SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ આદિ અને કન્યા શ્રીદેવી આદિની પ્રીતિ અર્થે જણાવ્યું છે. સંભવતઃ હરિશ્ચન્દ્ર આ ગ્રંથની કેટલીક પ્રતિઓ લખાવી, કિંતુ પ્રશસ્તિનો તે શ્લોક કે જેના આધારથી આ કહેવાયું છે તે ત્રુટિત છે. શેઠ અભયકુમાર કુમારપાલના રાજ્યમાં ધર્મસ્થાનોના સર્વેશ્વર અર્થાત્ અધિકારી હતા. કુમારપાલપ્રતિબોધની પ્રશસ્તિમાં સોમપ્રભસૂરિએ પોતાના બૃહગચ્છ (વૃદ્ધગચ્છ, બડગચ્છ)ના આચાર્યોના ઉલ્લેખ યથાક્રમ આ રીતે કરેલ છે કે : મુનિચન્દ્રસૂરિ અને માનદેવ (બંને સાથે), અજિતદેવસૂરિ (સાથે જ દેવસૂરિ આદિ), વિજયસિંહસૂરિ, પછી સ્વયં સોમપ્રભ. આ ગ્રંથ રચાઈ ગયે હેમચન્દ્રના શિષ્ય મહેન્દ્ર મુનિરાજે વર્ધમાનગણિ 9 અને ગુણચન્દ્રસૂરિ (પ્રબંધશતના કર્તા, મહાકવિ રામચન્દ્રને નાટ્યદર્પણ' નામનો ગ્રંથ લખવામાં સહાય આપનાર)ની સાથે આ ગ્રંથનું શ્રવણ કર્યું. આ સર્વ વાતો લખ્યા પછી એ કહેવાની જરૂર નથી કે સોમપ્રભસૂરિએ સિદ્ધરાજ જયસિંહનો, કુમારપાળનો અને હેમચન્દ્રનો સમય જોયો હતો. પ્રકરણ ર : કુમારપાલપ્રતિબોધ'માંનો ઈતિહાસ અને જૈન કથાઓ ૨૦૯. “કુમારપાલપ્રતિબોધમાં ઐતિહાસિક વિષય એટલો છે કે અણહિલપુરમાં સોલંકી રાજા મૂળરાજની પછી ક્રમે ચામુંડરાજ, વલ્લભરાજ (જગઝંપણ), દુર્લભરાજ, ભીમરાજ, કર્ણદેવ અને સિદ્ધરાજ) જયસિંહ થયા. છેલ્લાનું મરણ સંતાનરહિત થવાથી મંત્રીઓએ કુમારપાલ કે જે ભીમરાજના પુત્ર ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાલના પુત્ર અને તેથી જયસિંહના ભત્રીજા હતા, તેમને ગાદી પર બેસાડ્યા. તેમને જે ધર્મજિજ્ઞાસા થઈ તે બ્રાહ્મણોના પશુધમય યજ્ઞોના વર્ણનથી શાંત થઈ નહીં, ત્યારે બાહડ મંત્રીએ હેમચન્દ્રનો પરિચય એ રીતે કરાવ્યો કે ગુરુ દત્તસૂરિ હતા તેમણે ડિંડવાણાપુર (વાગડ)ના રાજા યશોભદ્રને ઉપદેશ કર્યો, તેથી ત્યાં “ચઉવીસ જિણાલય' નામનું મોટું જૈનમંદિર બંધાવ્યું અને પછી તે રાજાએ ગૃહસ્થાશ્રમ છોડ્યો ને દીક્ષા લીધી તે યશોભદ્રસૂરિ થયા, ને ગિરનાર પર સ્વર્ગસ્થ થયા. તેમના પછી પ્રદ્યુમ્નસૂરિ (“સ્થાનકપ્રકરણ'ના કત), તેમના ગુણસેનસૂરિ અને દેવચન્દ્રસૂરિ અનુક્રમે થયા. દેવચન્દ્રસૂરિના મોઢ જાતિના વૈય ચાચ અને ચાહિનીના પુત્ર ચંગદેવ શિષ્ય થયા કે જે માતાપિતાની અનિચ્છા છતાં પણ પોતાના મામા તંભતીર્થ (ખંભાત)વાસી નેમિના સમજાવવાથી દીક્ષિત થઈ સોમચન્દ્ર મુનિ થયા. આ સોમચન્દ્ર વિદ્વાન થઈ આચાર્ય હેમચન્દ્ર થયા અને સિદ્ધરાજ જયસિંહને ત્યાં માન્ય થયા. ને તે રાજા જૈન ધર્મમાં ૨૭. આ વર્ધમાન તે “ગણરત્નમહોદધિ (સં.૧૧૯૭)ના કર્તા વર્ધમાનથી ભિન્ન છે. તે ‘ગણરત્નમહોદધિના કર્તા વર્ધમાન સિદ્ધરાજ જયસિંહને ત્યાં, સંભવતઃ હેમચન્દ્ર પહેલાં, હતા અને તેમણે “સિદ્ધરાજવર્ણન’ નામનું કાવ્ય પણ બનાવ્યું હતું. ૪૦ વર્ષથી ઓછી અવસ્થામાં ‘ગણરત્નમહોદધિ જેવો ગ્રંથ કોઈ પણ રચી શકે નહીં અને સં. ૧૨૪૧માં તે ૮૪ વર્ષના હોવા ઘટે. આ વર્ધમાનગણિએ “કુમારવિહારપ્રશસ્તિ' બનાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy