________________
૬૦
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
ઋષભ જિનેશનું ત્યાં ચૈત્યગૃહ તુંગ સભા શોભતો જાણે ચન્દ્ર. • ૧૨૯. આ ગ્રંથના અંતનો ભાગ નીચે પ્રમાણે છે :
અંગ્વપસાએ ચચ્ચિણિપુખ્ત ગિહત્થચ્છક્કમ્મપવિત્તિપવિત્તે ગુણવાલો સુએણ વિરયાવિક અવરેહિમિ મeણ સંભાવિ8. બારહસય સસત્તચયારીહિ, વિક્રમ સંવ્વચ્છરહો વિસાલિહિ, ગયહિમિ ભદ્વયહો પખંતરિ ગુરુવાસરશ્મિ ચઉસિ વાસરિ. • અંબાપ્રસાદે ચાચ્ચિણિ-પુત્રે ગૃહસ્થ ષકર્મપ્રવૃત્તિપવિત્ર, ગુણપાલના સુતે વિરચાવ્યો અવરે પણ મનથી સંભાવ્યો; બારસો સાત સાથે ચ્યારે (૧૨૭૪ ?) વિક્રમ સંવત્સરના વિશાલે, ગયે ભાદરવાના પક્ષાંતરે ગુરુવાર અને ચઉદશ વાસરે,
એક માસે એહ સમર્મો સ્વયે લખ્યો આલસ અપહરીને. (આ ઉપરના ફકરા ૧૧૧થી ૧૧૬ની સર્વ હકીકત પંડિત લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી, સેંટ્રલ લાયબ્રેરી વડોદરાવાળાએ કૃપા કરી શ્રમ લઈ પૂરી પાડી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.)
[‘છકમુવએ સુ' (‘ષકર્મોપદેશ') પ્રો. મધુસૂદન મોદી સંપાદિત ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરામાં પ્રકાશિત થયેલ છે.]
૧૩૦. કેટલીક નાનીનાની કૃતિઓ સંધિ યા રાસુ એ નામથી અપભ્રંશ છે. તે પૈકી કેટલીક અત્રે નોંધીએ છીએ :
ચરિંગસંધિ' તેમાં ૫ કડવક છે. તેમાં ચાર શરણનું વર્ણન છે.
‘ભાવનાસંધિ જયદેવગણિ (શિવદેવસૂરિશિષ્ય)કત છ કડવામાં છે. મારી પાસે મુનિ અમરવિજયજીએ ઉતારી મોકલેલી નકલ છે તેમાં ૬૨ ગાથા છે. તેના આદિઅંત :
પણમવિ પુણસાયર ભુવદિવાયર, જિણ ચકવીસઈ ઈક્કમણિ, અખં પડિબોહઇ મોહ નિરોહઈકોઇ ભવ ભાવણ વિસણુ. રે જીવ ! નિસુણ ચંચલ સહાય, મિલ્હવિષ્ણુ સયલવિ વઝ-ભાવ, નવભેય પરિગ્રહ વિવહ જાલ, સંસારિ અત્યિ સહુ ઈક્ષિાલુ.
નિમ્મલગુણભૂરિહિં સિવદિવસૂરિહિં પઢમ સીસુ જયદેવમુણિ,
કિય ભાવણસંધી સભાવુ સુગંધી નિસુણી અવિ ધર મણિ. [‘ચરિંગભાવણાસંધિ' જનપ્રભ(?)કૃત, તથા ભાવણાસંધિ' ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.].
૧૩૧. સં.૧૩૬૧માં મેરૂતુંગસૂરિએ “પ્રબંધચિંતામણિ' વઢવાણમાં રચ્યો છે. તેમાં અપભ્રંશ ઘણું મળે છે. તેનો વિસ્તાર હવે પછી કરવામાં આવશે.
૧૩૨. તેરમા શતકના અંતે તથા ચૌદમાના પ્રારંભે થયેલા આગમગચ્છના જિનપ્રભસૂરિએ કેટલાક સંધિ – ટૂંકા ગ્રંથો રચેલા છે. તેમાં કેટલાક તો શત્રુંજય પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org