SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૫૫ દેશી ભાષામાં રૂઢ છે. એહુ ધમ્મુ જો આયરઈ, ચકવણહ મહ કોઈ, સો શરણારી ભવ્યયણ, સુરગઈ પાવઈ સોઇ. • એહ ધર્મ જે આચરે, ચર્તુવર્ણમાં કોઈ, તે નરનારી ભવ્યજન, સુરગતિ પામે તેહ. • ૧૧૪. આ “શ્રાવકાચાર'ની ભાષા જોતાં તે દશમી સદી, જેટલી જૂની ન લાગે અને તેથી તેના અને ‘નયચક્રના કર્તા ભિન્નભિન્ન દેવસેનસૂરિ હોઈ શકે, પરંતુ ‘નયચક્ર'ની છેલ્લી બે ગાથા પરથી એમ તો જણાય છે કે દેવસેનસૂરિએ દોહામાં રચના કરી હતી, અને “શ્રાવકાચાર' દોહામાં છે તો તે પણ તેમની જ કૃતિ હોઈ શકે. તેમ હોય તો પછી દશમી સદી જેટલી જૂની ભાષા તેમાં નથી જણાતી તેનું કારણ તેની મૂળ ભાષામાં પછીથી ફેરફાર બીજા હાથે થયો હોવો જોઈએ એમ માનવું ઘટે. અહીં નોંધાયેલ “શ્રાવકાચાર' તે ડૉ. હીરાલાલ જૈન સંપાદિત “સાવયધમ્મદોહા” (“શ્રાવકધર્મદોહા') કારંજા જૈન પબ્લિકેશન સોસાયટી, કારંજા દ્વારા ૧૯૩૨માં પ્રકાશિત થયેલ છે તે જ જણાય છે.] ૧૧૫. વટગચ્છના જિનચંદ્રસૂરિશિષ્ય શ્રીચંદ્રસૂરિશિષ્ય હરિભદ્રસૂરિનું નેમિનાચરિય’ સં.૧૨૧૬ના કાર્તિક સુદ ૧૩ ને દિને અણહિલવાડ નગરે કુમારપાલના રાજ્યમાં પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં ૮૦૩૨ શ્લોકમાં સંપૂર્ણ થયું છે, અને તે નવ લીટીના રહું યા વસ્તુ છંદમાં છે. તેના પહેલા ભાગમાં અરિષ્ટનેમિ અને રાજિમતીના નવ પૂર્વભવોનું વર્ણન છે અને પછી તેનાથી નાના બીજા ભાગમાં આ તીર્થંકરનું ચરિત્ર છે કે જેમાં કૃષ્ણ અને પાંડવોનાં ચરિત્રો ઓતપ્રોત છે. આ ગ્રંથ ડૉ. જેકોબી સંશોધિત કરી પ્રગટ કરવાના છે તેથી અપભ્રંશ ભાષા અને સાહિત્ય પર અવનવો પ્રકાશ પડશે. તેનો આરંભ આ પ્રમાણે છે : દુહ વિપડિયકરણ આયારુ દુહદંસિયધમ્મનિહિ દુહનમંતપયવિહવધાવણ દુહામણાણંદયરુ દુહસુવરણપ્રહાવણ મહ સુહુ વિયરી વિમલગુણરાસિજલહિરયહિંદુ પણયસુરાસુરનરનિયરકયથઇ રિસહજિબિંદુ. વિશેષ માટે જુઓ જેસલમેર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિ (ગા.ઑ.સિ. નં.૨૧) પૃ. ૨૭. [નેમિનાહચરિલ' (નેમિનાથચરિત') ડૉ. ભાયાણી અને પ્રો. મોદી સંપાદિત બે ભાગમાં લા. દ. ગ્રંથમાળામાં અમદાવાદથી ૧૯૭૦ અને ૧૯૭૧માં પ્રકાશિત થયેલ ૧૧૬. સં. ૧૨૩૮માં સિદ્ધરાજના સમકાલીન વાદિ દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિ (“રત્નાવતારિકાના કતા)એ “ઉપદેશમાલા” પર “દોઘટ્ટીવૃત્તિ' રચી છે તેમાં કેટલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy