________________
સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા
૧૪૯
તહં દેઈ સાવઉ નિવાઈ લકખું મુહુ સાહુસ્સ કંબલુ. સો નહિં પત્તી દિધુ નિવ, દિન્નઈ કંબલ તેણ, તે ગોવિવિ દંડય તલઈ, તો વાહુડિઉ જણ. ૮૯
• દુઃખી થતા તેને તેનાથી (કોશાથી) કહેવામાં આવ્યું, ‘તું જરા પણ દુઃખી ન થા. ઝટ નેપાળ દેશમાં જા. ત્યાં શ્રાવક નૃપતિ લાખના મૂલ્યનું સાધુનું કંબલ આપે છે. તે ત્યાં પહોંચ્યો, નૃપને દીઠો - મળ્યો. એણે કંબલ આપ્યું. એને દંડ તળે છુપાવીને ત્યાંથી વેગથી પાછો ફર્યો. • વૃત્ત – સં.ઉક્ત. વચ્ચ - સં.વ્રજ. વાહુડિ – સં.વ્યાઘુટિત. માર્ગમાં ચોર મળ્યા, જેમને લાખ દીનારો મળવાના શકુન થયા હતા. (૫૦) તો મુક્કલ ગઈ દિનુ તિણ, કંબલ કોસહિ હત્ય,
સો પેચ્છતહ તીઈ તસુ, ખિજુ ખાલિ અપત્યિ. ૯૧
• પછી ચોરોએ મુક્ત કર્યો ત્યારે જઈને કોશાના હાથમાં કંબલ આપ્યું. તે જોતાં તેણે (કોશાએ) એને ગંદી ખાળમાં ફેંક્યું. • પેપ્શત – સં. પ્રેક્ષતુ. (૫૧) સમણું દુખ્ખણુ ભણઈ તો એઉ,
બહુમુક્ષુ કંબલરયણું કીસ કોસિપ કખાલિ ખિત્તલ, દેસંતરિ પરિભમેવિ મઈ ભહંત દુષ્મણ પત્તઉં. કોણ ભણઈ મહાપુરિસ, તુહું કંબલુ સોએસિ,. જે દુલહુ સંજમ-ખણુ, હારિસ ત ન મુPસિ. ૯૨
• ત્યારે શ્રમણ દુર્મન [ઉદ્વિગ્ન થઈને કહે છે, “આ બહુમૂલ્ય કંબલરત્ન, શા માટે, કોશા ! તેં ખાળમાં ફેંક્યું ? દેશાંતરમાં પરિભ્રમણ કરી મેં મહાદુઃખથી, પ્રાપ્ત કર્યું હતું.” કોશા કહે છે, “મહાપુરુષ ! તું કંબલ (નો) મોટો વિચાર કરે છે પણ જે દુર્લભ સંયમ(ની) ક્ષણ તું હારી ગયો છું તે જાણતો નથી.” • મુણ – જાણવું, જુઓ ક્ર.૩૫.
પૃષ્ઠ ૪૭૧-૭૨, આઠ છપ્પય માગધીએ ગાયા છે કે જેને સાંભળી પ્રાતઃકાલે કુમારપાલ રાજા જાગતો હતો. તેમાંથી એક નમૂના તરીકે અહીં આપી તેનું વર્તમાન ગુજરાતી અનુસાર અક્ષરાંતર કરવામાં આવે છે. એમ પહેલાં કહેવાઈ ગયું છે કે જૂની કવિતાથી સોમપ્રભની કવિતા કિલષ્ટ છે તથા તેના નમૂનાઓથી પાઠકોને પણ તેમ જણાયું હશે. આ કવિતા હિંદીમાં હિંગલ કવિતા જેને કહે છે તે જાતની છે અને પૃથ્વીરાજ રાસાના કલ્પિત સમયથી કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. આમાં સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org