________________
८८
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
૧૯૮. હેમચન્દ્ર પોતાના અગાઉના સમયના જે દોહા આદિ ઉદ્ધત કરેલા છે તે અત્ર મૂક્યા છે તેમાં જ્યાં આની સરખા જેવાં દોહા અને પદ આવ્યાં છે ત્યાં લક્ષ રાખવું ઘટે. પોતાના વ્યાકરણમાં સૂત્રોને પહેલાં પ્રાચીન ઉદાહરણોથી સમજાવી હેમચન્દ્ર નવાં ઉદાહરણોના સંગ્રહશ્લોક બનાવ્યા છે કે જેમાં તે જ યા તેને મળતાં ઉદાહરણ વિષયની અનુસાર યથાસ્થાન સંગૃહીત કર્યા છે. (૧) ઢોલા સામલા ધણ ચંપા-વણી,
ણાઈ સુવણરેહ કસવટ્ટઈ દિણી.
• ઢોલો (નાયક) તો શામળો છે, ધણ (પ્રિયા – નાયિકા) ચંપકવર્તી છે, જાણે કે સુવર્ણની રેખા કસોટીના પથ્થર પર લગાવી હોય તેમ. •
ઢોલા – સં. દુર્લભ, નાયક. મારવાડી ગીતોમાં ‘ઢોલા’ બહુ પ્રેમનો શબ્દ છે જેમકે “ગોરી છાઈ છે રૂપ ઢોલા ધીરા ધીરાં આવ” “નિશદિન જોઉં તારી વાટડી મમ ઘર આવોને ઢોલા’ - આનંદઘન; ધણ – ગૃહની સ્વામિની. વીકાનેર તરફ હજુ પણ સ્ત્રીને “ધણ” કહેવામાં આવે છે. “થાને આય પુજાસ્યા ગણગોર સુંદર ધણ ! જાવા ઘોજી' – મારવાડી ગીત. શાઈ – હિં. ના, ગુ. જાણે, સં.“જ્ઞા' ધાતુ પરથી “ઈતિ શાયતે' (એમ જાણવામાં આવે છે), અથવા સ.ઇવ'ના અર્થમાં. રેહ – રેખ.
આ ભાવનો એક દોહો કુમારપાલ-પ્રતિબોધ'માંથી આપવામાં આવશે. દોધક-વૃત્તિના કર્તાએ નકામું વ્યંગ્યને ખોલીને આ ચિત્રનો આનંદ બગાડી નાખ્યો છે કે ‘વિપરીતરતાવેતતદુપમાન સંભાવ્યતે.' (૨) ઢોલા મઈ તુહું વારિયા, મા કરુ દીહા માણુ,
નિદ્રએ ગમિહી રત્તડી, દડવડ હોઇ વિહાણું.
• ઢોલા ! મેં તને વાર્યો હતો કે દીર્ઘ માન – અભિમાન મા કર. નીંદથી જશે રાત અને ઝટપટ થશે વહાણું – સવાર. • નાયિકા નાયકને મનાવે છે.
આ દોહો વરરુચિના “પ્રાકૃતપ્રકાશની પ્રતિમાં પહોંચી ગયો છે જે પરથી પ્રાકૃત વ્યાકરણકાર વરરુચિ તથા વાર્તિકકાર કાત્યાયન એ બંનેને એક સમજીને એક વિદ્વાનું ભ્રમથી આ કવિતાને ઘણી જૂની માની લે છે. જૂની પોથીઓથી જેમને કામ પડ્યું છે તેઓ જાણે છે કે શીખતી વખતે ઉદાહરણ, ટિપ્પણી આદિ પાનાની બાજુ પર લખી લેવામાં આવે છે અને તેવી પોથીમાંથી પ્રત ઉતારનારા તેને મૂળમાં ઘુસાડી દે છે. તે વિદ્વાને એ નહીં જોયું કે આ દોહો તથા તેનું સૂત્ર એક જ પ્રતિમાં છે. તેમણે છાપેલ પુસ્તકને આદિથી અંત સુધી જે પ્રમાણે હતી તે સર્વ કૃતિ વરરચિની માની લીધી. વ્યાકરણના ગ્રંથને વિચારતાં એમ જણાય છે કે તે ઉદાહરણ, ટિપ્પણીઓથી એમ જ વધતા જાય છે. આ વિષય પર વધારે કહેવું વ્યર્થ છે. સંસ્કૃત વ્યાકરણના વાર્તિકકાર વરરુચિ – કાત્યાયન, પાલી વ્યાકરણના “કચ્ચાઅન” અને પ્રાકૃતપ્રકાશના કર્તા વરરુચિ એ ત્રણે એક કદાપિ પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org