________________
૧૬૪
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
પ્રકરણ ૪ : ‘પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન)
::
૨૩૨. રાજા મુંજ એ જૂની હિન્દી-ગુજરાતીનો વિ : ધારનો પરમાર રાજા મુંજ તે, વાતિરાજ બીજો, ઉત્પલરાજ, અમોઘવર્ષ, પૃથ્વીવલ્લભ અથવા શ્રીવલ્લભ. તેણે કલ્યાણના સોલંકી રાજા તૈલપ બીજા પર ચઢાઈ કરી અને તૈલપે તેને હરાવી નિર્દયતાથી માર્યો એ તો ઐતિહાસિક સત્ય છે, કારણકે ચાલુક્યોના બે લેખોમાં આ વાતનો સાભિમાન ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંજના મંત્રીનું નામ રુદ્રાદિત્ય હતું તે તેના વિ.સં.૧૦૩૬ (ઈ.સ.૯૭૯)ના દાનપત્રથી પ્રકટ છે. મુંજનું પ્રથમ દાનપત્ર સં.૧૦૩૧નું છે અને તેનું મૃત્યુ તેના રાજકાલમાં દિગંબરાચાર્ય અમિતગતિએ ‘સુભાષિતરત્નસંદોહ’ પૂર્ણ કર્યો તેના વિ.સં.૧૦૫૦થી અને તૈલપના મૃત્યુ સંવત્ ૧૦૫૫ની વચ્ચે થયેલું હોવું ઘટે. આ રાજા મુંજ વિક્રમની અગિયા૨મી શતાબ્દીના બીજા ચરણમાં હતો. (મુંજ તથા ભોજના કાનિર્ણય માટે જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા, નવીન સંસ્કરણ, ભાગ ૧, અંક ૨, પૃષ્ઠ ૧૨૧થી ૧૨૫, અને ગૌ.હી. ઓઝાજી કૃત ‘સોલંકિયોંકા ઇતિહાસ', પ્રથમ ભાગ, પૃ.૭૬થી ૮૦) ‘પ્રબંધચિંતામણિ'માં લખ્યું છે કે મુંજને મારી નાંખવાના સમયે તેણે કહ્યું હતું કે ‘લક્ષ્મી ગોવિંદ પાસે ચાલી જશે, વીરશ્રી વીરોને ઘેર ચાલી જશે, પરંતુ યશઃપુંજ એવો મુંજ મરી જતાં સરસ્વતી નિરાલંબ થશે.” આ મુંજની રચના ન હોય ને તે સમયના કોઈ કવિની હોય, છતાં એમાં તો સંદેહ નથી કે તે વિદ્યા અને વિદ્વાનોનો અવલંબ - આધાર હતો. તેના સમયમાં ઉપર જણાવ્યા પ્રમાણે અમિતગતિએ ‘સુભાષિતરત્નસંદોહ' એ ગ્રંથ બનાવ્યો. સિન્ધુરાજનાં કીર્તિકાવ્ય, ‘નવસાહસાંકચરત'ના કર્તા પદ્મગુપ્ત, ધનપાલ (‘તિલકમંજરી’ના કર્તા પ્રસિદ્ધ જૈન કિવ), ‘દર્શરૂપ’ના કર્તા ધનંજય અને તેના ટીકાકાર હલાયુધ તેના સમયમાં હતા. પ્રબંધોમાં અને સુભાષિતાવલીઓમાં મુંજના બનાવેલા કેટલાયે શ્લોક આપ્યા છે અને ક્ષેમેન્દ્ર કે જે મુંજ પછી ૫૦ વર્ષે થયા છે તેમણે મુંજનો એક શ્લોક ઉષ્કૃત કર્યો છે.
૨૩૩. હવે એ પ્રશ્ન ઊઠે છે કે જે દોહાઓની વ્યાખ્યા ઉપર કરવામાં આવી છે તે શું મુંજે સ્વયં બનાવ્યા છે ? ઉપ૨ના ૧૦મા ક્રમાંકના દોહાની વ્યાખ્યામાં શાસ્ત્રી કહે છે કે તે રિપુનારીવાક્ય' છે, પરંતુ તેમાં મુંજે પોતાને જ સંબોધન કર્યું હોય તો તેમાં શું નવાઈ છે ? ‘પ્રબંધચિંતામણિ’કારના સમય (સં.૧૩૬૧) સુધી તો આ ઐતિહાસિક વાત હતી કે દોહા મુંજના છે. જે શ્લોક બીજા કવિઓના બનાવેલા જાણવામાં આવ્યા છે અને આ પ્રબંધકારોએ બીજા કવિઓ યા રાજાઓને શિરે ચડાવ્યા છે તે કારણે આવા પ્રસિદ્ધ દોહા પર સંદેહ કરી શકાતો નથી. આવા દોહા દંતકથામાં રહી જાય છે અને દંતકથાઓ સિવાય તેની રચનાના સંબંધમાં કોઈ પ્રમાણ નથી. વીકાનેરના પૃથ્વીરાજે રાણા પ્રતાપ ૫૨ સોરઠા લખી મોકલ્યા, માનસિંહને અકબરે ‘સભી ભૂમિ ગોપાલકી'વાળો દોહો લખી મોકલ્યો, નરહરિ કવિનો ‘અરિહુ દંત તૃન ગહ’િવાળો છપ્પો અકબર આગળ મૂકવામાં આવ્યો. બ્રહ્મ ભનૈ સુન શાહ અકબ્બર'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org