________________
અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો
૧૮૯
ઉત્તરના દેશોમાં “રકારવાળી, હિમાલયની સીમામાં આવેલા અને સિંધુ તથા સૌવીર દેશમાં ઉકાર બહુ આવે તેવી, અને ચર્મસ્વતી નદીની પેલી પાર અને અબુંદ (પર્વત) આસપાસના દેશોમાં તકાર જેમાં બહુ આવે એવી ભાષા પ્રયોજવી.”
૨૬૧. આમાં “ઉકાર જે ભાષામાં બહુ આવે તે અમુક સ્થળે પ્રયોજવી એ ભૂલ છે. ‘ઉ'કાર બહુ આવે એવી ભાષા તે જ અપભ્રંશ છે કે જેનું ખાસ લક્ષણ તે છે. પણ તે ભાષાનું અપભ્રંશ નામ નથી આપ્યું કારણકે તે નામ તે વખતે પડ્યું નહીં હોય. પછી લખનારાઓએ ને વૈયાકરણોએ જેને અપભ્રંશ નામ આપ્યું છે તે તેને લાગુ પડે છે. હવે જે દેશોમાં ‘ઉકારવાળી ભાષા હતી તે દેશો નોંધવા જેવા છે. હિમાલય પાસેના એટલે ઉત્તર પંજાબ, સિંધુ અને સૌવીર. આ સંબંધમાં હવે પછી કહીશું, પણ તે દેશો એવા તો જરૂર છે કે જ્યાં ગાયો, ઘોડા ને ઊંટ ચારવાનું બહુ થતું અને તે ચારનારી જાતિ ત્યાં બહુ વસતી. ગમે તેમ પણ એટલું તો ખરું કે ઊંટને ચારનારા-રાખનારાને સિંધુના તીર પર આવેલા રેતાળ પ્રદેશો સિવાયના અન્ય દેશો વધારે સાનુકૂળ ન હોઈ શકે.
- ૨૬૨. ભરતને અપભ્રંશનો પરિચય અમુક સ્વરૂપમાં હતો એમ તેમણે ૩૨મા અધ્યાયમાં છંદોની વ્યાખ્યા આપતાં આપેલાં ઉદાહરણો પરથી જણાય છે. તેમનું નાટ્યશાસ્ત્ર પ્રાકૃત ભાગો માટે બરાબર શુદ્ધ સંશોધિત થઈ પ્રકટ થયું હોત તો વધારે સારું હતું.
(૧) મોરલ નચત્તલ, મેહાગને સંભત્તાન્ત)ઉ. ૬૬ (૨) મેહ ઉદ્ભવતું નઈ (ણ) જોહઉ, ણિચ્ચ ણિપ્પાહે એસ ચંદઉ. ૭૪ (૩) એસા હંસવધૂ (હું) હિ (ઈ)ચ્છા કાણણઉ,
ગંતું જુ(ઉ)સુઈયા, કત સંગઈયા. ૯૯ (૪) પિયવાઈ વાયતું (ઉ), સુવસંતકાલ (ઉ),
| પિયકામુકો.(કઉ) પિય મદણ જરંતઉ. ૧૦૮ (૫) વાયદિ વાદો એહ પવાહી રુચિદ ઈવ. ૧૬૯
૨૬૩. આ પરથી જણાશે કે (૧) આખું અપભ્રંશ છે કારણકે (ક) તેમાં ત્રણ સ્થળે પ્રથમા એકવચનનો “ઉ'કાર છે, અને (ખ) અન્ય પ્રાકતોની જેમ સામાન્યપણે અપભ્રંશમાં છે તેમ ભને બદલે “હ વપરાયો છે. (૨) તે કંઈક વિલક્ષણ છે છતાં તેને સુધાર્યા વગર તેમાં ‘ઉ'કાર જોઈ શકાય છે, અને ખાસ લક્ષ ખેંચે તેવું એ છે કે ‘જોહઉં નાન્યતરજાતિમાં છે તે બતાવે છે કે લોકોની ભાષામાં તેટલા પ્રાચીનકાળે પણ લિંગ – જાતિઓને ધ્યાનમાં લેવામાં નહોતી આવતી. “નઈ પણ ધ્યાન ખેંચે છે. (૩) “કાણણઉ', ‘ઉસુઈયા', “સંગઈયા' એ ખાસ અપભ્રંશ છે. (૪) જોકે ‘વાયઉ અને “કાલઉ' એ સુધારી મૂક્યા છે, છતાં જરંતઉ” એ શબ્દથી તે અપભ્રંશ હોવામાં કોઈ જતનો શક રહેતો નથી. (૫)માં “એહ અપભ્રંશ છે.
૨૬૪. આ પરથી સ્પષ્ટ છે કે જોકે ભરતે અપભ્રંશ એ નામથી સ્પષ્ટ નિર્દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org