SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સોમપ્રભસૂરિ ૧૨૫ શિવવિષ્ણુ આદિ અજૈન દેવોથી લઈને સ્વર્ણ, સમુદ્ર, સિંહ, હાથી, ઘોડા આદિનું વર્ણન કરે છે અને જેનાચાર્યો નામે વાદિદેવસૂરિ, પ્રસિદ્ધ વૈયાકરણ હેમચન્દ્ર, ગુજરાતના ચાર ક્રમાગત સોલંકી રાજા - જયસિંહ (સિદ્ધરાજ), કુમારપાલ, અજયદેવ, મૂલરાજ – કવિ સિદ્ધપાલ, સોમપ્રભના ગુરુ અજિતદેવ અને વિજયસિંહ તથા સ્વયં કવિ સોમપ્રભનું વર્ણન કરીને પોતાના ૧૦૦ અર્થ પૂરા કરે છે. પદચ્છેદોથી, સમાસોથી અને કાર્યોથી આ એક શ્લોકના ભાગવતના પહેલા શ્લોક “જન્માઘસ્ય યતઃ'ની પેઠે સો અર્થ કરવા તે પાંડિત્યની વાત છે." તેમનો ચોથો ગ્રંથ તે આ “કુમારપાલપ્રતિબોધ છે. શતાર્થકાવ્યમાં કુમારપાલ સંબંધી વ્યાખ્યામાં બે શ્લોક “યદવરેચામા’ એટલે જેમ અમે (અન્યત્ર) કહ્યું છે એમ કહી જે લખ્યું છે તે તેમનાં બીજાં કાવ્યોમાં નથી, તેથી સંભવિત છે કે સોમપ્રભસૂરિએ બીજી પણ રચના કરી હોય. આ શતાથ કાવ્યની પ્રશસ્તિ પરથી જણાય છે કે સોમપ્રભ દીક્ષા લીધા પહેલાં પોરવાડ જાતિના વૈશ્ય હતા, પિતાનું નામ સર્વદેવ અને દાદાનું નામ જિનદેવ હતું, દાદા કોઈ રાજાના મંત્રી હતા. ૨૦૮. “સુમતિનાથચરિત'ની રચના કુમારપાલના રાજ્યકાલમાં થઈ. તે સમયે કવિ અણહિલપાટણમાં સિદ્ધરાજ જયસિંહના ધર્મભાઈ પોરવાડ વૈશ્ય સુકવિ શ્રીપાલના પુત્ર, કુમારપાલના પ્રીતિપાત્ર, કવિ સિદ્ધપાલની પૌષધશાલામાં રહેતા હતા. શ્રીપાલનો ઉલ્લેખ “પ્રબંધચિંતામણિમાં છે. આ શ્રીપાલ સોમપ્રભની આચાર્યપરંપરામાં થયેલા ગુરુ દેવસૂરિના શિષ્ય હતા અને સોમપ્રભના સતીર્થ્ય હેમચન્દ્ર (પ્રસિદ્ધ વૈયાકરણથી ભિન્ન)ના બનાવેલા નાભેયનેમિ' દ્વિસંધાન કાવ્યને તેમણે સંશોધિત કર્યું હતું. તે કાવ્યની પ્રશસ્તિમાં શ્રીપાલને “એક દિનમાં મહાપ્રબંધ બનાવનારા' કહેલ છે. કુમારપાલનું મૃત્યુ સં.૧૨૩૦માં થયું. તેમની પછી અજયદેવ રાજા થયો કે જેણે સં.૧૨૩૪ સુધી રાજ્ય કર્યું. તેના પછી મૂળરાજે બે જ વર્ષ રાજ્ય કર્યું. શતાર્થી કાવ્યમાં ત્યાં સુધીનો ઉલ્લેખ છે. આ માટે તે શ્લોક અને તેની સો વ્યાખ્યાઓની રચના સં. ૧૨૩૬ સુધીમાં થઈ. કુમારપાલપ્રતિબોધ' સં.૧૨૪૧માં અર્થાત્ કુમારપાલના મરણ પછી અગિયાર વર્ષે સંપૂર્ણ થયો. તે સમયે પણ કવિ ઉક્ત કવિ સિદ્ધપાલની વસતિમાં રહેતા હતા. ત્યાં રહી તે ગ્રંથ રચવાનું કારણ નેમિનાગના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારના પુત્ર હરિશ્ચન્દ્ર ૨૫. આ શ્લોક તે એ છે કે : કલ્યાણસારસવિતાનહરેક્ષમોહકાન્તારવારણસમાનજયાઘદેવ | ધર્માર્થકામદમહોદયધીરવીર સોમપ્રભાવપરમાગમસિદ્ધસૂરે | ૨૬. સરખાવો વિ.સં.૧૨૦૮ની આનંદપુરની વપ્ર(વાવ)ની પ્રશસ્તિ (કાવ્યમાલા પ્રાચીન લેખમાલા નં.૪૫)નો છેલ્લો શ્લોક : એકાહ નિષ્પન્નમહાપ્રબંધઃ શ્રીસિદ્ધરાજપ્રતિપન્નબંધુઃ | શ્રીપાલનામાં કવિચક્રવર્તી પ્રશસ્તિતામકરતુ પ્રશસ્તામ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy