________________
૧૧૮
લોઓ જૂરઇ જૂરઇ વઅણિજ્જ હોઇ હોઇ હોઉ સત્રામ, એઇ ણિમજ્જસુ પાસે પુઈ ણ એઈ મે ણિદ્દા.
.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
લોકો ખીજે, ખીજે, વચનીય (નિંદા) સન્નામની થાય તો થવા ઘો;
આવ, પુષ્પવતી ! પાસે સૂઈ જા, મને નિદ્રા આવતી નથી. • (૧૬૧) રક્બઇ સા વિસહારિણી, બે ક૨ ચુંબિવિ જીઉ, પડિબિંબિઅ-મુંજાલુ જલુ, જેહિં અડોહિઉ પીઉ.
• જેમાં મુંજાલનું (મુંજનું) પ્રતિબિંબ પડેલું છે તે સ્વચ્છ [ડહોળ્યા વિનાનું] પાણી જે હાથે પીધું તેનું ચુંબન લઈને તે પાણીવાલી (તરુણી) [મૃણાલવતી] પોતાનો જીવ રાખે ટકાવે છે.
કોઈ તળાવના કાંઠે મિલન થયું હતું. કિનારા પર મુંજ ઊગી હતી, તેનો પડછાયો પાણીમાં પડ્યો હતો. પિયુએ તેના હાથોથી જલ પીધું હતું, પછી મળવું નહીં થયું. નાયિકા તે હાથોને ચુંબતી-ચુંબતી જીવતી રહી છે.
વિસ – જલ, સંસ્કૃતમાં પણ અપ્રયુક્ત છે; જો બિસ (કમલની નાલ) લાવનારી એવો અર્થ કરીએ તો ઠીક, કારણકે કમલનાલનું મૂલ ત્યાં રહે છે કે જ્યાં જલમાં મુંજનું પ્રતિબિંબ પડ્યું હતું. આ માટે કમલનાલ તોડતી વખતે બધું સ્મરણ આવતું જાય છે. બે – ‘દોધકવૃત્તિ’ કદાચિત્ ‘જેહિ’ના નિત્ય સંબંધથી તેને વર્તમાન હિન્દીના ‘વે’ એટલે ‘તે’ એમ માનતી જણાય છે. મુંજાલુ ‘આલા’ પ્રત્યય ‘વાળા'ના અર્થમાં. જુઓ આ પૂર્વે ફકરો ક્ર.૪૮.
-
[સંસ્કૃત-પ્રાકૃતમાં ‘વિષ-વિસ’નો એક અર્થ ‘જલ’ છે જ અને ડૉ. ભાયાણી પણ ‘વિસ-હારિણિ’ એટલે પનિહારી એ અર્થ કરી ઉપર મુજબ અનુવાદ આપે છે. પણ ‘બિસ' એટલે ‘મૃણાલ' એ અર્થ પણ યુક્ત જ છે અને તેથી બિસહારિણિ’ ‘મૃણાલવતી’ના અર્થમાં હોવા સંભવ છે. ‘મુંજ’ શબ્દ શ્લિષ્ટ હોય, એનાથી મુંજ નામનું ઘાસ અને મુંજ રાજા બન્ને સૂચવાતા હોય એવોયે સંભવ છે. વિસહારિણીમાં પણ શ્લેષ હોય.]
(૧૬૨) બાહ વિછોડવ જાહિ તુહું, હઉં તેવંઇ કો દોસુ,
હિઅય-ઉ જઈ નીસરહિ, જાણઉં મુંજ સરોસુ.
Jain Education International
• હાથ છોડી તું જાય છે, તેમ હું પણ જાઉં (તેમાં) કોનો દોષ ? પણ હૃદયમાંથી તું જો નીસરી જશે, તો પછી મુંજનો મારા પર રોષ છે [મુંજ, તારો મારા પર રોષ છે] એમ હું જાણીશ.
જુઓ ફકરો ક્ર.૪૭ અને હવે પછી ‘પ્રબંધચિતામણિ'ના ઉદાહરણ પૈકી ક્ર.૧૦. ‘દોધકવૃત્તિ’ ‘મુંજો ભૂપતિઃ સરોષઃ' બતાવી એમ અર્થ કરે છે કે નાયિકા નાયક મુંજને કહી રહી છે. કોઈ ‘મુંજસુ રોસુ' એમ બતાવે છે. ‘મુજસુ’ એટલે મુંજ સાથે. (૧૬૩) જેપ્તિ અસેસુ કસાય-બલુ, દેપ્પિણુ અભઉ જયસ્તુ,
લેવિ મહત્વય સિવુ લહહિં, ઝાએવિષ્ણુ તત્તસ્તુ.
•
For Private & Personal Use Only
www.jainelibrary.org