SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો ૯૯ (૩) બિટ્ટિએ, મઈ ભણિએ તુછું, મા કરુ વંકી દિદ્ધિ, પુત્તિ, સકણી ભદ્ધિ જિવું, મારઈ હિઅઈ પઇઠિ. ૩ • હે બેટી ! મારાથી તને કહેવામાં આવ્યું કે વાંકી દષ્ટિ મા કર હે પુત્રી ! કાનવાળા ભાલાની જેમ [આંકડાવાળી બરછીની જેમ] (તારી દષ્ટિ) હૈયામાં પેઠી તો મારે જ. • વૃદ્ધ કુટણી નાયિકાને સમજાવે છે. (૪) એઈ તિ ઘોડા એહ થલિ, એઈ તિ નિસિઓ ખગ્ગ; એત્યુ મુણીસિમ જાણિઅઈ, જો નવિ વાલઈ વિષ્ણ. • એ જ તે ઘોડા, એ જ સ્થલ (છે), એ જ તે “નિશિત’ – અણીદાર ખડ્રગ છે. એમાં મનુષ્યત્વ =પૌરુષ] જાણીએ કે જે (ઘોડાની) વાઘ ન વાળે – ઘોડો પાછો ના ફેરાવે. • એ જ ઘોડો હોય, એ રણસ્થલ હોય, અને એ ધારદાર તલવાર હોય કે જ્યાં જો ઘોડાની વાઘ – વાગ વાળીને ભાગી ન જાય અને સામો જ ચાલ્યો જાય તો ત્યાં મનુષ્યત્વ – મરદાનગી જણાય. મુણીસિમ - સંસ્કૃતમાં કેટલેક સ્થળે ઈમ' લાગી પુંલિંગ ભાવવાચક બને છે, પ્રાકૃતમાં તો સર્વ સ્થળે એમ થાય છે. રાજપૂતાનામાં આ દોહો પ્રચલિત છે અને ઠાકુર ભૂરસિંહજી શેખાવતના વિવિધ સંગ્રહમાં તેનો ઉતારો કર્યો છે. (૫) દહમુહુ ભુવણ-ભયંકર તોસિઅ-સંકર સિગ્ગઉ રહેવરિ ચડિઅઉ, ચઉમુહુ ઍમુહુ ઝાઈવિ એક્કહિં, લાઇવિ ણાવઈ દઈનેં ઘડિઅલ. • ભુવનને ભય ઉપજાવનાર, શંકરને તુષ્ટ કરનાર દશમુખ (રાવણ) રથવર પર ચડેલો, નીકળ્યો. જાણે ચતુર્મુખ (બ્રહ્મા) અને ષમુખ(કાર્તિકેય)નું ધ્યાન ધરી તેમને એકમાં લાવી દેવે તેને ઘડેલો હોય ! • બ્રહ્માનાં ચાર અને કાર્તિકેયનાં છ મુખ મળી દશ મુખ થયાં. આ કોઈ જૂની રામાયણમાંથી છે. *ણાવઈ – માનો, જાણે કે, (સં.જ્ઞાયત). સરખાવો હિં. ‘ના’, ‘નાઉ', મારવાડી - ‘ચૂં, ઉપમામાં ‘નાવઈ', ‘ના’ ઉàક્ષામાં અને વૈદિક ‘ન' ઉપમાવાચક. (૭) અંગહિં અંગ ન મિલિઅલ, હલિ આહરે અહર ન પત્ત, પિઅ જોઅન્તિ મુહ-કમલ એમ્નઈ સુરઉ સમg. ૭ • અંગેઅંગ ન મળ્યું, હે સખિ ! અધર – હોઠને હોઠ પ્રાપ્ત ન થયો – મળ્યો નહીં. પ્રિયના મુખકમલને જોતી જોતી (રહીને) એમ જ સુરત સમાપ્ત થયો. • આ અર્થ ‘દોધક-વૃત્તિકારે લીધો છે કિંતુ આ વિશુદ્ધ (પ્લેટોનિક) પ્રેમચિત્રને એમ કહી બીભત્સ કર્યું છે કે “અતિરસાતિરેકાતુ સંભોગાતુ પૂર્વમેવ દ્રાવ ઇતિ ભાવઃ. આ વગર કયો અર્થ ઊઠતો નહોતો ? -90. Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy