SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધચિંતામણિમાંથી ઉદાહરણો (અનુસંધાન) ૧૬૫ આદિ દોહા બીરબલના જ છે, હુલસીવાળી યુક્તિપ્રયુક્તિ ખાનખાના અને તુલસીદાસ વચ્ચે થઈ હતી – ઈત્યાદિ વાતોના ઐતિહાસિક પ્રમાણ સિવાય બીજું કયું પ્રમાણ છે ? ૨૩૪. તે પ્રમાણે એ માનવાનું છે કે અગિયારમી શતાબ્દીના બીજા ચરણમાં પ્રસિદ્ધ વિદ્યાપ્રેમી ભોજનો કાકો પરમાર રાજા મુંજ જૂની હિન્દી-જૂની ગુજરાતીનો કવિ પણ હતો. એક બીજું પ્રમાણ છે કે હેમચન્દ્રના વ્યાકરણમાં જે અપભ્રંશનાં ઉદાહરણ આપ્યાં છે તેમાં એક દોહો એ છે કે : બાહ બિછોડવ જાહિ તુહું, હઉં તેવંઈ કો દોસુ, હિયઅઠિય જઈ નીસરહિ, જાણઉં મુંજ સરોસુ. અર્થાત્ બાંય વિછોડી – અલગા કરી તું જાય છે, હું પણ તેવી રીતે જાઉં છું (તેમાં) શું - કયો દોષ છે ? હૃદયમાં સ્થિત થયેલ જો (4) નીકળી જાય, તો મુંજ (કહે છે કે હું) જાણું (કે તું) સરોષ છો. ચોથા ચરણનો આ પણ અર્થ થઈ શકે છે કે તો હું જાણું કે મુંજ સરોષ છે', આ બીજો અર્થ સીધો જણાય છે પરંતુ મુંજની કવિતાઓમાં નામ આપવાની રીત જોતાં પહેલો અર્થ પણ અસંભવિત નથી. [તો હે મુંજ, હું જાણું કે તું સરોષ છે' એમ અર્થ લેવો વધારે ઘટિત છે. જુઓ આ પૂર્વે હેમચન્દ્રીય અપભ્રંશ દુહા ક.૧૬૨. આ દોહો હેમચન્દ્ર પહેલાનો છે. આથી બે જ પરિણામ આવી શકે છે : એક તો એ કે સૂરદાસ(?)ના બાંહ છુડાએ જાત હો, નિબલ જાન કે મોહિ, હિરદે સે જબ જાદુગે, તો મેં જાનીં તોહિ. એ દોહાનો પિતામહ “બાહ બિછોડવિ આદિ દોહાનો કર્તા રાજા મુંજ હતો અને આ મુંજના નામથી અંકિત દોહો સં.૧૧૯૯ (કુમારપાલના રાજ્યાભિષેકનો સમય કે જે પહેલાં તો હેમચન્દ્રનું વ્યાકરણ રચાયું હતું)થી પહેલાં પ્રચલિત હતો. બીજું પરિણામ એ કે જો બીજો અર્થ લઈએ તો જે નાયિકાએ લપસણી ભૂમિવાળો દોહો (ઉપર ક્રમાંક ૩નો) મુંજને લખ્યો હતો તેની કૃતિ આ પણ હોય. બંને અવસ્થાઓમાં કાં તો મુંજને કવિ માનવો પડશે, અને કાં તો આ દોહાઓને તેના સમયમાં રચાયેલા માનવા પડશે. ઓછામાં ઓછું એ તો માનવું પડશે કે આ દોહા સં.૧૧૯૯ (“પૃથ્વીરાજ રાસોના કલ્પિત સમયથી ૫૦ વર્ષ પહેલાંથી કેટલોક સમય પહેલાંની રચના છે જેથી તે સમયે કાં તો મુંજે રચેલો અને કાં તો મુંજને પ્રેષિત થયેલો માનવામાં આવતો હતો. મુંજ અને મૃણાલવતી વિશેના આ બધા દુહા લોકપ્રચલિત અજ્ઞાતકર્તક દુહા હોવાનો સંભવ વધારે છે.] (૧૧) ભોજને ત્યાં એક સરસ્વતી કુટુંબ આવ્યું કે જેની ખબર ભોજના સેવક સંસ્કૃત-દેશીથી મિશ્રિત એક શ્લોક બનાવી આપી : બાપો વિદ્વાન બાપપુત્રોડપિ વિદ્વાનું, આઈ વિદુષી આઈધુઆપિ વિદુષી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy