________________
૧૫૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
સંસ્કૃતના તત્સમ છે. અધિક કઠિન નથી. (૫૨) ગયણમમ્મસંલગ્નલોલકલ્લોલપરંપરા
નિક્કરણુક્કડનચક્કચંકમણદુહંકરુ, ઉચ્છલંતગુરુપુચ્છમચ્છરિંછોલિનિરંતર વિલસમાણજાલાજડાલવડવાનલઘુત્તર, આવત્તયાયલ જલહિ લહુ ગોપી જિવુ તે નિત્થરહિ, નીસેસવસનગણનિવણ પાસનાહુ જે સંભરહિ. • ગગન-માર્ગ-સંલગ્ન-લોલ-કલ્લોલ-પરંપર, નિષ્કરુણોત્કટ-નક્ર-ચક્ર-ચંક્રમણ-દુખકર, ઊછળત-ગુરુ-પુચ્છ-મસ્ય-રિંછોલિ-નિરંતર, વિલસમાન-જ્વાલા-જટાલ-વડવાનલ-દુસ્તર, આવર્ત-શતાકુલ જલધિ લઘુ ગોપદ જેમ તે નિસ્તરે, નિઃશેષ-વ્યસન-નિઃસ્થાપન પાર્શ્વનાથ જે સાંભરે.
જિનાં ચંચળ મોજાંઓની પરંપરા ગગનમાર્ગ સુધી પહોંચે છે, જે નિર્દય અને ઉત્કટ મગરસમૂહોના ફરવાથી દુઃખકર છે, જેમાં મોટાં પુચ્છવાળાં મત્સ્યોની પંક્તિઓ નિરંતર ઊછળી રહી છે, જે વિલસતી
જ્વાલાઓની જટાવાળા વડવાનલને કારણે તરવો મુશ્કેલ છે, એવા સેંકડો આવર્તાવાળા જલધિને, પીડાઓને સંપૂર્ણપણે મિટાડનાર પાર્શ્વનાથનું જે સ્મરણ કરે તે નાનકડા ગાયપગલાની જેમ તરી જાય છે. •
રિછોલિ – પંક્તિ દશી). નિવણુ – સં.નિઃસ્થાપન, વિતાડનાર, સમાપ્ત કરનાર. નીઠ જવું – વીતવું (મારવાડી). સંભરહિ – સંભરવું, સંભારવું, સાંભરવું. મરાઠીમાં સંભાલના, પંજાબીમાં સુસ્નાલના – યાદ કરવું.
[આ બે પ્રકરણોમાં રજૂ થયેલાં અપભ્રંશ પદ્યો આક્ઝૉફના પુસ્તક ‘ડેર કુમારપાલપ્રતિબોધ (૧૯૨૮)માં જર્મન અનુવાદ, વ્યાકરણ, શબ્દકોશ આદિ સાથે પ્રાપ્ત છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org