SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ પાનું ઓછામાં ઓછું ૨૦૦ વર્ષ જેટલું જૂનું લાગે છે. (૧૨) છૂટક અસંબદ્ધ પાનાં, ૨૦૦થી ૪૦૦ વર્ષ સુધીનાં જૂનાં. ૨૩૯. આ સર્વેમાંથી આપણને આશરે બધાં મળીને ૫00 સૂક્તો મળી આવશે. જુદાજુદા સંગ્રહોમાંથી એક જ સૂક્તના અથવા એક જ ભાવાર્થનાં સૂક્તોનાં જુદાં પાઠાંતરો મળી આવશે. ઉદાહરણ તરીકે – (૧) દિઠ્ઠાં જે નવિ આલવઈ પુચ્છાઈ કુસલ ન વત્ત, તાહં તણાં કિમ જઈઇ રે હાયડા નીસત્ત. હસીય ન વયણે આલવઈ કુશલ ન પૂછઈ વત્ત, તહિ મંદિરિ નવિ જાઈઇ રે જીવડા નીસત્ત. (ક.૧૦, ૩૦૦ વર્ષની જૂની પ્રતિમાંથી) આની સાથે સરખાવો ક્ર.૧ના “અંબડકથાનક'માંનું, - નમી ન મૂકઈ બેસણું, હસી ન પૂછ0 વત્ત, તેહ ઘરિ કિમ ન જાઈએ, રે હાંડી નીસત્ત. (૨) કે પઢીયા કે પંડીયા કે ગુરુઆ ગુણધીર, નારી તે નચાવીયા જે હુંઈ બાવનવીર. (ક.૧૦માંથી) આની સાથે સંબડકથાનકમાંનું નીચેનું સરખાવો : જે પઢિયાં જે પંડિયા જે જગ ઉપર વટ્ટ, તે મહિલાઈ ફેરીએ જીમ ફેરવઈ ઘરટ્ટ. (૩) પાણી ઘણું વિલોઈડ કર ચોપડા ન હૃતિ, નગુણ જણ સંદેસડઉ નિષ્ફલ હુંતિ નિભંતિ. આની સાથે સરખાવો ‘સૂક્તાવલીમાંનું – નિજીવણ ઉવએસડા મહીઆ જંતિ ન ભંતિ, પાણી ઘણું વિલોઈડ કર ચોપડા ન હૃતિ. (૪) પાપહ વેલા ઝડપડઉ ધમ્મહ મંદિય દેહ, આપણા પાંસઉ ચોરડી તઈ કિહ સિખી એહ. જઈ ધમ્મક્તર સંભલી અનું નયણે નિદ્દ ન માઈ, વાત કરતા માણુસહ ઝાબકિ રમણિ વિહાઈ. સરખાવો ‘સૂક્તાલી'માંના ધમધમના તથા પ્રમાદત્યાગનાં પ્રથમ સૂક્તો. (પ) સાહસી લચ્છી હવઈ નહુ કાયર પુરુસાંહ, કaહ કુંડલ રયણમય કજલ પુણિ નયણાંહ. સીહ સુયણ ન ચંદ બલુ તારાબલ નવિ રિદ્ધિ, એકલ સહસં ભિડઇ જિહિં સાહસ તિહિં સિદ્ધિ, (ક.૧૦માંથી) ૧. કોઈ રીતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy