SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૩૩ ૬૬. એક નગર અને તેનાં ઉપનગરો – પરાંઓનું વર્ણન તે ટીકામાં આ પ્રમાણે અહિરામારાવખાઉલાઈ, સુરસુરહિસમાણય-ગોઉલાઈ, જહિં સયવ૨ બાવીસઈ વરાઈ, વસિરીઅ રમણિ કેલીહરાઈ. મયમત્તય મયગલ ગુલગુલંત, વરતરલતુરય ધપમપધાંત, જિહિં રહવર ધોરણિ ધડહડત, ફરફારક પાઈક ધમધમત. જહિં કૂવ મણીહર સરવરાઈ, નરનારીજ-ઘણ-સુંદરાઈ, રમણીએ રમણિકણું અચ્છરાઈ, જહિં વહઈ સરિઅ કિરિ જલહરાઈ. જહિં વસહિં લોય અઠારહવત્ર, નહિં પઉણ-બહત્તરિ-નવરત્ર, જહિં પવરચહુઠ્ઠઈ મનવહુટ્ટ, જલથલદીવંતસત્યઘટ્ટ, અહિં નાગર-સાગર-કિરિનિવાસ, જહિં લીલ કરઈ લીલાવિલાસ, જહિં સુંદર મંદિર-દેહુરાઈ, જશુ સિચ્છ લચ્છીહર-ઘરાઈ. ૬૭. આ પ્રતના ૧૦૬(૨) પાનાં પર તક્ષશિલાના રાજા નામે ત્રિવિક્રમની કથા આવે છે તે ત્રણ પાનાં સુધી લંબાય છે અને તે જિનનમસ્કારના ફલ વિશે છે. તે કથાની શરૂઆત રસિક હોવાથી અત્ર આપી છે : અત્યિ નામિણ નકરુ તખસિલ. પડિ-વખ-વછયલ-સિલમણિસિલોહં-સહ-બદ્ધસુરહર, હરિણચ્છિ-હરિશંક-મુહમહિલચક્ક-ચંકમણમણહર. ધણકણ કંચન-રયણ-નિહિ, સુરપુરસુરિસાયા, સેસુફણાવલિ કિં ઠિયલ, પરિરંભિવિ પાયારુ. તહિં તિવિક્રમ ૨ અત્યિ નરનાસુ. તિઅલોઅવિખાઉં. જસિ દલિય-સયલ-બલિરાયવિક્કમ સરપંકયસંગહિય મંખનાવઈ તિવિષ્પમુ. તાસુ મંગલદેવી પિય, કોમલકમલપચ્છિ , રૂવિ વિણિજ્જિય રઇરમણિ, ક ચ્છવિ ને લચ્છિ. ૬૮. “રાસહુ કંધિ ચડાવિયઈ' વગેરે તેમ “દિવસિ પહિલઈ પાહુણ સોનામુ વીકાઈ’ – આની જેવાં અપભ્રંશ અવતરણો છૂટાં સુભાષિત ગાથાઓ જેવાં લાગે છે ને તે રચનારના સમયમાં પ્રચલિત હોવાં જોઈએ તેમજ તે એમ પણ બતાવે છે કે અપભ્રંશનું સાહિત્ય કે જેમાંથી વિશેષ પ્રમાણમાં તે લીધાં છે તે ઘણું સમૃદ્ધ હોવું જોઈએ. આ વાતની ખાત્રી આ લાંબી કથા અપભ્રંશમાં છે તે પણ આપે છે. ૬૯. પ્રસિદ્ધ જૈન બ્રાહ્મણ પંડિત ધનપાલ માલવપતિ મુંજ અને ભોજની વિદ્ધતુ-સભામાં અગ્રણી હતા. તેમણે સં.૧૦૨૯માં “પાયલચ્છી-નામમાલા” નામનો પ્રાકૃત કોષ, અને પ્રસિદ્ધ જૈન કથા “તિલકમંજરી” ભોજના રાજ્યમાં રચી છે. ૭૦. ધનપાલનું “સત્યપુરમંડન મહાવીરોત્સાહ” નામનું એક ૧૫ ગાથાનું નાનું સ્તોત્ર અપભ્રંશમાં છે; આ ધનપાલ ઉપરોક્ત ધનપાલ હોય તો તેનો સમય અગિયારમી શતાબ્દી છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy