SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ (૪૯) જઈ સુ ન આવઇ, દૂઇ, ઘરુ, કાઈ અહો મુહુ તુજ્જુ, વયણુ જુ ખંડઈ તઉ સહિએ, સો પિઉ હોઇ ન મજ્બુ. • હે દૂતી ! જો તે ઘેર ન આવે, તો તારું અધોમુખ – નીચું મોં શા માટે ? હે સખી ! જે તારું વચન [કે વદન] ખંડે તે મારો પ્રિય નથી થતો. • ‘કુમારપાલ-પરિશિષ્ટ’માં ‘સિંહ એસો’ એવું છપાયેલું છે. અધોમુખ ખંડિત વદનને છુપાવવા માટે છે. વચનનું ખંડન, વયણું – વચન અને વદન બંનેનો શ્લેષ છે. (૫૪) ૫† મુક્કાહં વિ વરત, ફ્ટિંઇ પત્તત્તર્ણ ન પત્તાણું, હોજ્જ, કહ-વિ તા તેહિં પત્તેહિં. તુહ પુણુ છાયા જઈ હે વરત ! ઊંચા પ્રકારના વૃક્ષ ! તારાથી મુકાયેલા તજાયેલા પત્રોનું - પાંદડાનું પત્રત્વ પાંદડાપણું ફીટતું નથી - બગડી જતું નથી, ચાલ્યું જતું નથી. વળી તારી જે છાયા હોય તે કોઈ પણ પ્રકારે તે જ પત્રોથી છે. — આ દૂતીને ઉપાલંભ છે. કહેલું ન માનવાથી છે. — આ અન્યોક્તિ છે. તું જેને તજે છે તેનાથી જ તારી શોભા છે. ફિટઇ ચાલી જાય છે, બગડે છે. સરખાવો દૂધ ફાટવું, ફિટકાર, સ્ત્રીનું ફીટી જવું, ફીટેલ સ્રી. ‘દોધકવૃત્તિ’કાર ‘વિવરતરુ' એક પદ લઈને વિ(પક્ષી)વર(સારા)ના તરુ - સારા પક્ષીના તરુ એવો અર્થ પણ કરે છે અને વરતરુ એમ એક પદ લઈને પણ બીજો ઉપ૨ જણાવેલો અર્થ કરે છે. (૫૫) મહુ હિઅ તઈ, તાએ તુહું સવિ અણ્ણ વિડિજ્જઇ, પિઅ કાઈ કરઉં હઉં, કાઈ તુહું મચ્છુ મચ્છુ ગિલિઈ. (નાયિકા અન્યમાં આસક્ત નાયકને કહે છે કે) મારું હૃદય તારાથી (લેવાયું), તું તેણીથી ગ્રહાયો, તેણી પણ .બીજાથી નચાય છે, હે પિયા ! હું શું કરું ? તું શું (કરે ?) (એ તો) મચ્છ મચ્છને ગળે છે (તેવું છે.) · મોટો મચ્છ નાના મચ્છને ગળે તેવો ‘માત્મ્ય ન્યાય' છે. ભર્તૃહરિના ધિક્ તાં ચ તં ચ મદનં ચ ઇમાં ચ માં ચ'વાળા શ્લોકનો ભાવ છે. પ્રકરણ ૭–૮ : હેમચન્દ્રે અવતરેલાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) Jain Education International (૬૨) મઇ જાણિઉં પિયવિરહિઅહં, ક-વિ ધર હોઇ વિઆલિ, નવર મિઅંકુ વિ તિહ તવઇ, જિહ દિણયરુ ખયગાલિ. • હે પ્રિયા ! મેં જાણ્યું કે પ્રિયથી વિરહીઓને કાંઈક ધર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy