SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૦પ અવલંબન વિકાલે – સંધ્યાકાળે થાય છે. પરંતુ (ઊલટું) મૃગાંક – ચન્દ્ર પણ તેવી રીતે તપે છે જેમ સૂર્ય પ્રલયકાળ (તપે છે તેમ). • જુઓ સોમપ્રભ, કુમારપાલ-પ્રતિબોધ' ક.૧૮ હવે પછી. (૬૩) મહુ કન્તો બે દોસડા, હદ્ધિ, મ ઝંખહિ આલુ, દેન્તહો હઉં પર ઉવૅરિઅ, જુઝન્તો કરવાલુ. • હેલિ ! (હે સખી !) મારા કન્વના બે દોષો (છે), આળ – વૃથા ઝંખ નહીં – બોલ નહીં. (તે કયા બે દોષ ? –) તેના દાન દેતાં હું કેવલ ઊગરી – બચી. અને ઝૂઝતાં – યુદ્ધમાં લડાઈ લડતાં તલવાર બચી. • આમાં એક સ્તુતિ છે ને બીજી નિન્દા એમ બંને સાથેસાથે છે. [વ્યાજસ્તુતિ છે.] (૭૧) ખગ્ન-વિસાહિઉ જહિં લહહું પિઅ, તહિં દેસહિં કહું, રણ-દુભિખું ભગ્નાઈ, વિષ્ણુ જુર્ગે ન વલાહું. • હે પ્રિયા ! જે દેશમાં ખડુંગથી સાબિત થયેલું મળે ત્યાં જઈએ. (અહી) રણ – દુર્ભિક્ષથી ભગ્ન થયેલા છીએ (તેથી) યુદ્ધ વગર પ્રસન્ન થતા નથી – આનંદ આવતો નથી. • જ્યાં તલવાર ચલાવી જીવિકાનો નિર્વાહ થઈ શકે ત્યાં ચાલો, અહીં તો રણ-દુર્ભિક્ષ – યુદ્ધના દુકાળથી (દિલ) તૂટી ગયું યુદ્ધ વિના આનંદ આવતો નથી. વલાહું – ન રતિ પ્રાપ્નમઃ (મજા આવતી નથી) એમ “દોધકવૃત્તિમાં અર્થ કર્યો છે તેને અનુસરી ઉપર અર્થ મૂક્યો છે, પણ તે ઠીક લાગતો નથી. વલાહું એટલે વળું – પાછો આવું. રણ-દુષ્કાળમાં ભાગ્યા છીએ. વિના યુદ્ધ પાછા નહીં આવીએ, (જેમ દુર્ભિા કારણે દેશથી ભાગ્યા તે સુભિક્ષ વગર પાછા આવતો નથી) – આ અર્થ બરાબર છે. [ડૉ. હરિવલ્લભ ભાયાણી આ બીજો અર્થ જ લે છે.] (૭૨) કુંજર, સુમરિ મ સલઇઉં, સરલા સાસ મ મેલિ, કવલ જિ પાવિય વિહિ-વસિણ, તે ચરિ માણું મ મેલિ. • હે કુંજર ! સલકીઓ (એક જાતના બળદો) [>, એ નામનાં વૃક્ષ, જેનાં પાંદડાં હાથીનો પ્રિય આહાર છે]ને સ્મર નહીં, સરલ એટલે દીર્ઘ શ્વાસ મૂક નહીં. વિધિવશે જે કવળ – કોળિયા મળ્યા તે ચર, માન રાખ નહીં. ‘દોધકવૃત્તિ’ પ્રમાણે “મેલિનો અર્થ બંને સ્થળે છોડવું કરવાથી નિરર્થક વાક્ય થાય છે. જે મળે તે ખા, ને માન છોડ નહીં – એ યોગ્ય નથી લાગતું. ત્યાં “મેલિ” એટલે રાખ એ અર્થ યોગ્ય લાગે છે. પ્રિાકૃત “મેલ' “છોડ” અર્થ જ આપે અને ડૉ. ભાયાણી એમ જ કરે છે. પરંતુ દેશાઈએ લીધેલો વાંધો યોગ્ય છે. કાં તો “મેલિનો એમણે કરેલો અર્થ કરવો જોઈએ. ‘માણુ અ મેલિ' એવો કોઈ પાઠ હોવાનું માનીએ તો “અને માન છોડ’ એવો અર્થ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy