________________
વિભાગ ૫ : મેરુડંગસૂરિનો ‘પ્રબંધચિંતામણિ'
પ્રકરણ ૧ : ‘પ્રબંધચિંતામણિ'
૨૨૦. આ નામનો સંસ્કૃત ગ્રંથ જૈનાચાર્ય મેરુત્તુંગે સંવત્ ૧૩૬૧માં કાઠિયાવાડના વઢવાણમાં રચ્યો. મુંબઈના ડૉક્ટર પિટર્સનના શાસ્ત્રી દીનાનાથ રામચન્દ્રે મુંબઈમાં સં.૧૯૪૪માં કોઈ હસ્તલિખિત પ્રતિઓ સાથે મેળવી તેનું મૂલ છપાવ્યું તે હાલ દુષ્પ્રાપ્ય છે. તેમણે તેની વર્ધિત આવૃત્તિનું ગુજરાતી ભાષાંતર પણ છપાવ્યું છે. સન ૧૯૦૧માં ટોનીએ વળી કોઈ મૂલ પ્રતિઓની સહાય લઈ તેનો અંગ્રેજી અનુવાદ છપાવ્યો છે. આમાં કેટલાક ઐતિહાસિક પ્રબંધો યા કિસ્સા છે. શ્રીયુત ચન્દ્રધ૨શર્મા ગુલેરી બી. એ. વિશેષમાં કથે છે કે “કેટલીક બાબતમાં તે ‘ભોજપ્રબંધ'ની ઢબવાળું પુસ્તક છે. જૈન ધાર્મિક સાહિત્યમાં પોતાના મતની ‘પ્રભાવના' વધારવા માટેના કિસ્સાઓનું સ્થાન ઘણું ઊંચું છે. જૈન ધર્મોપદેશક પોતાના સાધુ તથા શ્રાવક શિષ્યોના મનોવિનોદ અને ઉપદેશ માટે કંઈક કથાઓ કહ્યાં કરે છે કે જે પૌરાણિક, ઐતિહાસિક યા અર્ધ-ઐતિહાસિક હોય છે. આ કથાઓના કેટલાય સંગ્રહગ્રંથ છે કે જેમાં પુરાણા કવિઓની રચના, નવા કવિઓનાં નામ, પુરાણા રાજાઓનાં કર્તવ્ય, નવાનાં નામ, વિક્રમાદિત્ય પણ જૈન, સાલિવાહન પણ જૈન, વરાહમિહિર પણ જૈન, બ્રાહ્મણ વિદ્વાનો અને અન્ય શાખા-સંપ્રદાયોના વિદ્વાનોનો પોતાના આચાર્યોથી પરાજય વગેરે બાબતો રહે છે કે જે વર્તમાન દૃષ્ટિથી ઐતિહાસિક કહી શકાતી નથી. કિંતુ તે સમયના હિન્દુ ગ્રંથ પણ એવા જ છે. તેમાં જો જોવામાં આવે તો ઐતિહાસિક તત્ત્વની ઉપેક્ષા જૈનો કરતાં વધારે કરવામાં આવી છે. આથી કેવલ જૈનોને ઉપાલંભ આપી શકાતો નથી. આટલું છતાં પણ જૈન વિદ્વાનોએ ઇતિહાસ પ્રત્યે રુચિ રાખ્યાનાં તથા તેની મૂલ ભીંતનો આધાર ન છોડ્યાનાં પ્રમાણ મળે છે. એમ તો સમ્રાટ અશોકની ધર્મલિપિના શબ્દોમાં ‘આત્મપાખંડે પૂજા પરપાખંડે ગાઁ' સહુ બતાવે છે.”
૨૨૧. સં.૧૩૬૧નો સમય પૃથ્વીરાજ અને તેના રાસના કલ્પિત કર્તા ચન્દ્રના સમય (સં.૧૨૫૦)થી ૧૧૦ વર્ષ પછી છે. તે સમયની પ્રચલિત ભાષાકવિતા અવશ્ય મનન કરવા યોગ્ય છે. સં.૧૩૬૧માં મેરુત્તુંગે આ ‘પ્રબંધચિંતામણિ’નો સંગ્રહ કર્યો છે. કોઈ પણ ઉદ્ધૃત કવિતા તેમણે પોતે રચી નથી. કથાઓમાં પ્રસંગેપ્રસંગે જે કવિતા તેમણે આપી છે તે અવશ્ય તેનાથી જૂની છે. કેટલી જૂની છે તેનો વધારેમાં વધારે સમય તો સ્થિર કરી શકાતો નથી, પરંતુ પ્રબંધચિંતામણિ'ની રચનાનો સમય તેનો નીચામાં નીચો ઉપલબ્ધિ કાલ અવશ્ય છે. તેનાથી પચાસ-સાઠ વર્ષ પહેલાં કવિતા લોકકથાઓમાં પ્રચલિત હોય યા આવા ઘસાયેલા સિક્કા જો સો-બસો વર્ષ જૂના પણ હોય તો તેમાં આશ્ચર્ય નથી.
૨૨૨. કેટલાક દોહા એવા છે કે જે ધારના પ્રસિદ્ધ રાજા ભોજના કાકા મુંજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org