________________
દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય
- ૨૯
બોલાતી બંધ નહીં પડી હોય તે સમયમાં ધનપાલે આ લખેલ હશે અને હેમચન્દ્રજીના સમયમાં તે સાહિત્ય રૂપે વિદ્યમાન રહેવા ઉપરાંત વિકૃત ભાષા થઈ ગઈ હશે. આથી તેમના અને હેમાચાર્ય વચ્ચે ઓછામાં ઓછું બે સૈકાનું અંતર ગણી શકાય. આ ગ્રંથ ડૉક્ટર હર્મન જેકોબીએ સને ૧૯૧૮માં મ્યુનિચમાં રોમન લિપિમાં જર્મન ભાષામાં ભૂમિકા સહિત પ્રકટ કર્યો છે ને તેમાં અપભ્રંશ સંબંધી અતિ સુંદર, મહત્ત્વપૂર્ણ અને શોધખોળથી યુક્ત વિવેચન વિસ્તારથી કર્યું છે. ત્યાર પછી સ્વ. સાક્ષર ચિમનલાલ દલાલથી સંશોધિત ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝમાં નં.૨૦માં સને ૧૯૨૩માં બહાર પડેલ છે તેમાં સ્વ. ડૉ. ગુણેએ જેકોબીનો આધાર લઈ વિસ્તૃત પ્રસ્તાવના અને વિવેચન અંગ્રેજીમાં કરેલ છે ને તેમાં શબ્દકોશ પણ છેવટે આપ્યો છે. અપભ્રંશનો પહેલો સંપૂર્ણ ગ્રંથ પ્રકાશમાં આ જ આવ્યો. પ૯. આમાંથી એક નમૂનો લઈએ :
ટુક્કિવિ સહું જણણિ કિઉ મંતુ, તુરિઉ તાય પરિવઢિય તંતુ, મઈ તે કણયદીઉ પઇસિવ્વલ, અચ્છાઈ તામ એહુ સુહસેવઉં, તે ખિસુણિવિ પરિવઢય મંતિ, કરયલુ વયણિ દિગ્ન વિહસંતિ, ડિહિં ચડિવિ જઈ તે કિર કિસ્જદ, વયણુવિ નઉ કરાલુ જંપિક્યુઈ, બોલહિ પુત્ત જેમ અષ્ણાણિઉં, કિં વણિઉત્તહં મગ્ન ન યાણિઉં, સુહિયહિ હિયઉં સાહિં અપ્રિવ્રઉં, પરિમિતું થોઉ થોઉ જંપિધ્વઉ, અત્યુ વિઢપ્પઈ વિવિહાયારિહિં, વંચિવિ કરસન્નાસંચારિહિં, અપ્પણ પણે ભંડ સહિÖઉ, અણહો ચિત્ત વિચિત્ત લહેબૂલે, અપ્પણુ અંગ સાહિ દરિસિવ્વલ, અણહો તણઉં પરામરિસિવર્ડ,
ઘત્તા. પરકજ્જ સુરંતુ વિ ણી સુણઈ, અપ્પણ કર્જીહો ણી ચલઈ, ણ કલાવઈ કણવિ ણિયચરિઉં, પરહો અંગિ પઇસિલ્ટિ-ક્લઈ.
• જનની – માતા પાસે જઈ મંત્ર કરી, પૂછગાછ કરી ત્વરિત તાત પાસે ગયો; (કહ્યું કે, તે કનકદ્વીપમાં મારે જવું છે. તે સુખસેવિત સ્થાન છે. તેણે આવો વિચાર કર્યો છે એવું જાણી વદન પર કરતલ મૂકી (તાત) હસતો (બોલ્યો). (એક કુશલ વાણિયો – વેપારી પોતાના ધંધાના કેવા નિયમો રાખે છે તે અત્ર બતાવે છે.) જો કંઈ ત્રુટિઓ, મુશ્કેલીઓ પ્રાપ્ત થાય, કજિયો થાય તો એવું ખરેખર કરીએ કે (૧) વચનોમાં કરાલ – કઠોર વદવું નહીં, (૨) હે પુત્ર ! તું અજ્ઞાનીની માફક બોલે છે. શું વણિકોનો માર્ગ જાણતો નથી ? (૩) સુહૃદુ – મિત્રને હૈયું આપીશ નહીં – ગુપ્ત વાત કરતો નહીં, (૪) પરિમિત થોડું થોડું બોલવું, (૫) વિવિધ પ્રકારે – હાથની સંજ્ઞાના સંચારથી છેતરી અર્થ – પૈસો કમાવો – મેળવવો, (૬) આપણા પક્ષના માલની શ્લાઘા કરવી – વખાણ કરવાં, અને અન્યનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org