SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પણમામિ ણેમિ તિર્થંકરહો, હરિબલકુલ-નહયલ-સસહરહો તઇલોક્કલચ્છિ-લચ્છિય-ઉરહો, પરિપાલય અજરામરપુરહો. જૈન ગૂર્જર કવિઓ : ૧૦ ચિતવઇ સયંભુ કાઈ કરમ્મિ, હરિવંશ-મહષ્ણવ કે તમ્મિ, ગુરુવયણ-તરેંડઉ લગ્નુ નવિ, જમ્મુહો વિલજો ઇઉ કોવિ કવિ. ણઉ ણાઈઉ વાહરિ-કલઉ, એક્કુવિ ણ ગંથુ પરિમોક્કલઉ હિ અવસર સરસઈ ધી૨વઇ, કરિ કવ્વુ દિણમઇ વિમલમઇ. ઇંદેણ સમર્પાિઉ વાયરણુ, ૨સુ ભરહેં વાસેં વિચ્છણુ, પિંગલેણ છંદ પય-પત્થા, ભમ્મહં દંડિગિહિં અલંકારુ. બાણેણ સમર્પિઉ ઘણ ઘણઉં, તં અક્બર ઉંબરુ અપ્પણ. સિરિ હરિસેણિય ણિઉ શિત્તણઉં, અવરે હિમિ કäિ કઈત્તણઉં. છંડણિય દુવઇ વએહિ જડિય, ચઉમુહેણ સમપ્રિય પદ્ધડિય. જય ણયણાણંદ જણેરિયએ, આસીસ એ સવ્વહુ કેરિયએ, પારંભિય પુત્રુ હરિવંસકહા, સસમય પ૨સમય વિચય સહા. આ ગ્રંથની સં.૧૫૮૨માં લખેલી પ્રત પણ તે પૂનાની ઉપરોક્ત સંસ્થામાં નં.૧૧૭૭ સન ૧૮૯૧-૯૫ની વિદ્યમાન છે તે પરથી શ્રીયુત નાથુરામ પ્રેમીજીની નોંધમાંથી ઉપરનાં અવતરણો લીધાં છે. [‘હરિવંશપુરાણ’ અથવા ‘રિટ્ઠઙેમિચરિઉ’(‘અરિષ્ટનેમિચરિત’)નું ડૉ. રામસિંહ તોમરે કરેલું સંપાદન પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટી, અમદાવાદ દ્વારા પ્રકાશિત થવામાં છે. આ ઉપરાંત આ કવિની ‘સ્વયંભૂછંદ’ નામે કૃતિ હ. દા. વેલણકર સંપાદિત રાજસ્થાન પુરાતત્ત્વ સંશોધન સંસ્થાન, જોધપુર દ્વારા ૧૯૬૨માં પ્રકાશિત થયેલ છે. બે અન્ય કૃતિઓ ‘સયચરઉ’ (‘સદયચરત’) અને ‘પંચમીચિરઉ’ (‘પંચમીચરિત’) જાણવા મળેલ છે. પણ એ હજુ અનુપલબ્ધ છે. જોકે સ્વયંભૂની કુલ ૭ કૃતિઓ હોવાનું વિદ્વાનોનું અનુમાન છે. દશમી સદીનું સાહિત્ય ૫૮. ધનપાલ કવિએ ‘વિસયત્ત કહા' અપર નામ ‘સુયપંચમી કહા' એ નામનું મહાકાવ્ય બનાવ્યું છે. તે ૨૨ સંધિઓ(પ્રક૨ણો)માં છે. આ કથામાં ભવિષ્યદત્ત રાજા એ નાયક છે અને તેમાં કાર્તિક શુક્લ પંચમી(જ્ઞાનપંચમી)ના ફલવર્ણનરૂપ વિષય છે. આ ગાયકવાડની ઑરિએન્ટલ સિરીઝમાં ૨૦મા અંકમાં પ્રસિદ્ધ થઈ ગયેલ છે. કિંવ પોતાનો પિરચય ટૂંકમાં એ આપે છે કે તે ધક્કડ (ધાર્કેટ) વણિકવંશમાં ધનશ્રી માતા અને મહેશ્વર પિતાના પુત્ર હતા. પોતે શ્રુતજ્ઞાનમાં સરસ્વતી દેવીના પુત્ર હોવાનું જણાવે છે. આ વણિક કવિની કવિતા ધવલ અને પુષ્પદંતની કવિતા જેવી છે. તેમની અપભ્રંશ હેમચન્દ્રના કરતાં વધારે પ્રાચીન લાગે છે. હેમચન્દ્રજીમાં દેખાતી એવી વ્યાકરણની વિકૃતિ અને રૂપની બહુલતા તેમાં છે, એ પરથી જણાય છે કે આ ભાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy