SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૨૬. કવિએ ૧૪ સંધિમય પ્રાયઃ અઢી હજાર ગાથા પ્રમાણ ઉપરોક્ત ‘છકમ્બુવએસો’(‘ષટ્કર્મોપદેશ') ગ્રંથને એક મહિનામાં રચ્યો હતો. તેની છેવટની પ્રશસ્તિમાં પોતાની આ કૃતિ સાથે આઠ કૃતિઓનાં નામ આપ્યાં છે : ૧. નેમિનાથચરિત્ર, ૨. મહાવી૨ચિરત્ર, ૩. યશોધ૨ચિરત્ર (પડિયાબંધ), ૪. ધર્મચરિતટિપ્પન, ૫. સુભાષિત-રત્નનિધિ (સ્વાધ્યાય – સઝાય, શ્લોક વગેરે રૂપ), ૬. ચૂડામણિ (ધર્મોપદેશ), ૭. ધ્યાનોપદેશ (ધ્યાનશિક્ષા), અને ૮. ઉક્ત છકમ્પ્રુવએસ. આ સિવાય લોકોને આનંદ પમાડનાર સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો તેમણે ઘણાં રચ્યાં હતાં. આ ઉ૫૨થી તેમનું સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કેટલું પ્રાવીણ્ય હશે તે આપણે કંઈક કલ્પી શકીએ તેમ છીએ. ૧૨૭. ‘છકમ્પ્રુવએસો' ગ્રંથની સં.૧૫૪૪માં લખાયેલી સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવની પ્રતિ ઉપ૨થી હમણાં લખાવેલી એક પ્રતિ સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરામાં છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી, પણ પ્રકાશિત થવાની જરૂર છે. આ ગ્રંથમાં આપેલી કેટલીક કથાઓ વિ.સં.૧૧૨૭માં પ્રાકૃતમાં રચાયેલા ‘વિજયચંદકેલિચરિય' (અષ્ટપ્રકારી પૂજાવિષયક કથાઓ)ના અનુકરણરૂપ જણાય છે કે જેના કર્તા શ્વેતામ્બર ચંદ્રપ્રભ મહત્તર છે. ૧૨૮. આ ‘છકમ્પ્રુવએસો' ગ્રંથનો આદિભાગ નીચે પ્રમાણે છે : અવ ગુજ્જર વિસયહો મજ્ડિ દેસુ, ણામેણ મહીયડૂ વહૂપએસુ, ણયરાય૨-વરગામહિ ગ્રિĀ, ણાણાપયા૨સંપઇસમિ@ તહિ ણયરુ અસ્થિ ગોદ્દહય ણામુ, ગં સગ્ગુ વિચિત્ત સુરેસધામુ પાસાયહ પંતિઉ જહ સહંતિ, સયબ્ભહોં તિસા[?]ર્ણ વહંતિ ધકિંકિણ-કલરવેહિ સરિદ્વિ ણું કહઇ સુરહં પાસિયઇ સિદ્ધિ. તહિ ચાલુક્કવંસિણ ય જાણઉ, પાવઇ કણ્ડરિંદ પહાણઉ જો બઝ્ઝતરારિ-વિધ્વંસણુ, ભત્તિએ સમ્માણિયચ્છદ્દેસણુ, ૫૯ રિસહહો જિણેસહો તહિ ચેઇહરુ, તુંગુ સહાસોહિઉ ણં સસહરુ. • અથ ગૂર્જર વિષયની મધ્યે દેશ નામે મહીતટ બહુપ્રદેશ, નગરાક૨વ૨ ગામોએ નિરુધ્યો, નાનાપ્રકાર સંપથી સમૃદ્ધ; ત્યાં નગર છે ગોધરા નામે જાણે સ્વર્ગ વિચિત્ર સુરેશધામ, પ્રાસાદની પંક્તિઓ જિંહા શોભે, શરદભોની તૃષા(શોભા ?)ને વહે છે; ધ્વજા-કિકિણિના કલ૨વોએ સ્વઋદ્ધિ જાણે કહે છે સુરોની પાસે સિદ્ધિ. ત્યાં ચૌલુક્યવંશનો જાણો પાલે કર્ણા (કાન્હ ? કર્ણ) નરેન્દ્ર પ્રધાન, જે બાહ્યાભ્યતરારિ-વિધ્વંસન ભક્તિએ સન્માને છએ દર્શન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy