SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૪ : સોમપ્રભાચાર્યનો ‘કુમારપાલ-પ્રતિબોધ' પ્રકરણ ૧ : સોમપ્રભસૂરિ ૨૦૬. મેરુતુંગાચાર્યે પ્રબંધચિંતામણિ’ ગ્રંથ સં.૧૩૬૧માં બનાવ્યો, તેમાં કોઈ કવિતા તેમની પોતાની નથી. જૂની કવિતા કે જે તેમણે ઉદ્ધૃત કરી છે તેનો નીચામાં નીચો (નિમ્નતમ) સમય તો તેનો સમય છે તે છે, ને ઊંચામાં ઊંચો (ઊર્ધ્વતમ) સમયનો નિર્ણય થતો નથી. તે કવિતા આગળ ઉપર ઉત્કૃત અને વ્યાખ્યાન કરવામાં આવી છે. સં.૧૨૪૧ના આષાઢ શુદ અષ્ટમી રિવવારે અણહિલપટ્ટનમાં સોમપ્રભસૂરિએ ‘જિનધર્મપ્રતિબોધ’ અર્થાત્ ‘કુમારપાલપ્રતિબોધ'ની રચના કરી તેમાં જે પુરાણી ગુજરાતી-હિન્દી-કવિતા છે તે અત્ર ચર્ચીશું. ૨૨ સોમપ્રભસૂરિનો ‘કુમારપાલપ્રતિબોધ' ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝના ૧૪મા નંબરમાં છપાયેલ છે. [ઈ.૧૯૨૦] તેનું સંશોધન પુરાતત્ત્વ મંદિરના આચાર્યશ્રી જિનવિજયજીએ કર્યું છે. તેના પાંચ પ્રસ્તાવ છે અને તેમાં સર્વ મળી લગભગ આઠ હજાર આઠસો શ્લોક છે. ગ્રંથ પ્રાકૃત, સંસ્કૃત ને અપભ્રંશ ગદ્યપદ્યમય છે, કિંતુ ૩૨ અક્ષરનો એક અનુષ્ટુપ્ શ્લોક માની શ્લોકોમાં ગણના કરવાની જૂની પ્રથા છે. તેની એક પ્રતિ સં.૧૪૫૮ની તાડપત્ર પર લખેલી સંપૂર્ણ તથા એક તેનાથી જૂની વિના મિતિની ખંડિત મળી હતી ને તેના પરથી મુનિ જિનવિજયજીએ આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન કર્યું છે અને ભૂમિકામાં પણ કેટલીક બહુ ઉપયોગી વાતો બતાવી છે કે જેમાંથી આધાર લઈ કેટલુંક અત્ર જણાવવામાં આવે છે. ૨૪ ૨૦૭. સોમપ્રભ આચાર્ય વૃદ્ઘગચ્છની પટ્ટાવલીમાં શ્રી મહાવીર સ્વામીથી ૪૩મા ગણવામાં આવે છે. તેમના શિષ્ય જગચ્ચન્દ્રસૂરિએ તપાગચ્છની સ્થાપના કરી. સોમપ્રભાચાર્યનું બનાવેલું ‘સુમતિનાથ-ચરિત્ર’ પ્રાકૃતમાં છે તેમાં પાંચમા જૈન તીર્થંકરની કથા અને પ્રસંગ પર જૈનધર્મનો ઉપદેશ છે. તેની સંખ્યા સાડાનવ હજાર ગ્રંથ (શ્લોક) છે. બીજો ગ્રંથ ‘સૂક્ત-મુક્તાવલી’ છે કે જે પ્રથમ શ્લોકના આરંભ શબ્દોથી ‘સિંદુરપ્રકર’ અથવા કવિના નામથી ‘સોમશતક’ પણ કહેવાય છે. તેમાં પણ સદાચાર અને જૈન ધર્મનો ઉપદેશ છે. જે ગ્રંથ અતિ અદ્ભુત છે તે માત્ર એક શ્લોકનો છે; પરંતુ કવિએ આ એક શ્લોકના સો અર્થ કર્યાં છે કે જે ૫૨થી કવિનું નામ પણ ‘શતાર્થી’ પડ્યું છે. આ એક જ શ્લોકની વ્યાખ્યાના પ્રભાવથી ચોવીસે તીર્થંકર, કેટલાક જૈન આચાર્ય, ૨૨. શિજલધિસૂર્યવર્ષે શુચિમાસે રવિદિને સિતાષ્ટમ્યામ્ । જિનધર્મપ્રતિબીધઃ ક્લુમોડાં ગૂર્જરેન્દ્રપુરે 11 પૃ.૪૭૮ ૨૩. પ્રસ્તાવપંચકેઽપ્યત્રાષ્ટૌ સહસ્રાણ્યનુષ્ટુભામ્ । એકૈકાક્ષરસંખ્યાતા ન્યધિકાન્યષ્ટભિઃ શત્રુઃ ।। પૃ.૪૭૮ ૨૪. ક્લાટ, ઈંડિઅન ઍન્ટિક્વેરી, વૉ.૧૧, પૃ.૧૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy