SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય અને કેશવ(ભટ્ટ) નામના મારાં માતાપિતા સુખનાં ધામ બનો. • [‘ણાયકુમા૨ચિર’(‘નાગકુમારચિરત’) ડૉ. હીરાલાલ જૈન સંપાદિત બલાત્કારગણ પ્રકાશક મંડલ, કારંજા દ્વારા ૧૯૩૩માં પ્રકાશિત થયેલ છે. ‘યશોધરરિત’ અને ‘નાગકુમારચરિત’ બન્ને હિંદી અનુવાદ સાથે ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હીથી પણ ૧૯૪૪માં પ્રકાશિત થયેલ છે.] ૩૭ ૭૫. તેમનાં ‘પુરાણો’માંથી વિશેષ હકીકત મળે છે તે એ છે કે મેવારી (મેલપાટી અથવા માન્યખેટ)ની વાડીમાં લાંબા પ્રવાસથી શ્રમિત થઈને અને પોતાને થયેલ અપમાનથી ખિન્ન થઈ પોતે થાક લે છે. તે નગરના બે જનો તેને લઈ રાજા શુમતુંગદેવ (વલ્લભરાય)ના મંત્રી ભરત સાથે ઓળખાણ કરાવે છે. ભરત પોતાના મંદિરમાં રાખી તેમની કાવ્યપ્રતિભાથી મુગ્ધ થઈ ‘મહાપુરાણ’ લખવા પ્રેરે છે. કવિ તેના આ આશ્રયદાતાનો ઉપકાર પોતાના આ વી૨૨સકાવ્યની દરેક સંધિના અંતે તેનું નામ જોડી અને ઘણે સ્થળે તેની પ્રશંસા કરી સ્વીકારે છે. તેમના પિતાનું નામ કેશવભટ્ટ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેમનું શરીર કૃશ અને રૂપ કુરૂપ હતું, પુષ્પદંત પોતાને માટે બહુ અભિમાની હતા અને ‘અભિમાનમેરુ' એ નામનું બિરુદ પોતે ધારણ કરી વાપર્યું છે. ૭૬. મોટે ભાગે અપભ્રંશ કાવ્યો સંધિમાં (પ્રકરણમાં) વહેંચાયા છે તે પ્રમાણે આ કવિએ સંધિમાં પોતાના ‘મહાપુરાણ’ને વહેંચેલ છે. સંધિ ૧માં ૭મો છંદ છે તેમાં પ્રવરસેનના ‘સેતુબંધ'નો તેમજ સાથેસાથે રામાયણનો ઉલ્લેખ કર્યો છે. નવમા છંદમાં કપિલ અને વ્યાસ ઉપરાંત ઐતિહાસિક એવા ભારિવ અને બાણનો ઉલ્લેખ કર્યો છે. વળી તે અન્યત્ર રુદ્રટનો તેમજ બીજા ઘણાનો ઉલ્લેખ કરે છે. જેવા કે કણયર (કણાદ-કપિલ), ભરત (નાટ્યશાસ્ત્રના કર્તા), પતંજલિ, ભાસ, કાલિદાસ, હર્ષ, પિંગલ, અકલંક, કુષ્માંડ, દ્રોણ, સ્વયંભૂ. આમાં દ્રોણ તે એ જ છે કે જેમનો ઉલ્લેખ હેમાચાર્ય ‘દેશી-નામમાલા’માં દાખલા તરીકે ‘અવિણયવઇ ઇતિ દ્રોણઃ' (૧-૧૮), ‘અલ્ઝો એષ ઇતિ દ્રોણ;’ (૧-૫૦) વગેરેમાં ઉલ્લેખ કરે છે તે જ છે. સ્વયંભૂને નોટ્સમાં પ્રતિકારે કોઈ અકલંકે એમ જણાવેલ છે કે ‘સ્વયંભૂ: કવિઃ પદ્ધડીબદ્ધરામાયણકર્તા આપલીસંઘીયઃ'. આ પરથી જણાય છે કે તે જૈન છે અને એમણે પ્રાકૃત છંદ પદ્ધડીમાં ‘રામાયણ’ – ‘પઉમચરિય' રચેલ છે (કે જેનો અગાઉ આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. ફકરો ૫૪). : ૭૭. શ્રીચંદ્રમુનિ ઃ તેમનો બનાવેલો એક ‘કથાકોશ’ છે તેમાં ૫૩ સંધિ અર્થાત્ અધ્યાય છે. તેમાં લગભગ તેટલી સંખ્યામાં નાની રોચક ઉપદેશપૂર્ણ કથાઓ કહેલી છે, કર્તાની ગ્રંથને અંતે પ્રશસ્તિ છે તે પરથી જણાય છે કે આ કવિએ આ ગ્રંથ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં મૂલરાજ નૃપતિના સમયમાં રચ્યો હતો. અહિલપુરના ચાલુક્ય (સોલંકી) વંશમાં બે મૂલરાજ થયા એક વિ.સં.૯૯૮થી ૧૦૪૩ સુધી; અને બીજો માત્ર બે વર્ષ સં.૧૨૩૩થી સં.૧૨૩૫ સુધી. સંભવિત રીતે Jain Education-ternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy