SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન) ૧૦૯ (૯૦) જઈ સો ઘડદિ પ્રયાવદી, કેન્દુ વિ લેખ્રિણ સિકખું, જેલ્થ-વિ તેલ્થ-વિ એલ્યુ જગિ, ભણ તો તહિ સારિખુ. • જો તે પ્રજાપતિ જ્યાં-ત્યાંથી ગમે ત્યાંથી શિક્ષા લઈને પણ આ જગમાં (રૂપ) ઘડે તો કહે તે (નાયિકા)ના સરખું થાય ખરું ?). • ચોથા ચરણનો પાઠ આ હોય એમ સંભવે છે – “ભણ કો તહે સારિકખુ' (કહે, કોણ તેના સરીખું છે ?) ડિૉ. ભાયાણીમાં પણ ‘ભણ તો તહિ સરિષ્ન' એમ જ પાઠ છે. પરંતુ દેશાઈની પાઠસુધારણા તાર્કિક છે.] (૯૯) તિલહં તિલત્તણુ તાઉં પર, જાઉં ન નેહ ગલન્તિ, નેહિ પણટૂઠઈ તે સ્જિ તિલ, તિલ ફિટ્ટવિ ખલ હોત્તિ. • જ્યાં સુધી સ્નેહ – તેલ ગળતું નથી – ચાલી નથી ગયું ત્યાં સુધી જ તલનું તલપણું છે. સ્નેહ – તેલ પ્રણષ્ટ થતાં તે જ તલ, તલ મટીને ખલ – ખોળ થાય છે. • અહીં ‘નેહના બે અર્થ છે : ચીકણાપણું (તેલ), અને પ્રેમ, ખલના બે અર્થ ખોળ અને દુર્જન. નેહ ગયો એટલે ખળ થયો. ‘દોધકવૃત્તિમાં નેહને બહુવચનમાં લઈ ‘ગલન્તિ'ના કર્તા તરીકે લીધેલ છે, અધિક સંભવ એ છે કે તિલ' કર્તા હોય ને “નહ' કર્મ હોય. વિસ્તુતઃ “નેહ' બહુવચનમાં અને ગલન્તિના કર્તા તરીકે છે.] | (100) જામહિં વિસમી કજ્જગઈ, જીવહિં મઝે એઇ, તામહિં અચ્છઉ ઇયર જણુ, સુઅણુ-વિ અન્તર દેઇ. . • જ્યાં સુધી જીવોની મધ્ય વિષમ કાર્યગતિ આવે છે, ત્યાં સુધી ઈિતર જન (એક બાજુ – અલગ) રહો, સ્વજન પણ અન્તર દે છે – પીઠ દેખાડે છે. • અચ્છઉ – હિં. આછો, હો, ‘તેની વાત જવા દો એ અર્થમાં. (૧૦૧) જેવડુ અન્તરુ રાવણ-રામહ, તેવડુ અન્ત પટ્ટણ-ગામાં, • જેવડું અંતર રાવણ રામ વચ્ચે, તેવડું અંતર પાટણ – શહેર અને ગામડા વચ્ચે (સમજવું). • આ કોઈ રાવણના પક્ષપાતીની ઉક્તિ છે, તેથી “દોધકવૃત્તિકારે કર્યું છે તેમ પાટણ-ગામ'ની બદલી “ગામ-પાટણ' એ રીતે કરવાની જરૂર નથી. | ડિૉ. ભાયાણી રામ અને રાવણને સ્થાને નગર અને ગામ એમ જ અન્વય કરે છે. પ્રાસ માટે “રાવણ-રામ' અને પાટણ-ગામ” એવા ક્રમ થયેલ છે એમ કહી શકાય. તેથી રાવણના પક્ષપાતીની ઉક્તિ માનવાનું અનિવાર્ય નથી. જોકે દશમુખ રાવણને નગરને સ્થાને અને રામને ગામને સ્થાને કલ્પેલ હોય એ સાવ અસંભવિત નથી.]. Jair Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy