________________
તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય
પ૩
| યોગીન્દ્રદેવ અને યોગીન્દ્ર મુનિ એક જ છે એમ ડૉ. ઉપાધ્યએ સિદ્ધ કરેલ છે. તેમણે મૂળમાંના “જોઈન્દુને આધારે -એમનું “યોગીન્દુ’ એવું નામ આપેલ છે. ડૉ. ઉપાધ્યએ યોગીન્દુનો સમય ઈ.સ. છઠ્ઠી-સાતમી (સંવત સાતમી-આઠમી) શતાબ્દી માનેલ છે.]
“પરમપ્રયાસુ (પરમાત્મપ્રકાશ') ડૉ. એ. એન. ઉપાધ્ય સંપાદિત મુંબઈથી ૧૯૩૭માં પ્રકાશિત થયેલ છે તેમાં પરિશિષ્ટ રૂપે “યોગસાર' છપાયેલ છે.]
૧૧૧. દશમી સદીમાં દોહાની રચના થતી હતી એવું માલૂમ પડે છે, પણ તે જોઈએ તેવી સર્વત્ર પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા પામી નહોતી એ પણ સાથેસાથે જણાય છે.
દેવસેન આચાર્યે દર્શનસાર, નયચક્ર, ભાવસંગ્રહ, આરાધનાસાર અને તત્ત્વસાર નામના પ્રાકૃત ગ્રંથ રચેલા તે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તે પૈકી ‘દર્શનસારની રચના વિ.સં.૯૯૦માં ધારાનગરીના શ્રી પાર્શ્વનાથ ચૈત્યાલયમાં સમાપ્ત થયાનું તેની પ્રશસ્તિ પરથી સ્પષ્ટ જણાય છે, તેથી આ આચાર્યનો સમય દશમી સદીમાં થવાનું નિશ્ચિત છે. “તેમણે “નયચક્ર' નામનો ગ્રંથ દોહા છંદમાં એટલે તે સમયની અપભ્રંશ-પ્રાકૃત ભાષામાં રચ્યો હતો પરંતુ તેના સમયમાં સમાલોચકોને તે છંદ પસંદ ન પડ્યો તેથી તેમના શિષ્ય માઈલ ધવલે તેના દોહાને ગાથાઓમાં ફેરવી નાખ્યા. આ વાત તે ગ્રંથની બે છેલ્લી ગાથાઓ પરથી વિદિત થાય છે :
સુણિઊણ દોહાસ€ સિગ્ધ હસિકણ સુહકરો ભણઈ, એન્થ ણ સોહ) અલ્યો, ગાહાબંધણ તું ભણહ.
• દોહાબદ્ધ ગ્રંથને સુણીને શીધ્ર શુભંકરે હસીને કહ્યું, આ (છંદ)માં અર્થ શોભતો નથી તેથી ગાથાબદ્ધ કરો. •
દવ્વસહાવાયાસે દોહયબંધેણ આસિ જે દિઠું, તે ગાહાબંધેણ રઇયું માઈલધવલેણ.
• સ્નેહથી આ દ્રવ્યસ્વભાવનો પ્રકાશ (ગ્રંથ) કે જે પહેલાં દોહાબદ્ધ જોવામાં આવ્યો હતો તે માઈલ ધવલે ગાથાબદ્ધ રચ્યો. •
૧૧૨. “દોહા છંદનો તે વખતે સામાન્યપણે નવો નવો જ પ્રયોગ હતો તેથી શુભંકર મહાશયે તેને પસંદ ન કર્યો. આ દોહાબદ્ધ ગ્રંથ હમણાં મળતો નથી. કોણ. જાણે આ જાતના બીજા કેટલાએક ગ્રંથો આવા શુભંકરોની કૃપાથી નષ્ટ થયા હશે.” (ગુલેરીજી, ના.પ્ર.પ., ભા. ૨-૩, પૃ. ૨૪૧-૨૪૩).
૧૧૩. આ સર્વ ગ્રંથોથી જુદો. એક અશ્રુતપૂર્વ ગ્રંથ નામે “શ્રાવકાચાર' દેવસેનસૂરિએ રચેલો કારંજાના ભંડારમાં ઉપલબ્ધ થયો છે. આમાં લગભગ ૨૫૦ દોહામાં ગૃહસ્થ ધર્મનું વર્ણન છે, તેમાંથી અહીંથી તહીંથી બે-ચાર દોહા લઈએ :.
મકારેપિણુ પંચગુરુ, દૂરિદલિયદુહકમ્મુ, સંખેવે પયમ્બરહિ, અમ્બમિ સાવયધર્મો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org