________________
૧૪૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
પામે છે, એકલો પરભવમાં દુઃખ સહે છે અને એકલો ધર્મથી મોક્ષ મેળવે
વસંતવર્ણનના છંદ પાંચ, તેમાંથી એક નમૂનો (પૃ.૩૫૦-૫૧) : (૪૧) જહિં રત્ત સહહિં કુસુમિય પલાસ ને ફુટ્ટઈ પહિયગણ-હિયયમાસ,
સહયારિહિ રેહહિ મંજરીઓ ને મયણ-જલણ-જાલાવલીઓ.
• જ્યાં કુસુમિત રક્ત પલાસ સોહે છે જાણે કે પથિકગણ(ના) હૃદયનું માંસ ફૂટે છે; સહકારો (આંબા)માં મંજરીઓ વિરાજે છે જાણે કે મદન (રૂપી) જ્વલન (અગ્નિ)ની જ્વાલાવલીઓ. • સહહિં – જુઓ ક્ર.૧૦ તથા ૨૨. ગ્રીષ્મવર્ણનના છંદ ચાર, તેમાંથી એક નમૂનો (પૃ. ૧૭૮) : . (૪૨) જહિં દુઠ નરિંદુ વ સહેલુ ભુવણ, પરિપીડઈ તિવ્ર કહિ તવણુ,
જહિં દૂહવ મહિલ વ જણસમગ્ગ, સંતાવઈ લૂય સરીરલગ્ન
• જ્યાં તપન – સૂર્ય તીવ્ર કરોથી – કિરણોથી દુખ નરેંદ્રની પેઠે સકલ ભુવનને પીડે છે, જ્યાં કભારજાની જેમ લૂ સૌ લોકોના શરીરે લાગીને સંતાપે છે, કર - રાજના કર તેમજ કિરણ.
પૃ.૪૨૩થી ૪૩૭ પર જીવમન કરણસંલાપ છે તેમાં છંદ ૧-૨, ૪-ર૭, ૨૯-૩૦, ૪૭, ૫૧–પર, પ૪–પ૯, ૬૧, ૬૪-૬૫૬૭-૧૦૪ એ બધા અપભ્રંશમાં છે, બાકીના પ્રાકૃતમાં છે. કવિ સિદ્ધપાલે જીવ, મન અને ઈદ્રિયોની વાતચીત રાજા કુમારપાલને સંભળાવી છે. દેહ નામના પટ્ટણ (નગર)માં આત્મા રાજા, બુદ્ધિ મહાદેવી,
મન મહામંત્રી, અને ફરિસણ (સ્પર્શ), રસણ (રસ), ગ્વાણ (પ્રાણ), લોયણ (લોચન), * સવણ (શ્રવણ) એ પાંચ પ્રધાન એમ કથા ચાલે છે. તેમાંથી ત્રણ નમૂના આપીએ છીએ : (૪૩) જે તિલુત્તમ-રૂવ-વખિતુ
ખણ બંભુ ચઉમુહુ હુઉ ધરઈ ગોરિ અદ્ધગિ સંકર, કંદપ્પપરવસુ ચલણ જે પિયાઈ પણમઈ પુરંદરુ જે કેસવ નાવિલે, ગોઇંગણિ ગોવાહિં, ઈદિયવગ્રહ વિષ્ફરિઓ, તે વત્રિયહ કઈહિં. ૬૧
• તિલોત્તમાના રૂપથી વ્યાક્ષિપ્ત – વ્યાકુલ થયેલા બ્રહ્મા ચતુર્મુખ થયા, શંકર ગૌરીને અધગમાં ધરે – ધારણ કરે છે, કંદર્પને પરવશ એવો પુરંદર પ્રિયાનાં ચરણોને પ્રણમે છે, કેશવ ગોષ્ઠના આંગણે ગોપીઓથી નચાયો – ઈદ્રિયવર્ગનાં આ જે વિસ્કુરિત તે કવિઓથી વર્ણવાય છે. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org