________________
૧૦૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
શકે.] (૭૬) સત્તા ભોગ જુ પરિહરઈ, તસુ કસ્તૂહો બલિ કસુ,
તસુ દઈવેણ વિ મુંડિયઉં, જસુ ખલિહડઉં સીસુ.
• વિદ્યમાન હોય છતાં ભોગોને – પાસે હોય છતાં ભોગોને જે પરિહરે – તજે તે કંથને વારી જઈએ. જેનું માથું ટાલિઉં છે તેનું દેવે જ મુંડન કર્યું છે. •
એટલે જેની પાસે ભોગો નથી તે તો સ્વયમેવ – દેવાતુ તજે છે. આમાં ‘સહેજે બાવા બ્રહ્મચારી’ યા વૃદ્ધા નારી પતિવ્રતા' એ કહેવત લાગુ પડે છે. હિંદીમાં ‘બિના મિલતી કે બ્રહ્મચારી' એ કહેવત છે. (૮૦) ચૂડલ્લી ચુણી હોઇસઈ, મુદ્ધિ કવોલિ નિહિત્તઉ.
સાસાનલ-જાલ-ઝલકિઅઉં, વાહ-સલિલ-સિત્તઉ.
હે મુગ્ધ ! કપોલ પર રાખેલો ચૂડલો, શ્વાસરૂપી અગ્નિની ઝાળથી દગ્ધ થઈને, (અને) બાષ્પરૂપી પાણીથી સંસિક્ત થઈને ચૂર્ણ થશે – ચૂરેચૂરા થશે. • જુઓ ‘કુમારપાલ-પ્રતિબોધ', ક્ર.૨૩ હવે પછી. (૮૪) પુર્વે જાએં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ,
જા બાપીકી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ.
• જન્મેલા પુત્રથી શું ગુણ – ફાયદો ? મરેલાથી શું અવગુણ ? કે જેના બાપની ભોંય બીજાથી ચંપાતી હોય – લેવાતી હોય. •
પુત્તે જા – ભાવલક્ષણ. ચમ્પિજ્જઈ – દબાવવામાં આવે. સરખાવો પગચંપી - પગ દબાવવા તે. [આ દુહો રાજસ્થાનમાં નીચેને રૂપે પ્રચલિત છે --
બેટા જાયા કવણ ગુણ, અવગુણ ક્વણ મૂવાં,
જો ઊભાં ધર આપણી ગંજીજે અવર.. (૮૫) તે તેત્તિી જલુ સાયરહો, સો તેવડુ વિત્યારુ, તિસહ નિવારણ પલવિ નવિ, પર ઘુઠુંઅઈ અસારુ.
• સાગરનું તે જલ તેટલું, તેવડો તે(નો) વિસ્તાર ! તૃષાનું નિવારણ પલ પણ નહીં, છતાં અસાર – નકામો ઘૂઘવે છે – ગર્જના કરે છે. •
તિસ – સં. તૃષા, રાજસ્થાની તિસ. ઘુટ્યુબઈ - અવાજ સૂચવતું ક્રિયાપદ, ગર્જ છે. સરખાવો રાજશેખરસૂરિના “ચતુર્વિશતિપ્રબંધ' સાથે –
વરિ વિયરો નહિં જલુ પિયઈ, ઘુટુંઘુટુ ચુલુએણ, સાયરિ અત્યિ બહુય જલ, છિ ખાઉં કિં તેણ.
• વીરડો સારો કે જેમાં જલ ઘટઘુટુ ચાપથી પી શકીએ. સાગરમાં ઘણુંય જળ ખારું છે તેથી તેને શું કરવો ? •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org