SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ચિત્ત સારી રીતે સમજી લેવું, (૭) પોતાનું અંગ (પક્ષ, હકીકત) દેખાડવું નહીં, અને અન્યના અંગને ખ્યાલમાં રાખવું – વિચારવું – તેનો પરામર્શ કરવો, (૮) પરકાર્ય સાંભળતાં છતાં ન સુણી – તે પ્રત્યે બહેરા રહી. પોતાના કાજ ચલિત ન કરવાં – સ્થિર કરવાં – દઢપણે વળગી રહેવું, (૯) કોઈને પોતાનું ચરિત્ર કળાવવું – જણાવવું નહીં (રખેને કોઈ કળી જાય) અને અન્યનું અંગ (પક્ષ – હકીકત) તેમાં પ્રવેશ કરી કળી જવું – જાણી લેવું. • આનાં વિશેષ ઉદાહરણો આ ગ્રંથ મુદ્રિત થયેલ છે એટલે તેમાંથી જોઈ શકાશે તેથી અત્ર આપ્યાં નથી. ૬૦. મહાકવિ ધવલ પણ દશમી સદીમાં થયા જણાય છે. નિર્ણાત સમય બરાબર કહી શકાતો નથી પરંતુ દશમી સદીથી આગળ તેમનો સમય લાવી શકાશે નહીં એમ તો જણાય છે. તેમણે ૧૨૨ સંધિમાં – અધ્યાયમાં અને ૧૮૦૦૦ શ્લોકમાં હરિવંશપુરાણ” રચેલો કારંજા ભંડારમાં જણાયો છે, તેમાં મહાવીર અને નેમિનાથ તીર્થકરોનાં ચરિત્ર વર્ણવ્યાં છે. મહાભારતની કથા પણ તેમાં છે. ૬૧. આની ભાષાનો પણ થોડો નમૂનો લઈએ. કવિ કુંડગ્રામ (મહાવીરના જન્મગ્રામ)નું વર્ણન કરે છે કે જબૂદીવહિં સોહણુ અસેસુ, ઈહ ભરતખેત્તિ ણે સુરણિવેસુ, ધરહરિહિં સરિહિં સુરઉવવBહિં, આસિદ્ધિ મહિસિહિ પરુ ગોહણહિ. ૧ ગામિહિ ગોઠહિ કોટ્ટહિ પુરોહિં, વહુવિહસાયહિ કમલાયહિં, સુપ્રસિદ્ધઉ ભુવણિ વિદેહદેસુ, ભય-રહિઉ પસિદ્ધઉ ણિરવિસેસુ. તહિં કુંડ-મહાપુરુ ભુવણ-સારુ, ઉત્તગુ મોહરુ તો પયારૂ; દૂરહો દીસઈ ઉજ્જલઉ ભાઈ, મણિમંડિય સુરગિરિસિહ ભાઈ. ખાઇય પૂરિય સિમ્મલ-જલેણ, ણે વિપ્નઈ દિયરરહેણ; ધવલહરિહિ પવલિહિ ગમણિ લગ્ન, પુરુ દી સઈ ણે સુરલોયમઝુ. ૪ દુ-તિ-પંચ-સત્ત-ભૂમીયરેહિ, જિણભવણિહિ ધય ધુવંતએહિ, જાણેવિણુ વીર-જિણાગમેણ, હું છું અઈય તુઠઈ મેણ. ઘત્તા બહુધણુ બહુગુણ બહુસુય જુત્તલ, તહિં શિવસઈ જિણબકખમ ભત્તઉં, ણિચ્ચ પસાહિત્ય તહ શરણારિઉં, ણે સુરલોય મહિહિ અવયારિઉ. • આ સમસ્ત જંબૂદ્વીપમાં શોભાયમાન, સુરલોકની સમાન ભરતક્ષેત્ર છે. તેમાં પર્વત, નદી, દેવોપવન, અશ્વો, મહિષી અને ગોધન, તથા ગામ, ગોષ્ઠિ, કોટ, પુર અને અનેક વિકસિત કમલાકરોથી (સુસજ્જિત) ભુવનપ્રસિદ્ધ વિદેહ દેશ છે કે જે ભયથી રહિત અને પૂર્ણ વિખ્યાત છે. આમાં કુંડ નામનું એક ભુવનશ્રેષ્ઠ મોટું નગર છે, જેના ઊંચા અને મનોહર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy