________________
૧૦૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
(૮) જે મહુ દિણા દિઅહડા, દઈએ પવસન્તણ, - તાણ ગણન્તિએ અંગુલિઉં, જર્જરિઆઉ નહેણ.
• પ્રવાસ કરવા જતાં જતાં દયિતે મને જે [અવધિના દિવસો આપ્યા હતા તે ગણતી (ગણતી) (મારી) આંગળીઓ નખથી જર્જરિત થઈ ગઈ. •
ગિણતાં ગિણતાં ઘસ ગઈ, આંગલિયાં રી રેખ” – મારવાડી દોહા. આ દોહો નાટકમાં પણ બંસીવાલા આયો હમારે દેશ !' એ ગીતમાં વપરાયો છે.
[નિર્દિષ્ટ ગીત પંક્તિ મીરાંનાં છે.] (૧૩) જો ગુણ ગોવઈ અપૂણા, પયડા કરઈ પરમ્સ,
તસુ હઉં કલિજુગિ દુલહહો, બલિ કિજ્જઉં સુઅણસ્તુ,
• જે પોતાના ગુણ ગોપવે છે – ગુપ્ત રાખે છે, પરના – બીજાના ગુણોને પ્રકટ કરે છે તે કલિયુગમાં દુર્લભ સજ્જનને હું બલિ કરું છું. •
બલિ કિજ્જઉં – બલિહારી જાઉં, વારી જાઉં, બલૈયા લઉં, સરખાવો પ્રકરણ ૫, ક્ર.પમાં બલિ કસુ, ‘દોધકવૃત્તિકાર તેનો અર્થ પૂજા કરું એમ જણાવે છે. (૧૫) દઈવુ ઘડાવઇ વણિ તણું, સઉણિહું પક્ક-ફલાઈ,
સો વરિ સુખુ પઈટૂઠ ણવિ, કણહહિં ખલવણાઈ.
• દેવ વનમાં તરુઓનાં પક્વ ફલો શકુનિ – પક્ષીઓને માટે નિર્મિત કરે છે. તે વિનવાસનું ફળભક્ષણનું સુખ ખરું. પણ કર્ણમાં ખલવચનો તે (સુખ) નથી. આમાં ભર્તુહરિના એક પ્રસિદ્ધ શ્લોકનો ભાવ છે. (૧૬) ધવલું વિસૂરઈ સામિઅહો ગરુઆ ભર પિમ્બવિ.
હઉં કિં ન જુત્તઉ દુહું દિતિહિં, ખંડઈ દોણિ કરેવિ.
• ધવલ – ધોરિયો – બળદ સ્વામીનો ગુરુ – ભારે ભાર જોઈને વિછરે છે – વિષાદ કરે છે – ખેદ કરે છે કે હું મારા બે ખંડ કરીને બંને - દિશાએ – બાજુએ જુતાણો કેમ નહીં. •
ધવલ'નો અર્થ શ્વેત છે, પરંતુ રૂઢિથી તેનો ધોરી – ધોરિયો – બળદ યા ધુરિ - ધોંસરી ખેંચનારો પ્રબલ, ગાડીનો બેલ એ અર્થ થયેલ છે. હેમચન્દ્રની ‘દેશીનામમાલામાં “ધવલનો અર્થ “જે જાતિમાં ઉત્તમ છે તે ધવલ છે’ એમ કર્યો છે. ધવલોની દઢતા અને સ્વામીભક્તિ પર કેટલાંયે મુક્તકકાવ્ય સંસ્કૃત તથા પ્રાકૃત સુભાષિતોમાં મળે છે. દોણિ – બે, મરાઠી “દોન.' (૧૮) તરુહું વિ વક્કલ ફલુ મુણિ વિ પરિહણ અસણ લહન્તિ,
સામિહું એત્તિઉ અગલઉં આય૨ ભિચ્ચ ગૃહન્તિ.
• મુનિઓ પણ તરુમાંથી વલ્કલ, ફલ, પરિધાન, અશન (ભોજન) લહે છે – મેળવે છે, પરંતુ) સ્વામી પાસેથી નોકરો આદર મેળવે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org