________________
૧૦૨
(૩૨) વાયસુ ઉડ્ડાવત્તિઅએ, પિઉ ટ્ઠિઉ સહસ-ત્તિ, અહ્વા વલયા મહિહિ ગય, અા ફુટ્ટ તડ-ત્તિ.
• વાયસ એટલે કાગડો ઉડાવતી (એક સ્ત્રીએ) સહસા – એકાએક
પિયુ દીઠો; તેથી તેના બલોયાનો અર્ધો ભાગ મહી પર પડ્યો ને અર્ધો તડ દેતો તડ અવાજ કરી ફૂટ્યો.
•
પ્રસિદ્ધ દોહો છે.
[એમાં વિરહની કૃશતા તથા પ્રતિદર્શનના હર્ષાવેશનું સાથેલાનું સૂચન છે. ચારણોને મુખે આ દુહો આવે સ્વરૂપે ટકી રહેલો મળે છે ઃ
• કામન કાગ ઉડાવતી પિયુ આયો ઝબકાં, આધી ચૂડી ક૨ લગી, આધી ગઈ તડકાં, • કાગ ઉડાવણ ધણ ખડી, આયો પીવ ભડક્ક, આધી ચૂડી કાગ-ગળ, આધી ભુંય તડક્ક.
(૩૬) જહિં કપ્પિજ્જઇ સરિણ સરુ છિજ્જઈ ખગ્નિણ ખગ્ગુ, તહિં તેહઇ ભડ-ઘડ-નિવહિ કન્તુ પયાસઇ મન્ગ્યુ.
•
=
જ્યાં શ૨થી – બાણથી શર બાણ કપાય છે, ખડ્ગથી ખડ્ગ છેદાય છે ત્યાં - તે સંગ્રામમાં તેવા ભડ એટલે ભટ – યોદ્ધાની ઘટા એટલે સેનાના નિવહ એટલે સમૂહમાં (મારો) કંથ માર્ગ પ્રકાશે છે કાઢે છે – કરે છે.
•
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
‘ભડ’ કાઠિયાવાડમાં બહાદુરના અર્થમાં વપરાય છે. ‘તું ભડ હો તો આવી જા', ‘ભડના દીકરા ! ભાળ્યો તને !'
(૩૭) એક્કહિં અમ્બિહિં સાવણુ અણહિં ભદ્દવઉ, માહઉ મહિઅલ-સરિ ગંડસ્થલે સરઉ.
અંગિહિં ગિન્તુ સુહચ્છી-તલવણિ મસરુ,
તહે મુહે મુહ-પકઈ આવાસિઉ સિસિરુ.
તે મુગ્ધાની એક આંખમાં શ્રાવણ છે (અને) બીજી (આંખમાં ભાદરવો છે. (શ્રાવણ અને ભાદરવો એ બે માસમાં વરસાદ પડે છે, તેવી રીતે આ બે આંખમાં આંસુ પડે છે તેથી તે બે આંખને તે બે માસ સાથે સરખાવેલ છે). મહીતલ-સાથરા – ભૂતલ-અસ્તર – ભોંય ૫૨ના સાથરામાં માધવ – વસંત છે, (વસંત પલ્લવમય થાય છે તે રીતે સાથરામાં નવાંનવાં પાન બિછાવ્યાં છે), ગંડસ્થલમાં - કપોલમાં (પાંડુતા – પીળાશ પરથી) શરદ, અંગમાં (સુકાવાથી) ગ્રીષ્મ – ઉનાળો, સુખસ્થિતિરૂપી તલના વનમાં માગશર (માગશરમાં તલનાં ખેતરો લણી નાખવામાં આવે છે તેથી ઉજ્જડ થવાથી – સુખનો નાશ થવાથી માગશર) (અને) મુખપંકજમાં શિશિર (કે જે વખતે કમલો સુકાય છે.) આવાસ કરી રહેલ છે.
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org