SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જૈન ગૂર્જર કવિઓ: ૧૦ નામના છે અને તેના બનાવેલા કહેવામાં આવ્યા છે. એક દોહો ગોપાલ નામની વ્યક્તિએ ભોજને કહેલો હતો. બે દોહા ચારણોએ હેમચન્દ્રને સંભળાવ્યા હતા, કેટલાક નવઘણ રાજાના મરસિયા (રાજિયા) છે. સં.૧૩૬૧ના લખેલા ઈતિહાસ અનુસાર તે તે-તે સમયના છે. આ કવિતાઓને શાસ્ત્રીએ માગધી અને ટોનીએ પ્રાકૃત જણાવી છે. ૨૨૩. સેવેલે ગણિતથી સિદ્ધ કર્યું છે (રૉ.એ.સો. જર્નલ, જુલાઈ ૧૯૨૦, પૃ.૩૩૭ આદિ) કે ગુજરાતના ચાવડા રાજાઓના સંવત્ આદિ, મેરૂતુંગે અશુદ્ધ લખ્યા છે અને મિતિ, વાર, નક્ષત્ર, લગ્ન સર્વમાં ગડબડ છે, તેનું ઐતિહાસિક મૂલ્ય કંઈ નથી. જૂની ઘટનાઓના સંબંધમાં ગમે તેટલી ઐતિહાસિક ગડબડ હોય, પણ પોતાના નજીકના કાલની ઘટનાઓ તો મેરતંગે જ્યાં સુધી તે પ્રબંધની પુષ્ટિ કરી શકે છે ત્યાં સુધી પ્રામાણિક લખી છે. સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, હેમચન્દ્ર, વસ્તુપાલ, તેજપાલનો કાળ ગુજરાતમાં સંસ્કૃત અને પ્રાકૃતની વિદ્યા તથા જૈન ધર્મના પ્રચારનો સુવર્ણયુગ હતો. ભોજના સમયમાં ધારામાં જે વિદ્યા અને વિદ્વાનોની જ્યોતિ ચમકી હતી તે બસો-અઢીસો વર્ષ પછી પશ્ચિમ ગુજરાતમાં પણ દેદીપ્યમાન થઈ. તે સમયની વાતો જૈનોના ગૌરવની છે અને તેની સુરક્ષા તેમણે ઘણી સાવધાનીથી કરી છે. [દોહાઓ મુંજના રચેલા હોવાની સંભાવના ઓછી છે. | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ સંશોધિત આવૃત્તિ તથા ગુજરાતી ભાષાન્તર ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી અનુક્રમે ઈ.સ. ૧૯૩૨ અને ૧૯૩૨માં પ્રગટ થયેલ છે. આ પછી મુનિ જિનવિજય સંપાદિત ‘પ્રબંધચિંતામણિ' સિંઘી જેના ગ્રન્થમાળામાં ઈ.સ.૧૯૩૩માં પ્રગટ થયેલ છે, જેનો પાઠ વધુ પરિશુદ્ધ છે.] પ્રકરણ ૨ : તે સમયની જૈન સંસ્કૃત ૨૨૪. “પ્રબંધચિંતામણિ'નો જે અનુવાદ ગુજરાતીમાં થયો છે, તેના કરતાં ઘણો સારો અનુવાદ થવાની જરૂર છે કે જેમાં ઐતિહાસિક અને શાબ્દિક ટિપ્પણીઓ હોય. આ ગ્રંથની ભાષા સંસ્કૃત છે, પરંતુ તે સંસ્કૃત પણ દેશભાષાઓની ઉત્પત્તિ અને વિકાસને સમજવામાં ઉપયોગી છે. તે સમયની “જૈન સંસ્કૃતમાં એક મનોહારિતા એ છે કે જૈન લેખક ગુજરાતી યા દેશભાષામાં વિચાર કરતો ને સંસ્કૃતમાં લખતો. પરિશિષ્ટ પર્વ (૧-૭૫)માં હેમચન્દ્રજી લખે છે કે ‘સ કાલ યદિ કુર્વેત કો (ક) લભત તતો ગતિમ્' – આમાં મરવાના અર્થમાં “કાલ કરવો’ એ સંસ્કૃત રૂઢિપ્રયોગ નથી પણ દેશભાષાનો છે. અણિશુદ્ધ સંસ્કૃતના પ્રેમી આને બર્બર સંસ્કૃત કહે પરંતુ આ જીવિત સંસ્કૃત છે. તેમાં ભાષાપણું છે. એ તો રચિની વાત છે કે કોઈને કાશમીરની કોતરણીના કામવાળો અખરોટના લાકડાનો સારા ઢંગનો તખતો સારો લાગે ને કોઈને લીલા કૂંપળોથી ભરેલી વાંકી ટહની. નીચે કેટલાક શબ્દો અને વાક્ય આવી સંસ્કૃતનાં આપવામાં આવે છે. જેના પર * આવું ચિહ્ન છે તે અન્યત્ર શિલાલેખો, કાવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy