________________
પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન)
*
૧૬૯
• (સિદ્ધરાજને સમુદ્ર તરફ જોતો જોઈ ચારણ કહે છે કે, નાથ ! ચક્રવર્તી ! તમારા ચિત્ત(ની વાત)ને કોણ જાણે છે ? કર્ણના પુત્ર (સિદ્ધરાજ), લિંકાને જલદી લેવા માટે તું માર્ગ નિહાળે છે. •
[લહુ – જલદી]. કરણઉg – કર્ણપુત્ર, રાજસ્થાની કરણોત. પિતાના નામના ગૌરવથી પુત્રને સંબોધન કરવું એ ચારણકવિતા (ડિંગલ)નું પ્રસિદ્ધ લક્ષણ છે.
(૨૦) સિદ્ધરાજ જયસિંહે વદ્ધમાનપુર (વઢવાણ)ના આભીર રાણક – રાણા નવઘન પર ચડાઈ કરી અને કિલ્લાની દીવાલ તોડી તેને દ્રવ્યની વાસણિયો – વાંસડીઓ (થેલીઓ)ના મારથી મારી નાખ્યો. નવઘણની રાણી રાણકદેવીનું શોકવાક્ય એ છે કે :
સઈરૂ નહીં સ રાણ, ન કુ લાઈઉ ન કુ લાઈઇ, સઉ ખંગારિહિં પ્રાણ કિ ન વઈસાનરિ હોમીઇ.
• તે સ્વિર – મનસ્વી] રાણો નથી. કિોઈ એને (પાછો) લાવતું નથી, કોઈ એને (પાછા) લાવશે નહીં.] ખેંગારની સાથે પ્રાણોને વૈશ્વાનર (અગ્નિ)માં કેિમ ન હોયું ? • સઇ - સ્વૈિર, મનસ્વી, વાંસારિ – વેશ્વાનરમાં, રાજસ્થાની સાદર. (૨૧) રાણા સર્વે વાણિયા, જેસલ વડ઼ઉ સેઠિ,
કાછું વણિજડુ માણ્વીયલ, અમ્મીણા ગઢ હેઠિ.
• સર્વ રાણા તો (નાના) વાણિયા છે, જેસલ (સિદ્ધરાજ જયસિંહ) વડો શેઠ છે. શું કેવું વાણિજ્ય – વેપાર અમારા ગઢની હેઠે – નીચે (તેમણે) માંડ્યો છે ! અખ્ખીણા – અમારા, જુઓ ક્ર.૧. (રાજસ્થાનમાં આ દુહો આ રૂપે મળે છે --
અમારા ગઢ હેઠ, કેણે તંબૂ તાણિયા ?
સધરો મોટો શેઠ, બીની સરવે વાણિયા !] (૨૨) તઈ ગરૂઆ ગિરનાર, કહું મણિ મત્સર ધરિઉં,
મારીતાં ખંગાર, એકૂ સિહ ન ઢાલિયઉં.
• હે ગરુઆ – ગુરુ (જબરા) [મોટા, ઊંચા ગિરનાર (પર્વત) ! તે મનમાં શું મત્સર ધર્યો હતો કે ખેંગાર મરાતાં (પોતાનું) એકે શિખર પણ ઢાળ્યું – પાડ્યું નહીં ? • કે જેથી શત્રુ અવળો થયો યા મારા સ્વામીના દુઃખમાં તારી સહાનુભૂતિ જાણી
૩૬. ગિરનારના ચુડાસમા યાદવોની રાજાવલીમાં કેટલાય નવઘણ નામના રાજાઓનો ઉલ્લેખ છે. સંભવિત છે કે તે ચોથો નવઘણ હોય અને ખેંગાર તેનું ઉપનામ હોય. ફાર્બસે રાસમાલામાં ખેંગારને નવઘણનો પુત્ર કહ્યો છે. ખેંગાર અને નવઘણ એ નામ આ રાજાઓમાં અનેક વખત આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org