________________
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
• જેણે દુષ્કર્મોને દુર્દલિત કર્યા છે (એવા) પંચ ગુરુઓને નમસ્કાર કરી સંક્ષેપમાં પદ અને અક્ષરો દ્વારા શ્રાવકધર્મને કહું છું – આખ્યાન કરું
પિણ પૂર્વકાલની ક્રિયા વિભક્તિ છે અને ‘કમ્' તથા ‘ધમ્મુમાં “ઉ” છે તે કર્મકારક-સૂચક છે.
સુણ દેસણ જિય ! જેણ વિણ, સાવયગુણ ણવિ હોઇ, જહ સામગ્નિ વિવજિજયહ, સિજઝઈ કજૂ ન કોઈ.
• હે જીવ ! દર્શનને સાંભળો, જેના વિના શ્રાવકના ગુણ હોય નહીં (કેવી રીતે ?) જેવી રીતે યોગ્ય) સામગ્રી છોડીને (રહિત) કોઈ કાર્ય સીઝતું – સિદ્ધ થતું નથી. • ‘ણવિમાનો ‘વિ પાકની પૂર્તિ માટે અથવા ‘ન' પર જોર દેવા માટે વપરાયો છે.
સચ્ચ સયણ વિજાણિયહ, ધમ્મુ ણ ચઢઈ મણે વિ, દિણયર સઉ જઈ ઉગ્નમઈ, ઘૂવઉ અંધઉ તો વિ.
• તે સત્યથી વિશેષપણે જાણીને (જાણ્યા છતાં) ધર્મ મન ઉપર ચડતો નથી, જો સો દિનકર – સૂર્ય ઊગે, તોપણ ઘુવડ આંધળું હોય છે. •
મન ઉપર ચઢવું – ગળે ઊતરવું, કોઈ વાત પૂરી જાણી લેવી એ અર્થમાં હાલની આપણી ભાષામાં વપરાય છે. આ વાણીવ્યવહાર અને ઘુવી – ઘુવડ એ શબ્દ સર્વથા દેશી છે.
અંચઈ ગુરુવર્ણકુઈ, મેલિ મ ઢિલ્લઉ તેન, મુહ મોડલ મણ-હત્યિયઉં, સંજયભર તરુ જેન.
• ગુરુવચનરૂપી અંકુશોથી ખેંચ, તે માટે ઢીલું મેલીશ – મૂકીશ મા - મન ! તું ઢીલું પડીશ મા. હે મનરૂપી હાથી ! સંયમભારરૂપી તરુ – ઝાડ પ્રત્યે મોં ફેરવ ! • આમાં ખેંચે છે, “ઢીલું મેલ મા – મૂક મા', “મોં મોડ – ફેરવ” એ આપણી
૭. જૈનો પાંચ પરમ ઈષ્ટને પૂજે છે ઃ અહંન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ. આને જૈન ધર્મમાં પંચ પરમેષ્ઠી' કહે છે. અહંન્ત એટલે તીર્થકર. સર્વ આત્મઘાતી કર્મોને દૂર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લોકોને બોધ આપી ધર્મના પ્રવર્તક. સિદ્ધ એટલે સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ - મુક્તિ પ્રાપ્ત કરનાર. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ કંચનકામિનીના ત્યાગી વૈરાગીના ચડતાઊતરતા પ્રકાર છે.
૮. દર્શન’ એ નામ જૈન ધર્મમાં શ્રદ્ધા, વિશ્વાસ, યકીનને આપેલું છે. જેનમાં મોક્ષ પ્રાપ્ત થવા માટે સમ્યગુ દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ ત્રણે એકીસાથે કહ્યા છે અને ત્રણને રત્નત્રય' કહેવામાં આવે છે. આ રત્નપત્રમાં પહેલું રત્ન દર્શન છે કે જેના હોવા વગર કોઈ ધર્મવાનું કહી શકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org