________________
૧૦૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
(૯૧) વાસુ મહારિસિ એઉ ભણઈ, જઈ સુઈસત્યુ પમાણું,
માયહ ચલણ નવન્તાહ, દિવિદિવિ ગંગાસહાણુ.
• વ્યાસ મહાષિ એ ભણે છે કે જો કૃતિશાસ્ત્ર પ્રમાણ છે (તો) માતાના ચરણ નમનારાને દિનદિન ગંગાસ્નાન છે. •
વાસ - વ્યાસ. આમાં ‘રને માટે સરખાવો શાપનો સાપ – સરાપ. દિવિ દિવિ - વેદમાં ‘દિવે દિવે, જુઓ ઉપર ક્ર.૯૦માં “ન'. (૯૪) બિમ્બાહરિ તણુ રણવણુ, કિહ ઠિક સિરિ-અણન્દ,
નિરુવમ-રસુ પિમેં પિઅવિ જણુ, સેસહો દિણી મુદ્દ.
• હે શ્રી આણંદ (કવિનું નામ) ! બિંબ (ફલ) જેવા અધર ઉપરનો, રદનનો નાજુક વ્રણ – દાંતે મારેલ નિાજુકો ઘા કેવો રહ્યો (છે) ? જાણે કે પિયુએ નિરુપમ રસ પીને બાકીના (રસ) માટે મુદ્રા આપી - મારી (હોય). •
અધર પર દેતક્ષત કેવો છે, જાણે કે અનુપમ રસ પીને પિયુએ બાકી પર પોતાની મહોર લગાવી છે કે કોઈ બીજા ન પીએ.)
બિંબાહરિતણું – બિંગાધર ઉપરનો. બિંગાધર પર, તન્વીના' એ અર્થ કરવાની જરૂર નથી. ‘દોધકવૃત્તિમાં તેમ કર્યું છે. તણું એટલે તન્વીના - સ્ત્રીના. ખરી રીતે ‘તણુ, તણા યા તણો' એ સંબંધસૂચક છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે.
વિસ્તુતઃ “તનુ' (–નાજુક) ‘વણનું વિશેષણ છે. લોકસાહિત્યમાં આણંદકરમાણંદના દુહાઓ મળે છે તેનું પગેરું અહીં સુધી જાય છે.]
(૯૫) ભણ સહિ નિહુઅઉં તેવું મઈ, જઈ પિલ દિઠું સદોસુ, . જેવું ન જાણઈ મન્નુ મણું, પખાવડિએ તાસુ.
• હે સખી ! જો તેં પિયુને સદોષ દીઠો હોય તો તે એવી નિભૂત - ગુપ્ત રીતે કહે, કે જેથી તેનું પક્ષપાતી મારું મન તે ન જાણે. •
આમાં અમરનો ‘નીચેઃ શંસ, હદિ સ્થિતો હિ નનું મેં પ્રાણેશ્વરઃ શ્રોષ્યતિમાં જે ભાવ છે તે ભાવ છે. “તેં બીજાના પાસે સ્થિત મારું મન જેમ ન જાણે', ભત્ત ઇતિ અધ્યાહાર (!!) - આવો ‘દોધકવૃત્તિ'નો અર્થ બરાબર નથી. (૯૬) મઈ ભણિઅઉ બલિરાય તુહું, કેહઉ મગણ એહુ,
જેહુ તેહુ ન-વિ હોઈ વઢ, સઈ નારાયણ એહુ.
• (કોઈ વાનાવતારની કથામાંથી - શુક્રાચાર્ય કહે છે) હે બલિરાજ, મેં તને કહેલું “એવો કેવો માગણ (મળ્યો) છે ? જેવો તેવો ન હોય. હે મૂર્ખ, એ સ્વયં નારાયણ છે.” •
વઢ – મૂર્ખ. સરખાવો વંઢ (હર્ષચરિત'નો). “દોધકવૃત્તિ’ એમ કહે છે કે આ દોહાનો ઉત્તરાર્ધ તે બલિનો ઉત્તર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org