________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો
૧૦૧
એનાથી અધિક. •
તાત્પર્ય કે ખાવું-પહેરવું તો જંગલમાં વૃક્ષોમાંથી પણ મળી આવે છે. સ્વામી પાસેથી આદર જ અધિક મળે છે. અગ્નલઉં – સં. અગ્રલ, આગલું. રાજસ્થાનીમાં પાંચ ઉપર સત્તરને “પાંચ આગલા સિત્તર' કહે છે. (૨૯) તુચ્છ-મઝહે તુચ્છ-જમ્પિરહે
તુચ્છચ્છ-રોમાવલિહે, તુચ્છ-રાય, તુચ્છયર-હાસહે, પિયવયણુ અલહન્તિહે, તુચ્છ-કાય-વસ્મહ-નિવાસખે, અન્ન જુ તુચ્છઉં તહે ધણહે, તે અખણવું ન જઈ, કટાર થર્ણતરુ મુદ્ધડહે જૈ મણુ વિચ્ચિ ણ માઈ.
• હે તુચ્છરાગ (શિથિલ પ્રેમવાળા) ! જેનો મધ્યભાગ કિટિ] તુચ્છ [પાતળી] છે, જેનું જલ્પન – ભાષણ તુચ્છ [થોડું. ધીમું છે, જેની રોમાવલિ તુચ્છ [નાજુક અને અચ્છ - અચ્છી – સારી છે, પ્રિય – વલ્લભનાં વચનથી વંચિત એવી જેનું હાસ્ય વધુ તુચ્છ આછું, દુર્બળ] છે, જેના તુચ્છ ફિશ કાય – શરીરમાં મન્મથનો નિવાસ છે, એવી ધણ – સ્ત્રીનું જે અન્ય તુચ્છ છે તે કહ્યું જાય તેમ નથી. આશ્ચર્ય તો એ છે કે તે મુગ્ધાનું સ્તનાંતર (એટલું તુચ્છ છે) કે જેની વચ્ચે મન માય – સમાય તેમ નથી. •
દૂતી નાયકને કહી રહી છે. સ્તનો ઘણા જાડા છે ને અંતર અતિ તુચ્છ છે એમ કહેવાનો હેતુ છે.
કારિ – આશ્ચર્યવાચક.
‘દોધકવૃત્તિકારે આને યુગ્મ નોંધ્યો છે, પરંતુ આ એક આખો રડ્ડા છંદ છે. આવા છંદ સોમપ્રભસૂરિની રચનામાં મળી આવે છે કે જે હવે પછી મૂકવામાં આવશે. (૩૦) ફોડેન્તિ જે હિયડઉં અપ્પણઉં, તાહં પરાઈ કવણ ઘણ, રજ્જેજ્જહુ લોઅહો અપૂણા, બાલહે જાયા વિસમ થણ.
• જે પોતાનું હિયડું – હૈયું ફોડે છે, તેને પારકાની દયા શું હોઈ શકે ?) હે લોકો, પોતાનું રક્ષણ કરો, (કારણકે) બાલાના સ્તનો વિષમ થયા છે. • થણ – થાન, થાનોલું, સ્તન. ‘થાન' હજુ પશુઓનાં આંચળ માટે વપરાય છે. (૩૧) ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ.
• હે બહેન ! ભલું થયું કે મારો કંથ મરાયો. જો ભાગીને નાઠેલો - હારેલો ઘેર આવત તો વયસ્યમાં – બહેનપણીઓથી યા તેમાં હું લજ્જા પામત. •
ભગ્ગા - ભગ્ન, હારેલો. વયંસિઅહુ - સરખી ઉંમરવાળી વયસ્યાઓમાં, સં. ‘વયસુ' એટલે ઉંમર પરથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org