________________
સમુદ્ધારયજ્ઞની પૂર્ણાહુતિ
મો. દ. દેશાઈના જૈન ગૂર્જર કવિઓ એ વિષયની દૃષ્ટિ તો તે પ્રાચીન ગુજરાતીની એક સવિસ્તર હસ્તપ્રતસૂચિ છે – જૈન હસ્તપ્રતભંડારોમાં તેમજ અન્યત્ર સંગ્રહાયેલી હસ્તપ્રતોની સૂચિ. પરંતુ તેની સાથે તેમણે સમગ્ર જૈન પરંપરા વિશે જે સંલગ્ન સાહિત્યિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી પણ એકત્રિત કરીને આપી છે અને જે ઉપયોગી પરિશિષ્ટો અને સૂચિઓ આપી છે તે જોતાં એ મહાગ્રંથને જૈન પરંપરાનાં અનેક પાસાંઓને લગતી માહિતીકોશ પણ ગણવો જ પડે. જેન પરંપરાનો સમગ્રદર્શી ઇતિહાસ તૈયાર કરવા માટેના કાચા માલનો એ અમૂલ્ય, અઢળક ખજાનો
“જૈન ગૂર્જર કવિઓની ભૂમિકા અને પરિશિષ્ટો રૂપે આપેલ લખાણોને સુધારીમઠારીને ભાઈ જયંત કોઠારીએ (1) દેશીઓની સૂચિ અને કથાનામકોશ, (૨) ગુરુપટ્ટાવલીઓ અને રાજાવલી તથા (૩) જૂની ગુજરાતીની પૂર્વપરંપરાનો ઇતિહાસ – એમ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાનું કામ અહીં પાર પાડ્યું છે, અને એમ પોતાના સમુદ્ધારયજ્ઞની તેમણે પૂર્ણાહુતિ કરી છે.
આ વિષયો જ એવા “માતબર’ છે કે તેમાં અત્યારે પ્રાપ્ત સામગ્રીની દષ્ટિએ, અદ્યાવલિ થયેલા સંશોધનકાર્યની દષ્ટિએ અને સંશોધનાપદ્ધતિની દષ્ટિએ તે પ્રત્યેકને અદ્યતન કક્ષાએ પહોંચાડવાનું કામ હવે પછી વર્ષોની નિષ્ણાત કોટિની મહેનત માગી લે તેમ છે. એ દષ્ટિએ જોતાં એ દિશાઓનું કામ હવે ઠીકઠીક કાળગ્રસ્ત ગણાય. પરંતુ જયંતભાઈએ તો એક શ્રાદ્ધતર્પણનું પવિત્ર કાર્ય કર્યું છે. દેશાઈએ આરંભેલાં કામો પૂરાં કરવાનો, વિદ્યાપૂર્વજોનું ઋણ ફેડવાનો ભાર આજની પેઢીને માથે છે. જયંતભાઈનો અસાધારણ પરિશ્રમ આવા અન્ય પૂર્વજો - ભગવાનલાલ ઈન્દ્રજી, હરગોવિંદદાસ શેઠ, ચી. ડા. દલાલ, મુનિ જિનવિજય, પુણ્યવિજયજી, મંજુલાલ મજમુદાર વગેરેએ સંશોધનક્ષેત્રે જે યોગદાન કર્યું છે તેનું સ્મરણ-મૂલ્યાંકન કરવા થોડાક જણને પણ નહીં પ્રેરે ? થોડીક સંસ્થાઓને પણ નહીં જગાડે ? તા.૯-૧૦-૧૯૯૬
હરિવલ્લભ ભાયાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org