________________
‘કુમારપાલચરિત’નાં અપભ્રંશ પદ્યો
તરીકે ‘ભીમકાવ્ય’ વગેરે. આ પરથી અપભ્રંશ અને ગ્રામ્યાપભ્રંશ એ ભાષાના ભેદ પડેલા છે એટલું જ નહીં પરંતુ તેમાં લખાયેલાં કાવ્યો પણ હતાં. એ બેની સાથે આપણી જૂની ગુજરાતીનો સંબંધ છે.
:
૧૯૫. સન્ધિ એટલે કડવકો(કડવાં)નો સમૂહ એમ હેમાચાર્ય પોતાના ‘છંદોનુશાસન’ના છઠ્ઠા અધ્યાયમાં કહે છે ઃ ‘સન્ધ્યાદૌ કડવકાન્તે ચ ધ્રુવં સ્યાદિતિ ધ્રુવા ધ્રુવક ઘત્તા વા કડવકસમૂહાત્મકઃ સન્ધિઃ તસ્યાદી ચતુર્ભિઃ પદ્ધડિકાયૈચ્છન્દોભિઃ કડવકમ્”. એટલે કડવાનો સમૂહ તે સન્ધિ. અને તેની આદિમાં ચાર પદ્ધડિકા આદિ છંદોવાળું કડવું જોઈએ. કડવાની અંતે ધ્રુવ – નિશ્ચિતપણે જે હોય તે ધ્રુવા, ધ્રુવક કે ઘત્તા એ નામનો છંદ આવે..... સાહિત્યદર્પણમાં અપભ્રંશ ભાષાના કાવ્યોના સર્ગને ‘કડવક’ એ નામ આપેલું છે ઃ
અપભ્રંશનિબન્ધેસ્મિન્ સર્ગઃ કડવકાભિધાઃ । તથાપભ્રંશયોગ્યાનિ છંદાસિ વિવિધાન્યપિ ।
યથા કર્ણપરાક્રમઃ ||
૧૯૬. હેમચન્દ્રના દેહાન્ત પછી થોડાં જ વર્ષોમાં ભારતમાં રાજ્યક્રાંતિ થઈ અને રાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઘોર પરિવર્તન થવા માંડયું. પરસ્પર ઈર્ષ્યાગ્નિ સળગવા લાગ્યો અને વિદેશી વિજેતા તેનો લાભ લેવા લાગ્યા. દેશોનો પારસ્પરિક સ્નેહસંબંધ તૂટ્યો અને એક રાજ્યમાં રહેનારા બીજા રાજ્યમાં વસનારાને શત્રુ માનવા લાગ્યા. આ કારણે ગુજરાત, રજપૂતાના, અવન્તી – માલવા અને મધ્યપ્રાંતના નિવાસીઓનો આથી પહેલાં જે વ્યાવહારિક સંબંધ વિસ્તૃત હતો તેમાં સંકુચિતતા આવી. આ સંકુચિતતા એ આ પ્રદેશોની જે વ્યાપક ભાષા અપભ્રંશ હતી તેના ભાવી વિકાસને પ્રાન્તીય ભાષાઓના ભિન્નભિન્ન ભેદોમાં વિભક્ત કરી નાખ્યો. ત્યાંથી ગુજરાતી, રાજપૂતાની, માલવી અને હિન્દી ભાષાઓના ગર્ભનો સૂત્રપાત થયો અને ધીરેધીરે પંદરમી સદી સુધી પહોંચી આ ભાષાઓએ પોતાનું સ્વરૂપ સ્પષ્ટપણે પ્રકટ કરી દીધું.
[આ પ્રકરણ પરત્વે વિશેષ માટે જુઓ ‘દેશી શબ્દસંગ્રહ', પં. બેચરદાસ દોશી, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ.]
પ્રકરણ ૫ : ‘કુમારપાલચરિત’નાં અપભ્રંશ પદ્યો
૧૯૭. ‘કુમારપાલચરિતમાં જે પોતે અપભ્રંશનાં કાવ્યસૂત્ર સમજાવવા રચ્યાં તે અત્ર મૂક્યાં છે :
(૧) ગિરિન્હેં વિ આણિઉ પાણિઉ પિજ્જઈ, તહેવિ નિડિઉ ફલૂ ભક્બિજ્જઈ, ગિરિહું વ તરહું વ પડિઅઉ અચ્છઇ, વિસયહિં તહવિ વિરાઉ ન ગચ્છઇ.
Jain Education International
૯૫
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org