SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કાળજયી સાહિત્યકૃતિના પુનરુદ્ધારકનું અભિવાદન સાહિત્ય, ઇતિહાસ, હસ્તપ્રતો, સંશોધન આ બધા વિષયોમાં ચૌદ-પંદર વર્ષની વયથી જ રસ પડવા માંડ્યો હતો. તેનું કારણ અમદાવાદની શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના વિરાટ ગ્રંથસંગ્રહની વચમાં સળંગ આઠેક વર્ષ સુધી રહેવાની ને અધ્યયન કરવાની વિરલ તક મને મળી.તે હતું. પહેલાં અધ્યયનના મિષે, ને પછી તો “પુસ્તજી ણ્ડિતો વે'' એવી મનમાં બાઝેલી ગ્રંથિને કારણે, નિત્ય નવાં પુસ્તકોનું અવલોકન સમજાય કે ના સમચજાય તોપણ - કર્યા કરું; તો હસ્તલિખિત પાનાં હાથમાં આવે ત્યારે રસપૂર્વક તેમાંથી કાંઈક જડે/જડશે તેવી લાલસાથી ખણખોદ કર્યાં કરું. એ ખણખોદમાં સહાયક ગ્રંથો તે સમયે મુખ્યત્વે બે ઃ ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૨. જૈન પરંપરાનો ઇતિહાસ. એમાં પણ કોઈ કૃતિ કે તેના કર્તા કે તેના સમય વિશે અધિકૃત માહિતી માટે પહેલાં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' પાસે જવું પડતું ને પછી તેની વિશેષ કે પૂરક માહિતી માટે જૈન પરંપરાના ઇતિહાસ'ની જરૂર મુજબ મદદ લેવાતી. તે સમયે જ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના કર્તા મોહનલાલ દલીચંદ દેશાઈ વિશે મનમાં એક આદરની, બલ્કે અહોભાવની સઘન ભાવના ઊગી ગયેલી. મનમાં વખતોવખત થતું : સાવ ટાંચાં સાધનોમાં આ વ્યક્તિએ કેવું ગંજાવર અને તે પણ સુગ્રથિત કામ કર્યું છે ! એ સાથે જ મનમાં વિસ્મય પણ ઊગતું ઃ આવું કામ આ માણસે એકલા હાથે શી રીતે કર્યું હશે ? - પછીનાં વર્ષોમાં મુંબઈ, પૂના તથા ગુજરાતનાં અન્યાન્ય સ્થળોમાં હસ્તપ્રત ભંડારોનું અવલોકન કરવાનો જ્યારેજ્યારે મોકો મળેલો ત્યારેત્યારે લગભગ તે દરેક ભંડારની ગુજરાતી ભાષાની હસ્તપ્રતોના રેપર ઉપર મોહનલાલ દલીચંદ દેશાઈના હસ્તાક્ષરો ને પ્રતના અંતભાગમાં કૃતિ કે તેના કર્તાનાં નામો આવે ત્યાં ઘેરી ભૂરી કે જાંબલી શાહીથી કરેલ અન્ડરલાઇન જોવા અચૂક મળે. ક્યારેક તો મનમાં પાકો વિશ્વાસ હોય કે આ સંગ્રહ તો મોહનલાલ દલીચંદ દેશાઈની નજરમાં કે જાણમાં નહીં જ આવ્યો હોય. પણ તેવા સંગ્રહગત પ્રતોમાં પણ તેમની ઉપરોક્ત ખૂબી જોવા મળતી જ, અને ત્યારે મન આશ્ચર્ય તેમજ રોમાંચથી છલકાઈ જતું. ‘જૈન ગૂર્જર કવિઓ’ની જૂની આવૃત્તિનો સમાગમ તો ત્યાર પછી ઘણાં વર્ષે થયો, ને જે થયો તે પણ અત્યલ્પ જ ગણાય. તે પછી મેં એક ઠેકાણે લખેલું કે “મો. દ. દેશાઈ એ one man university છે.” આમાં કહેવાનો આશય એટલો જ કે જે કાર્ય, આજની સાધનસામગ્રીથી સભર પરિસ્થિતિમાં પણ, એક આખી સંસ્થા કે વિશ્વવિદ્યાલય જ કરી શકે, તેવું કાર્ય ટાંચાં લગભગ નગણ્ય સાધનો દ્વારા આ વ્યક્તિએ એકલા હાથે કરી બતાવ્યું છે. - Jain Education International ગુણવત્તા ધરાવતું કોઈપણ સર્જનાત્મક કાર્ય, જો તે ચિરંજીવ બનવાની ક્ષમતા હોય તો તેને, યોગ્ય અવસરે, જીર્ણોદ્ધારની કે પુનગ્રંથનની ગરજ રહે જ છે. મંદિરોના કે ભવ્ય ઇમારતોના જીર્ણોદ્ધાર જો આવશ્યક મનાતા હોય તો સાહિત્યક્ષેત્રની કાળજયી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy