________________
૧૯૦
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
ક્યાંય કર્યો નથી, કારણકે તે હજુ અવ્યક્ત રૂપમાં હોઈ વિકાસ પામતી હતી અને આભીરોક્તિ” એ નામથી વદાતી હતી, છતાં ભારતના સમયમાં એવી બોલાતી ભાષા તો જરૂર હતી. વળી એ પણ સ્પષ્ટ જણાય છે કે તે બોલનારાનો દેશ પંજાબ અને ઉપરનો સિંધ દેશ હતો. તેનામાં પોતાનું ઊંચી કથાનું સાહિત્ય હજુ નહોતું, અને બોલનારાનો વર્ગ બનવાસી જાતિઓમાં જ મર્યાદિત હતો કે જે જાતિઓ ધીમેધીમે પછીથી આગળ વધી દક્ષિણ અને પૂર્વમાં પેઠી અને હિન્દુ સંસ્કૃતિમાં મળી ગઈ. તેઓએ જૂની પ્રાકૃતોને અપભ્રંશ રૂપ આપ્યું ભાસે છે,
પ્રકરણ ર : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન)
૨૬૫. (૩) ધરસેન : અપભ્રંશના કાળ માટે ઉપયોગી એવો એક ઉલ્લેખ, એક શિલાલેખ કાઠિયાવાડ – સુરાષ્ટ્રના વલભીના રાજા ધરસેન બીજાનો છે તેમાં કરેલો છે. તેમાં પોતાના પિતા સંબંધી ધરસેને આ પ્રમાણે કહેલ છે : સંસ્કૃતપ્રાકૃતાપભ્રંશ ભાષાત્રયપ્રતિબદ્ધપ્રબન્ધરચનાનિપુણતારાન્તઃકરણ” વગેરે. (ઇન્ડિઅન એન્ટિવેરી, યાકોબીએ ઉલ્લેખેલ પ્રસ્તાવના પૃ.પપ પર) એટલે “તેનું મન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એ ત્રણ ભાષામાં છંદોબદ્ધ પ્રબંધની રચના કરવામાં અતિ નિપુણ હતું”. આ ધરસેનનો પિતા ગુહસેન હતો તેના ઈ.સ.પપ૯ અને ૫૬૯ની વચમાંના શિલાલેખો મળી આવે છે. (મુંબઈ ગેઝેટિઅર, વો.૧, ભાગ ૧, પૃ.૯૦) આ પરથી જણાય છે કે ઈ.સ.છઠા સૈકામાં અપભ્રંશમાં કાવ્યો રચાતાં હતાં. જોકે હજુ તે સમયનું એક પણ ઉપલબ્ધ થયેલ નથી.
- ૨૬૬. (૪) ભામહ : સંભવિત રીતે ઈ.સ.છઠા સૈકાની અંતે થયેલ છે. તે અપભ્રંશના સંબંધી જાણે છે અને તે સાહિત્યમય કાવ્યના ભાગ પાડતાં અપભ્રંશનો ઉલ્લેખ કરે છે :
૨૬૭. “કાવ્ય એ શબ્દ અને અર્થ સહિત છે. તે કાવ્ય પદ્ય અને ગદ્ય એમ બે પ્રકારનું છે. વળી તે સંસ્કૃત, પ્રાકૃત અને તે ઉપરાંત અપભ્રંશ એમ ત્રણ પ્રકારનું
૨૬૮. આ જાતનો ભામહનો ઉલ્લેખ ઘણો ઉપયોગી છે, કારણ કે એ સિદ્ધ કરે છે કે ઈ.સ.૬ઠી સદીના અંતમાં અપભ્રંશનું અસ્તિત્વ હતું, પરંતુ તે ભાષા કોણ બોલતું હતું યા કોણે બોલવી જોઈએ એ સંબંધી તે કંઈ કહેતા નથી. દંડીની પેઠે તેમણે તેમ કહ્યું હોત તો વિશેષ સારું થાત.
૨૬૯. (૫) દંડી : તેમણે “કાવ્યાદર્શ' (પ્રકાશિત, બિબ્લિૉથેકા ઇંડિકા, સન ૧૮૬૩) એ નામનો ગ્રંથ રચ્યો છે તેમાં જે સાહિત્ય પોતાના સમયમાં ભણેલાઓમાં
૪૭. શબ્દાર્થો સહિતી કાવ્ય ગદ્ય પદ્ય ચ તત્ દ્વિધા | , સંસ્કૃત પ્રાકૃત ચાન્યદપભ્રંશ ઇતિ ત્રિધા || ૧-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org