________________
૫૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
રામચંદ્રસૂરિ શિષ્ય જયમંગલસૂરિ છે. નમૂનો :
તારડ ડરડક્કિ, શૃંગ ઢલક્તિ, ફુટ્ટિએ તુષ્ટિએ ટોલ, ત્રાટક ત્રટર્કિ, રણણ રણદ્ધિ, રણણિઅ ઝણણિએ ઝોલ, તા ગજિએ, અંબર વજ્જિા , જલનિહિ ગુંજિ, નિજઝરણાઈ, તા કાયર કંવિય, કામિણિ ઝૂફિય, તુષ્ટિએ આભરણાઈ ૧૧ તા કુખ્ય કડુક્કિા , સેસ ધડુક્કિ, થરહારિઉ વારાહ, સાયર ઝલહલિઆ, ગિરિ ઢલઢલિયા, હુ નકે નરનાહ, દિગય ગડગડિઆ, ગિહ ખડખડિઆ, જહુ નક્કો મરંડ, સહસબુ ચમક્કિા , સુરગણ સંકિઅ કિર ફુટ્ટો બભંડ. ૧૨
તા નેક મંગલ વિત્થ કરિહણિ વીર જણણિ અપ્પિઉ, તા સયલ સુરવર ઠામ પુહુતલ રંગ જગિ થિર થપ્પિક. ૧૭ તા વાદિએ દેવસૂરિ પાય પણમવિ, અનઈ પણ દેવસૂરિ વંદિઅ,
જ સુંદર સુગુરુ રામચંદસૂરિ જગિ જયઉ મંગલસૂરિ બુદ્ધિઅ. ૧૮ ૧૨૨. વાદિ દેવસૂરિ જન્મ સં.૧૧૪૩. દીક્ષા સં.૧૧૫ર રામચંદ્ર મુનિ નામ. આચાર્યપદ સં. ૧૧૭૪માં, નામ દેવસૂરિ પડ્યું. સં. ૧૧૮૧માં દિ, કુમુદચંદ્ર આચાર્ય પર સિદ્ધરાજની સભામાં જીત મેળવી, સં. ૧૧૯૯માં ૨૪ શિષ્યોને આચાર્યપદ આપ્યું. સં.૧૨૦૪માં લોધીમાં પાર્શ્વનાથપ્રતિષ્ઠા. સ્વ.સં.૧૨૨૬; આથી તેમજ જયમંગલસૂરિએ સં. ૧૩૧૯માં સુંધા પહાડ પરના ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચી તેથી આનો સમય તેરમી સદીનો અંત વિના હરકતે મૂકી શકાય.
૧૨૩. સં.૧૨૪૧માં સોમપ્રભાચાર્યે કુમારપાલપ્રતિબોધ' પ્રાકૃત કાવ્ય રચ્યું છે તેમાંથી ઘણું અપભ્રંશ પ્રાપ્ત થાય છે. તેના સંબંધમાં હવે પછી જુદા વિભાગમાં જુદા પ્રકરણમાં જુદું કહીશું.
૧૨૪. મહાકવિ અમરકીર્તિ ચૌલુક્ય કર્ણ (કાન્હ ?) રાજાના વખતમાં એટલે વિ.સં. તેરમી શતાબ્દીમાં વિદ્યમાન હતો. તેમણે વિ.સં. ૧૨૪૭(૭૪)માં ભાદ્રપદ વદ ૧૪ ગુરુ દિને “છકમ્યુવએસો’ નામનો ગૃહસ્થોનાં ષકર્મોના ઉપદેશ સંબંધીનો ગ્રંથ, ગુજરાતના મહીકાંઠાના પ્રદેશના ગોદ્દહય (ગોધા) નામના ગામમાં રચેલ છે. આ ગ્રંથની રચના તેણે નાગરકુલ અને કહઉર (કર્ણપુર ?) વંશના ગુણપાલ અને ચચ્ચિણિના પુત્ર મહાભવ્ય અંગ્વપસાય (અંબાપ્રસાદ)ની પ્રાર્થનાથી કરી છે, અને તે અપભ્રંશ ભાષામાં છે.
૧૨૫. આ કવિએ ઉક્ત અંબાપ્રસાદને પોતાના લઘુબંધુ તરીકે ઓળખાવેલ છે, એથી કવિ જ્ઞાતિથી નાગરબ્રાહ્મણ જણાય છે; છતાં તે જૈન ધર્મની દીક્ષાથી દીક્ષિત થયા હતા. તે સાધુ તરીકેની અવસ્થામાં માથુરસંઘ (દિગંબરી)ના ચંદ્રકીર્તિના શિષ્ય હતા, કે જે ચંદ્રકીર્તિ પં. અમિતગતિ (મુંજ-ભોજના સમયમાં થયેલ)ના શિષ્ય શાંતિસેનના અમરસેનના શિષ્ય પં.શ્રીષેણસૂરિના શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org