________________
દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય
૩૧
ઉજ્વલ મણિમંડિત પ્રાકાર દૂરથી સુરગિરિ (સુમેરુ પર્વત)ની પેઠે ભાસમાનું જોવામાં આવે છે. (આ પુર)ની ખાઈઓ નિર્મલ જલથી ભરેલી છે. [(આ પ્રાકારો જાણે દિનકરના રથથી ગ્રહણ કરાય છે (?)]
ગગનચુંબી વિદ્રમવાળા પ્રાસાદોથી આ પુર એવું દેખાય છે કે જાણે તે સુરલોકનો માર્ગ હોય નહીં ! બે-બે પાંચ-પાંચ સાત-સાત ભૂમિ (ખંડ)વાળાં જિનમંદિરોની ઊડતી ધ્વજાઓથી જાણે તે નગર વીર જિનેશ્વરનું આગમન થવાનું જાણીને અત્યન્ત હર્ષિત અને સંતુષ્ટ બની રહ્યું હતું.
આ નગરમાં બહુ ધન, બહુ ગુણ, બહુ શ્રતથી યુક્ત, જિનવચનનાં ભક્ત, નિત્ય પ્રસન્નચિત્ત નરનારીઓ નિવાસ કરે છે, જાણે સુરલોક ભૂમિ પર ઊતરી આવ્યો છે. •
૬૨. કવિના ગુરુનું નામ અંબસેન હતું અને સુર નામના વિપ્રનો તે પુત્ર હતા. તેમનું નામ દરેક સંધિની છેલ્લી કડીમાં તેમજ ગ્રંથની પ્રસ્તાવનામાં આવે છે, કે જ્યાં બીજા ગ્રંથકારો અને તેમની કૃતિનો ઉલ્લેખ મળે છે – જેમકે ધીરસેન, સમત્તજુત્ત (પ્રમાણ પરના એક ગ્રંથના કર્તા), દેવનંદિ (જૈનેન્દ્ર વ્યાકરણ”નો કર્તા), વજૂસૂરિ (નય પરના એક ગ્રંથના કર્તા), મહસેન (‘સુલોચનાચરિત'ના કતા), રવિણ (‘પદ્મચરિત'ના કર્તા), જિનસેન (હરિવંશપુરાણના કર્તા) જડિલમુનિ, (“વરાંગચરિતના કત), દિનકરસેન (‘અનંગચરિતના કત), પાસેન, અંધસેન (‘અમિજારાહમાના કર્તા, ધનદત્ત (‘ચન્દ્રપ્રભાચરિતના કત), વિંધ્યસેન (ઘણાં ચરિતોના કર્તા), સિંહનંદિ (‘અનુપ્રેક્ષાના કર્તા), સિદ્ધસેન (કે જેમણે આગમ ગાયું ને “ભવિયવિનોદ' સારી રીતે પ્રકાશ્ય), રામનંદિ (ઘણી કથાઓના કતા), આસગ (વીરચરિતના કતા), ગોવિંદ (સનત્કુમારચરિત'ના કત), શાલિભદ્ર (“જીવઉદ્યોત'ના કતા), ચઉમુહ (પઉમચરિઅનો કત) અને દ્રોણ. આ પૈકી ઘણા ગ્રંથકારો અને ગ્રંથો સંબંધી કંઈ જણાયું નથી. જેમના ગ્રંથો બહાર આવ્યા જણાય છે તે સર્વ ઈ.સ. ૧૦મી સદીમાં યા પહેલાં વિદ્યમાન જણાયા છે. જેનોએ લોકભાષા પર કેટલો પ્રેમ અને ભક્તિભાવ બતાવ્યો છે તે આ પરથી જણાઈ આવે છે. આ પૈકી સૌથી પાછળ થયેલ ‘વીરચરિત્રના કર્તા આસગ છે કે જે તે ચરિત્રની કેટલીક પ્રતો પરથી ૯૧૦ના વર્ષમાં થયેલા દેખાય છે. જો તે વર્ષને વિક્રમ સંવત્ ગણીએ તો ૮૫૩ ઈ.સ. તે ગ્રંથકારનો સમય ગણાય. પણ એ વાત આશ્ચર્યજનક લાગે છે કે ધવલે “આદિપુરાણના પ્રસિદ્ધ કર્તા જિનસેન કે જેનો ઉલ્લેખ પુષ્પદંત કરે છે તેનો ઉલ્લેખ કર્યો નથી. ધવલ પુષ્પદંતનો પણ ઉલ્લેખ કરતા નથી તેમ પુષ્પદંત ધવલનો કરતા નથી. જોકે બંને ઘણા સારા કવિઓ છે. તેથી એ સંભવિત છે કે તેઓ નજીકના સહયોગી હોય. આથી આ કવિને વહેલામાં વહેલા દશમા સૈકામાં મૂક્યા છે. તે મોડામાં મોડા અગિયારમી સદીમાં થયા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org