________________
‘પ્રબંધચિંતામણિ’માંથી ઉદાહરણો
કરિ=પંજાબી ખાઈ કરી=સં.ખાદ્ય કર્ય (!). ગુજરાતી ‘ઈ’ તથા ‘ઈને’ પ્રત્યય છે જેમકે ખાઈખાઈને, બોલી-બોલીને, આવી-આવીને, સુણી-સુણીને.
(૭) ગય ગય રહ ગય તુરંગ ગય, પાયક્કડા નિ ભિચ્ચ, સòિય કિર મન્ત્રણઉં મુર્હુતા રુદ્દાઇચ્ચ.
(જેના) ગજ, રથ, ઘોડા, પાયદળ [એટલે ચતુરંગ સેના અને નોકર ચાલ્યા ગયા છે (તેવા મુંજને) હે સ્વર્ગસ્થિત [મંત્રી (મહેતા)] રુદ્રાદિત્ય ! બોલાવી લે.
.
ભિચ્ચ - નૃત્ય, નોકર. સગ્ગહ્વય – સ્વર્ગસ્થિત, કરિ કર (આજ્ઞા) મન્ત્રણ – (આ)મંત્રણ, વાત કરવી, બોલાવવું.
(૮) મુંજ શેરીઓમાં ભીખ માગતો ફરતો હતો. પહેલાં કેદીઓનું આવું અપમાન કરવામાં આવતું હતું. કોઈ સ્ત્રીએ [પોતાનાં પાડરૂને] છાસ પિવરાવી અને અભિમાન ઘમંડથી માથું હલાવી ભીખ ન આપી. મુંજ બોલ્યો :
ભોલિ મુન્ધિ મા ગવુ કરિ, પિિિવ પઙયાઈ, ચઉદસઇ સઈ છહુત્તરઈ, મુંજહ ગયહ ગયાઈ.
હે ભોળી ! હે મુગ્ધા ! [તારાં પાડરૂ (ભેંસનાં બચ્ચાં)] જોઈ ગર્વ મ કર; ચૌદસો છોંતેર મુંજના હાથી (ચાલ્યા) ગયા. •
મુન્ધિ – સં.મુગ્ધા. મારવાડીમાં મૂર્ખને ‘મોંધા' કહે છે.
-
(૯) જા મતિ પચ્છઇ સંપજ્જઈ, સા મતિ પહિલી હોઇ,
૧૬૩
મુંજ ભણઈ મુણાલવઇ, વિઘન ન વેઢઇ કોઇ.
•
જે મતિ પછી સાંપડે છે તે મતિ પહેલી થાય તો, મુંજ કહે છે કે, હે
મૃણાલવતી ! વિઘ્ન કોઈને ઘેરે નહીં [વિઘ્ન કોઈ ૫૨ આવી પડે નહીં].
•
વેઢઇ – ઘેરે, [સં.વેષ્ટતે]. પંજાબીમાં વેડા – ઘેરેલું મકાન, જનાનો. વેડી પૂરી - વચમાં કચોરીની પેઠે ભરેલી પૂરી. ટોની એ અર્થ કરે છે કે “કોઈ (મારા માર્ગમાં) વિઘ્ન નાખતું નથી.”
(૧૦) સાય૨ખાઇ લંકગઢ, ગઢવઇ દસિસિર રાઅ,
ભર્ગીક્ખય સો ભજ્જિ ગય, મુંજ મ કરિ વિસાઅ.
• સાગરની ખાઈ, લંકાનો ગઢ અને ગઢપતિ દસ માથાનો રાજા
-
(રાવણ) – ભાગ્યનો ક્ષય થતાં તે ભાંગી ગયા, નષ્ટ થયા (તો) હે મુંજ !, વિષાદ – ખેદ મ કર..
ગઢવઇ - ગઢપતિ. ‘ગઢવી’ એ શબ્દ પણ તે ૫૨થી છે કે જેઓ મૂળ ગઢની રખેવાળી કરતા હોવા ઘટે. આ ગઢવીની જાત કાઠિયાવાડમાં છે. સરખાવોઃ ચક્રપતિ - ચક્કવઇ – ચકવે. ભજ્જિ ગય તૂટી ગયા, ભાંજી ભાંગી ગયા. એમાં ‘ભં’ ધાતુ છે. સંસ્કૃતમાં ‘ભગ્નનો અર્થ તૂટેલું, ભાંગેલું, હારેલું થાય છે તે પરથી હિંદીમાં ‘ભાગના’ થયું છે. આગળ જુઓ ‘અહ ભગ્ગા અમ્હ સખા' આદિ.
-
૧૦.૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org