________________
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ
વચઃ પ્રિય ભગવતઃ પ્રાકૃત સંસ્કૃતાદપિ | પ્રૌઢોક્તરપિ હૃદ્ય હિ શિશૂનાં કલભાષિતમ્ |૧૨|| કો વિનિન્ટેદિમાં ભાષાં ભારતીમુગ્ધભાષિતમ્ | યસ્યાઃ પ્રચેતસઃ પુત્રો વ્યાકર્તા ભગવાનૃષિઃ | I૧૩! ગાર્મંગાલવશાકલ્યપાણિન્યાદ્યા યથર્ષયઃ | શબ્દરાશેઃ સંસ્કૃતસ્ય વ્યાકર્તારો મહત્તમાઃ ||૧૪ / તથૈવ પ્રાકૃતાદીનાં ષડુભાષાણાં મહામુનિ | આદિકાવ્યકૃદાચાર્યો વ્યાકર્તા લોકવિશ્રતઃ ૧૫II યશૈવ રામચરિત સંસ્કૃત તેના નિર્મિતમૂ | તથૈવ પ્રાકૃતેનાપિ નિર્મિત હિ સતાં મુદે ||૧૬ !! યાવત્ સંસ્કૃતભાષાયાઃ પ્રાશર્ય ભુવિ વિદ્યતે | તાવત્ પ્રાકૃતભાષાયા અપિ પ્રાશયમિષ્યતે ||૧૭ના પાણિન્યાઃ શિક્ષિતત્વાત્ સંસ્કૃતી સ્યાદ્યોત્તમા | પ્રાચેતસવ્યાકૃત–ાત્ પ્રાકૃત્યપિ તથોત્તમા ||૧૮ી ! તસ્માત્ સંસ્કૃતતુલ્યવ પ્રાકૃતી ચાપિ ભારતી | મન્યતે શાસ્ત્રતત્ત્વજ્ઞઃ કિમતત્ત્વજ્ઞભાષિતઃ || ૧૯
• પૂજનીય સંસ્કૃત ભાષાથી પણ પ્રાકૃત વચન પ્રિય હોય છે, કેમકે પ્રૌઢ ઉક્તિ કરતાં પણ બાલભાષિત મનોહર લાગે છે. ૧૨
સરસ્વતીના મુગ્ધ ભાષણ રૂપ આ ભાષાની પ્રાકૃતની) કોણ નિંદા કરે ? કે જેનું વ્યાકરણ કરનાર પ્રચેતાનો પુત્ર (વાલ્મિકી ઋષિ છે. ૧૩
જેમ ગાગ્ય, ગાલવ, શાકલ્ય અને પાણિનિ આદિ ઋષિઓ સંસ્કૃત વ્યાકરણના કર્તા થયા, તેવી રીતે પ્રાકૃતાદિ છ ભાષાઓના વ્યાકરણના કર્તા પણ આદિકવિ સુપ્રસિદ્ધ આચાર્ય (વાલ્મિક ઋષિ) થયા છે. ૧૪-૧૫
જેવી રીતે સંસ્કૃતમાં તેમણે “રામચરિત્ર' બનાવ્યું છે, તેવી રીતે પ્રાકૃતમાં પણ સિજ્જનોના આનંદ અર્થે બનાવ્યું છે. ૧૬
સંસ્કૃત ભાષાનું જેટલું પ્રશસ્તપણું જગતમાં વિદ્યમાન છે, તેટલું જ પ્રાકૃત ભાષાનું પણ છે. ૧૭
પાણિનિ આદિથી શીખવવામાં આવેલી હોવાથી જેમ સંસ્કૃત ભાષા ઉત્તમ ગણાય છે, તેમ વાલ્મિકે વ્યાકરણ બનાવેલ હોવાથી પ્રાકૃત પણ ઉત્તમ છે. ૧૮
એથી સંસ્કૃતની બરાબર જ પ્રાકૃત ભાષા છે એમ શાસ્ત્રતત્ત્વજ્ઞ પુરુષ માને છે, તો પછી અતત્ત્વજ્ઞ પુરુષના બોલવા વડે કરીને શું ? ૧૯ •
૧૩. ઉપરના શ્લોકોના અર્થ ઉપરથી એમ ચોક્કસ જોઈ શકાય છે કે પ્રાકૃત, ભાષા સંસ્કૃત કરતાં કોઈ પણ દરજજે હલકી – કમ મહત્ત્વવાળી નથી, એમ જેનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org