________________
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
સંસ્કૃતને કોણ સાંભળે છે ? જુઓ
લલિએ મહુરખરએ જુવઈયણવલ્લહે સસિંગારે ! સત્તે પાઈયકવ્વ કો સક્કઈ સક્રિય પઢિઉં ||
– વજ્જાલગ્ન, ૨૯ • લલિત, મધુરાક્ષર, યુવતીજનવલ્લભ, સશૃંગાર પ્રાકૃત કવિતા હોવા છતાં સંસ્કૃત કોણ પઢી શકે છે ? •
રાજશેખર કે જેની પ્રાકૃત તેની સંસ્કૃતની સમાન જ સ્વતંત્ર અને ઉભટ છે, તેમણે પ્રાકૃતને મીઠી. અને સંસ્કૃતને કઠોર કહી દીધી. જુઓ -
પરુસા સક્કઅબન્ધા, પાઉઅબધો વિ હોઈ સુઉમારો | પુરુસ-મહિલાણ જેત્તિઅમિહન્તરે તેત્તિયમિમાણું ||
- કપૂરમંજરી • સંસ્કૃતની રચના પરુષ અને પ્રાકૃતની રચના સુકુમાર હોય છે. જેટલું પુરુષ અને સ્ત્રીઓમાં અંતર હોય છે તેટલું આ બેમાં છે. •
૧૦. પ્રાકૃત ભાષાનું મહત્ત્વ જૈન મહર્ષિઓએ ઊંચું આંક્યું છે, કારણકે જૈન ધર્મગ્રંથોનો મોટો ભાગ પ્રાકૃત ભાષામાં યોજાયેલો અસ્તિત્વ ધરાવે છે. પરમપૂજ્ય સિદ્ધર્ષિગણિનાં વચનો પણ આ વાતને પુષ્ટ કરે છે. ઉપમિતિભવપ્રપંચા-કથાના પ્રથમ પ્રસ્તાવમાં તેઓશ્રી કર્થ છે કે :
સંસ્કતા પ્રાકા ચેતિ ભાષે પ્રાધાન્યમહંતઃ તત્રાપિ સંસ્કૃતા તાવ૬ દુર્વિદગ્ધ-હૃદિ સ્થિતા |૫૧૫ બાલાનામપિ સદુબોધકારિણી કર્ણશિલા | તથાપિ પ્રાકૃત ભાષા ન તેષામપિ ભાસતે પર!
• સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પ્રધાનપણાને યોગ્ય છે, તેમાં પણ (કેવળ) સંસ્કૃત ભાષા દુર્વિદગ્ધ પુરુષોના ચિત્તમાં સ્થિત હોય છે અને પ્રાકૃત ભાષા (તો) બાલકોને પણ સંબોધકારિણી અને કર્ણપેશલા હોય છે. તથાપિ તે (પ્રાકૃત ભાષા) દુર્વિદગ્ધ પુરુષોને રોચતી નથી. •
૧૧. આ છતાં પણ પોતે તે ગ્રંથ સંસ્કૃતમાં રઓ તેનું કારણ સિદ્ધર્ષિજીએ એમ બતાવ્યું છે કે “ઉપાયે સતિ કર્તવ્ય સર્વેષાં ચિત્તરંજનમ્' (અગર ઉપાય હોય તો દરેકનું ચિત્તરંજન કરવું જોઈએ, તેથી તેમણે સંસ્કૃતમાં તે ગ્રંથ લિપિબદ્ધ કર્યો.
અજિતશાંતિસ્તવન' એ પ્રાકૃત સ્તવન એટલું બધું સુંદર અને જુદાજુદા પ્રાકૃત વૃત્તોથી ભરેલું છે કે તે જો મધુર સ્વરે, છંદોના બરાબર ઉચ્ચારણ અને રાગ સાથે ગવાય તો ગાનાર આખી સભાને ચિત્રવત્ સ્થિર કરી નાખે તેમ છે.
૧૨. “શંભુરહસ્ય' નામના જૈનેતર ગ્રંથમાં પ્રાકૃત ભાષાની મહત્તા દાખવતા કેટલાક શ્લોકો છે તે અત્ર આપવા યોગ્ય થઈ પડશે (જુઓ ઇન્ડિઅન એંટિક્વેરી, સપ્ટેમ્બર, ૧૯૧૬, પૃ.૧૪પ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org