SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ કાણી ચેટી સાપિ વિદુષી વરાત્રી રાજનું મને વિદ્યjજે કુટુમ્બમ્. • બાપ પણ વિદ્વાન છે, બાપનો પુત્ર પણ વિદ્વાન્ છે; મા વિદુષી પંડિતા છે, માની બેટી પણ વિદુષી છે, બિચારી કાણી દાસી છે તે પણ વિદુષી છે. રાજનું ! માનું છું કે કુટુંબ વિદ્યાનો પુંજ છે. • બાપ – પિતા. આ દેશી શબ્દ છે, પરંતુ હેમકોશના શેષકાંડમાં સંસ્કૃત માનેલો છે. પ્રબંધચિંતામણિમાં તેનું સંસ્કૃત રૂપ “વમૃ' (વણા - બીજ વાવનાર) પણ આવ્યું છે (પૃ.૩૦૧) (જુઓ ના...પત્રિકા, ભાગ ૧, અંક ૩, પૃ. ૨૪૯, ટિપ્પણ ૧૬). આઈ - મા, માતા (મરાઠી આઈ), ધુઆ – પુત્રી, સં.દુહિતા, પંજાબી પી. (૧૨) રાજાએ તેમાંથી જ્યેષ્ઠની પત્નીને સમસ્યા કરી કે “કવણ પિયાવી ખીરુ ?” તેણે તેની પૂર્તિ કરી કે : જઈયહ રાવણુ જાઈયઉં, દહમુહ ઈજ્જુ સરીરુ, જણણી વિયમ્ભી [વિસ્મીએ ચિત્તવઈ, કવણુ પિયાવઉ ખીરુ. • જ્યારે રાવણ દશ મુખ અને એક શરીરવાળો જન્મ્યો ત્યારે માતા અચંબામાં (આવી) ચિંતવે છે કે કયા (મુખ)ને દૂધ પિવરાવું ? • (જુઓ આ દોહો સોમપ્રભ ક્ર.૩૪.). જાઈયઉ – જાયો, રાણી જાયો, રાયજાયો, રાયજાદો. વિયમ્ભી [ વિખ્ખીએ ? – વિસ્મિતા. ખીર – સં.ક્ષીર, દૂધ. સિંધીમાં “ખીર અત્યિ ?'=દૂધ છે ? (૧૩) બીજી સમસ્યા એ કરી કે, “કંઠિ વિલુલ્લાં કાઉં ?' આની પૂર્તિ કાણી ચેટીએ એવી રીતે કરી કે : કવણવિહિ વિરહકરાલિઅઈ, ઉઠ્ઠાવિયઉ વરાઉ, સહિ અચ્ચમ્મુઅ દિઠ મઈ, કંઠિ વિલુલ્લઈ કાલે ? • કોઈ વિરહથી દુઃખિત સ્ત્રીએ બિચારાને ઉડાવ્યો. હે સખી ! મેં આ અતિ અચરજ જોયું કે [કાગડી કંઠમાં (વલય) ઉછાળે છે / ઝુલાવે છે (?)]. (જુઓ આ દોહો બીજા રૂપમાં સોમપ્રભ ક્ર.૩પ.) (૧૪) એક સમયે ભોજ રાત્રે નગરમાં ફરતો હતો ત્યાં એક દિગંબરને એક ગાથા બોલતા સાંભળ્યો. બિચારો તે દિગંબર તો થઈ ગયો હતો, પણ મનની હોંશ પૂરી થઈ નહોતી. બીજે દિને ભોજે તેને બોલાવ્યો અને તેનો મનસૂબો જાણી પોતાનો સેનાપતિ બનાવ્યો. પછી તે કુલચન્દ્ર અણહિલપટ્ટન જીતી જયપત્ર પ્રાપ્ત કર્યું. આ ગાથાનો દોહો એ છે કે : એક જમ્મુ નગ્નેહ ગિયઉં, ભડસિરિ ખગુ ન ભમ્મુ, તિખા તુરિયા ન માણિયાં [વાહિયા], ગોરી ગલિ ન લગુ. • આ જન્મ નકામો ગયો, (કારણકે) ભડ(વીર)ના શિર પર મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy