________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો
૧૦૩
આ વિરહાવસ્થામાં પડેલી સ્ત્રીનું વર્ણન છે.
ડિૉ. ભાયાણી માહઉ” એટલે “માઘક' (માઘ માસ) એવો અર્થ કરે છે અને ભોંય પરની પથારી ઠંડી તેથી માઘ માસ એમ ઘટાવે છે. અન્યત્ર પણ કોઈએ એવો અર્થ લીધો છે. પરંતુ એમ કરતાં વિરહિણીની સ્થિતિમાં છ ઋતુ દર્શાવવામાં આવી છે તેમાંથી એક – વસંત – બાકી રહી જાય છે. “માહઉનો “માધવ એ અર્થ વધારે સ્વાભાવિક છે.]
સુહચ્છી – સં.સુખાસિકા – સુખસ્થિતિ. આ પણ યુગ્મ નથી પણ એક આખો છંદ છે. (૩૮) હિયડા ફુષ્ટિ તડ ત્તિ કરિ, કાલખેલેં કાઈ દેખઉં હય-વિહિ કહિં ઇવઇ, પઈ વિણ દુખ-સયાઈ.
• હે હૈડા ! તડ કરીને ફૂટ, કાલક્ષેપથી શું ? (પછી) જોઉં કે મૂઓ - અભાગિયો વિધિ તારા વિના, સેંકડો દુઃખો ક્યાં સ્થાપિત કરે છે ? • ઠવઈ – સં.સ્થાપતિ. મરાઠી ઠેવ' ધાતુ, જૈનમાં ‘ઠવણિ' વગેરે સરખાવો. (૪૧) પ્રગણિ ચિઠદિ નાહુ છું, – રણિ કરદિ ન ભંત્રિ.
• જે નાથ આંગણે બેસે છે, તે રણમાં (વીરતા) કરે છે (તેમાં) ભ્રાંતિ નથી. • | ડિૉ. ભાયાણી “રણમાં ભ્રમણ કરતો નથી એવો અનુવાદ કરે છે તે અસ્પષ્ટાર્થ છે. ‘મંત્રિ' (બ્રાન્તિ)નો “ભ્રમણ' અર્થ પણ જાણીતો નથી. “રણમાં ભ્રાન્તિ – ભૂલ કરતો નથી' એવો અનુવાદ થઈ શકે.]
જે-તેને માટે બધું-ત્ર' આવે છે (હેમચન્દ્ર, ૮-૪-૩૬૦). “ત્રમાં તે “ત(તુ)' છે જ. “૨' લાગ્યો છે જેવી રીતે “ધંત્રિમાં (બીજું રૂપ “ભંતિ મળે છે. દે.૪૫). “૨ લાગવાને માટે આગળ “વ્યાસ'નો વાસ થયો તે જુઓ ક્ર.૯૧. એક મારવાડી દોહા અનુસાર –
ભોલો બોલો દીસતો, સદા ગરીબી સૂત, કાકી ! કુંજર કાટતાં, જાવિયો જેડૂત,
• ભોળોભોળો દેખાતો હતો, સદા ગરીબીથી સીધોસાદો હતો પરંતુ કાકી ! લડાઈમાં હાથીઓને કાપતી વખતે મારા જેઠનો દીકરો જણાયો કે તેમાં આ જવાહર છે મિોટો વીરપુરુષ છે એની ખબર પડી.] • (૪૮) સાહુ વિ લોઉ તડફડઇ, વડુત્તણહો તeણ,
વડ્ડપ્પણુ પરિ પાવિઅઈ, હત્યિ મોકલડેણ.
• સર્વે – બધાય લોક વડપણને માટે તરફડે છે. પણ વડપણ મોકળા હાથથી પ્રાપ્ત થાય છે – પમાય છે. •
ગુજરાતીમાં કહેવત છે કે જેનો હાથ પહોળો તેનો જગ ગોલો. દાનથી જનમાં મહત્ત્વ પમાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org