SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ભોય એહુ ગલિ કડ્ડલઉ, ભણ કેહઉ[મું ભલ્લઉ] પડિહાઈ, ઉરિ લચ્છિહિ મુહિ સરસિનિહિ, સીમ નિબદ્ધી (વિહંચી] કાઈ. • ભોજ ! ભણ – કહે તો ખરો, કે આ (તારા) ગળામાં કાંઠલો (આભૂષણનું નામ) કેવો લાગે છે ? મિને સરસ લાગે છે.] ઉરમાં લક્ષ્મી અને મુખમાં સરસ્વતીની વચમાં આ શું સીમાં બાંધી વિહેંચી] છે ? વિદ્વાન રાજાના મોંમાં સરસ્વતી અને પ્રભુના ઉરમાં લક્ષ્મી, વચમાં કાંઠલો શું થયો ? જાણે કે બંનેના રાજ્યની મર્યાદા બતાવે છે. (૧૭) એક સમય ભોજ વીરચર્યાથી રાત્રે નગરમાં ફરતો હતો ત્યાં તેણે કોઈ દરિદ્રની સ્ત્રીને નીચેનો દોહો બોલતાં સાંભળી : માણસડાં દસદસ દસા, સુણિયઈ લોયપસિદ્ધ, મહ કન્તહ ઈક્ક જ દસા, અવરિ તે ચોરહિં લિદ્ધ. પાઠાંતર : દૈવિહિં નિમવિયાઈ, નવરહિં નિવ ચોરિહિ હરિયાઈ. પાઠાંતરોથી જણાય છે કે આ દોહાના બે પાઠ છે. એકમાં તો “સિદ્ધ-લિદ્ધ' પ્રાસ છે, બીજામાં નિમ્મવિયાઈ – હરિયાઈ’ એમ પ્રાસ છે. • મનુષ્યની દશદશ દશાઓ લોકપ્રસિદ્ધ સંભળાય છે (અથવા દશ દશ દશા દેવતાઓએ બનાવી છે). અર્થાત્ આખા જન્મમાં દશ દશા બદલે છે, પરંતુ મારા કંથની એક જ દશા (દારિય) છે અને બીજી છે (જે હતી) તે ચોરોએ લઈ લીધી (અથવા બીજી નિવ) પણ બીજા[ચોરોએ લઈ લીધી છે.) • સરખાવો : હસ્તિનાં દશવર્ષપ્રમાણા દશ દશાઃ કિલ ભવંતિ. (હર્ષચરિતની સંકેત ટીકા). . (૧૮) મરતી વખતે ભોજે કહ્યું હતું કે સ્મશાનયાત્રા વખતે મારા હાથ નનામી બહાર રાખવા. ભોજનું આ વચન લોકોને એક વેશ્યાએ કહ્યું કે : કસુ કરુ [કેરુ?] રે પુત્ર કલત્ર ધી, કસુ કરુ કિરૂ ?] રે કરસણવાડી, એકલા આઇવો એકલા જાધવો, હાથપગ બહુ ઝાડી. • અરે ! પુત્ર, સ્ત્રી, કન્યા કોના છે ? -ને શું કરશો ?] ખેતીવાડી કોન છે ? -િનું શું કરશો ?] એકલું આવવું છે ને બંને હાથ-પગ ઝાટકીને એકલું જાવું છે. • કસુ કરુ'નો અર્થ ટોનીએ ‘કેનો હાથ એમ કર્યો છે અને શાસ્ત્રીએ “શું કરું એમ કર્યો છે. “પુત્ર કલત્ર” એ બંનેને સંબોધન માન્યા છે અને “ધી” એટલે કન્યાને બંને ભૂલી ગયા છે. કસુ કરુ [કેરુ – સં.કશ્ય કેરક . ' (૧૯) સિદ્ધરાજ જયસિંહ સમુદ્રકિનારે ફરતો હતો. એક ચારણે તેની સ્તુતિની કવિતા કહી તેમાંથી એક સોરઠો આપ્યો છે -- કો જાણઈ તુહ નાહ, ચીતુ સુહા લઉં ચક્કવઇ, લઉં, લહુ લંક હલવાહ, મગ્ન નિહાલઈ કરણઉત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy