________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
આ વિ મૂલરાજ પહેલાના સમયમાં થયા છે. તેમની છેવટની સંસ્કૃતમાં પ્રશસ્તિ છે તે ૫૨થી જણાય છે કે કુંદકુંદાચાર્યના ગણની પરંપરામાં શ્રીકીર્તિ શિષ્ય શ્રુતકીર્તિ શિષ્ય ગુણાકરકીર્તિ શિષ્ય વીરચંદ્રના તેઓ શિષ્ય હતા અને તેમણે આ ગ્રંથ મૂલરાજ રાજાના ગોષ્ઠિક (સલાહકા૨ક મંત્રી) અને અણહિલપુરના વતની પ્રાગ્ધાટ જ્ઞાતિના સજ્જનના પુત્ર કૃષ્ણના કુટુમ્બ માટે રચ્યો હતો.
३८
૧
૭૮. તેમની ભાષા ધવલ આદિ કવિઓ જેવી છે, પરન્તુ છંદ કંઈક ભિન્ન છે. પણવેપ્પિપણુ જિષ્ણુ સુવિસુદ્ધમઇ, ચિંતઇ ભણિ મુણિ સિરિશ્ચંદુ કઇ, સંસાર અસારુ સવ્વુ અથિ, પિય-પુત્ત-મિત્ત માયાતિમિરુ. ખિણ દીસઇ ખિણ પુણુ ઉસ્સરઇ, સંપય પુણુ સંપહે [સપ્પહો ?] અણુહરઇ; જોબણુ ગિરિવાહિણિ-વેયગ, લાયગ્નુ વણુ કરસલિલ સઉ. ૨ જીવિઉ જલબુબ્લુય-ફેણ-ણિ, હિરજાલુ વ રજ્જુ અ વજ્જુ ગિહુ.
વિશુદ્ધમતિ જિન (ભગવાન)ને પ્રણામ કરીને મુનિ શ્રીચંદ્ર કવિ ચિત્તમાં ભણે - ચિંતવન કરે છે કે સંસાર અસાર અને સર્વ અસ્થિર છે.
-
•
પ્રિય પુત્ર મિત્ર માયાના અંધકાર સમાન છે. ક્ષણમાં દીસે, વળી ક્ષણમાં ઓસરી જાય ચાલી જાય (એવી) સંપત્તિ વળી ‘સાપ’ને અનુસરતી સરખી છે. જોબન ગિરિ એટલે પર્વતની વાહિની – નદીના વેગ પેઠે જનારું છે, લાવણ્યવર્ણ – કાન્તિ હાથમાંના પાણી જેમ નાશવંત છે. જીવન જલના બુદ્ધ્દ – પરપોટાના ફીણ જેવું છે, અને રાજ્ય ઇંદ્રજાલ સમાન છે, ઘર ત્યજવાલાયક છે.)
૭૯. ઘુવડ અને હંસની એક કથાનો પ્રારંભ જોઈએ :
મગહામંડલ પય-સુહય-રમ્મિ, પયપાલુ રાઉ પાડલિપુરમ્ય, તત્યેવ એક્કે કોસિઉ ઉયારિ, નિવસઇ મયાવિ ગોઉદુવારિ, સ કયાઈ રાયહંસહ સમીવુ, ગઉ વિહરમાણુ સુરસિંરહે દીવુ, એક્કેણ તત્વ કય-સાગએણ, પુચ્છિઉ હંસે વયસાગએલ. ભો મિત્ત ! તેં સિ કો હસુ એત્યુ, આઉમિ પએસહો કહો કિમત્યુ, ઘયરહો વયણુ સુણેવિ ઘઉં, ભાસઇ હઉં ઉત્તમ-કુલ-પસૂઉ. કયસાવાણુગ્ગહવિહિ પયાસુ, આયહો પહુ ! પુહઇ મંડલાસુ; વસત્તિ સવ્વ સામંત-રાય, ભડું [?] વયણુ કતિ કયાણુરાય. કીલાઇ ભમંતઉ મહિ પસત્ય, તુમ્હે નિએવિ આઊમિ એત્ય; ઇય વયહિં પરઊસિઉ મરાલુ, વિણએણ પયંપિઉ મઇવિસાલુ.
=
·
સુખદ અને રમ્ય પ્રદેશોવાળા મગધમંડલમાં પાટિલપુરમાં પ્રતિપાલ રાજા (હતો). ત્યાં જ (તેના) એક કોટના ગોપુરદ્વાર – દરવાજામાં એક જાગતો (ઉયાર) અને માયાવી ઘુવડ વસતો હતો. તે એક દિવસે વિહરતો-વિહરતો સુરસદેશ દ્વીપમાં રાજહંસો સમીપ આવી લાગ્યો. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૩
૪
૫
www.jainelibrary.org