________________
‘પ્રબંધચિંતામણિ’માંથી ઉદાહરણો (અનુસંધાન)
તલવાર ભાંગી નહીં, તીખા (તેજી) તુરંગ – ઘોડાનો ઉપભોગ કર્યો નહીં [ઘોડા પર સવારી ન કરી] તેમ ગોરી (યુવતી)ના ગળે વળગ્યો નહીં. શાસ્ત્રીએ ‘ભડિસિર ખગ્ગને એક પદ લઈ અર્થ કર્યો છે ‘ભટ્ટશ્રી ખડ્ગઃ'. ‘તિક્ખા’નો અર્થ ‘તીક્ષ્ણ સ્રીકટાક્ષ’ કર્યો છે, અને ‘તુરિયા'નો અર્થ ‘તૂલિકાદિ શષ્યોપકરણ' (રામાયણની ‘તુરાઈ’, ગુજરાતી ‘તળાઈ’). ટોની ‘તુરિયા'નો અર્થ કર્કશ સ્વરયુક્ત વાજિંત્ર (સં.સૂર્ય) કરે છે.
નગૃહં - નિગ્રહ, સં.નિષ્ફલ. શાસ્ત્રી કહે છે કે ‘નગ્નોહં, હું નાગો છું, દિગંબર છું વા નિગૃહ છું.' ગોરી – નાયિકા માટે સાધારણ શબ્દ છે. હજુ પણ હિન્દી પંજાબી રાજસ્થાની ગુજરાતી ગીતોમાં આવે છે. હેમચંદ્રે પણ આ શબ્દના આ અર્થનો ઉલ્લેખ કર્યો છે.
[અત્યારે રાજસ્થાનમાં પ્રચલિત દૂહો -
જલમ અકારણ હી ગયો, ભડ-સિર ખગ્ગા ન ભગ્ગ,
તીખા તુરી ન માણિયા, ગોરી અને ન લગ્]
(૧૫) ‘પ્રબંધચિંતામણિ’ની એક પ્રતમાં તે હોંશવાળા કુલચન્દ્ર (કે જે કવિ પણ હતા અને જેમને સુંદ૨ કવિતા માટે ભોજે એક સુંદર દાસી આપી હતી)નો એક દોહો બીજો આપ્યો છે કે ઃ
નવજલભરીયા મગ્ગડા, ગયણિ ધડુક્કઇ મેહુ,
ઇત્વન્તરિ જઇ આવિસિઇ, તઉ જાણીસિઇ નેહુ.
•
માર્ગ (મારગડો) નવા પાણીથી (વરસાદના પાણીથી) ભર્યો છે, ગગનમાં મેઘ ધડુકે છે. આ અંતર (અવસર) ૫૨ જો (તું) આવશે તો નેહ જણાશે.
•
મુંજની રસીલી તો વરસાદમાં આવવાનો અસંભવ જાણી ‘ગમાર’ નાયકને તેની પહેલાં જ બોલાવતી હતી પરંતુ કુલચન્દ્ર તે જ વરસાદના સમયમાં આવવાને જ
સ્નેહની પરીક્ષા માને છે.
[આ દુહાનું હાલનું રાજસ્થાની રૂપ
આજ ધરા દિસ ઊનમ્યો મોટી છાંટા મેહ, ભીજી પાગ પધારસ્યો જદ જાણ્યુંલી નેહ. અને સોરઠી રૂપ
Jain Education International
-
•
-
-
૧૬૭
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા.
(૧૬) ભોજે સભામાં બેસી ગુજરાતીઓના ભોળપણની હાંસી કરી. તેમાં ગુજરાતના એક માણસે કહ્યું કે અમારા ગોવાળિયા ભરવાડ પણ આપના પંડિતો કરતાં ચડી જાય તેવા છે. આ સમાચાર જાણી ગુજરાતના રાજા ભીમ(સોલંકી)એ એક ગોવાળ ભોજની પાસે મોકલ્યો. તેણે તે રાજાને એક દોહો સંભળાવ્યો જેથી રાજાએ તેને સરસ્વતીકંઠાભરણ ગોપની ઉપાધિ આપી.
For Private & Personal Use Only
www.jainelibrary.org