઘ) વગર આવતો નથી તેમ મારા જીવનમાં] નવઘણ વગર બીજો પ્રવાહ આવશે નહીં. • (૨૪) વાઢીત૬ વઢવાણ, વિસારતાં ન વીસરાઈ
સોના સૂિના] સમા પરાણ, ભોગાવહ પઈ તિઈ] ભોગવ્યા.
• હે વઢવાણ (વર્ધમાન) શહેર ! તું (શત્રુઓથી) વઢાયું છે – કપાયું છે તોપણ વિચારતાં પણ વીસરતું નથી. [તેં ભોગાવાના સોના સમા પ્રાણ ભોગવ્યા છે. • ભોગાવહ – ભોગાવર્ત નામની નદી જેને હાલ ભોગાવો કહે છે.
આ સોરઠાઓમાં ક્યાંક-ક્યાંક નવઘન તથા ખેંગાર બંનેને એક જ માનવામાં આવ્યા જણાય છે.
પ્રકરણ ૫ : “પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન)
(૨૫) હેમચન્દ્રની માતાનાં ઉત્તર કર્મ કરતી વખતે કોઈ દ્વેષીઓએ વિમાનભંગ[શબ ઉપાડવાની પાલખીની તોડફોડ]નું અપમાન કર્યું. આથી ક્રોધિત થઈ હેમચન્દ્રજીએ માળવામાં થાણું નાખી પડેલા રાજા કુમારપાળની પાસે આવી ઉદયન મંત્રી અને રાજાને પોતાનો પરિચય કરાવ્યો. હેમચન્દ્ર કહ્યું કે –
આપણાઈ પ્રભુ હોઈય, કઈ પ્રભુ કીજઈ હત્યિ, કર્જ કરવા માણુસહ, બીજઉ માગુ ન અત્યિ.
• કાં તો આપ પોતે] સમર્થ થાઓ કાં તો (કોઈ) સમર્થને હાથમાં [પોતે લ્યો. મનુષ્યોનાં કાર્ય સિદ્ધ) કરવા બીજો માર્ગ નથી. •
(૨૬) એક દિવસ હેમચન્દ્ર કુમારપાલ વિહાર-મંદિરમાં કપર્દી નામના પંડિતના હાથની સહાય લઈ પગથિયાં ચડતા હતા ત્યારે નાચનારીના કંચુકની દોરી પાછળથી ખેંચીને બાંધવામાં આવતી હતી. તે પર કપર્દીએ એક દોહાનો પૂવદ્ધ કહ્યો અને તે જ વખતે હેમચન્દ્ર તેની પૂર્તિ કરી કે :
સોહગિક સહિકંચુયલ, જુત્તઉ તાણુતાડું કરેઇ; પુઠિહિં પચ્છ) તરુણીયણ, જસુ ગુણગહણ કરેઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org